Raj Mistry's world

Me,my stories and world around….

મુંબઈ રિપોર્ટ્સ..૧

Leave a comment

તો અમે બંને..અર્થાત સજોડે…..મુંબઈ ના પ્રવાસે છીએ..! રીના નું આ વખત નું વેકેશન અમદાવાદ ની ભીષણ ગરમીમાં જ ખતમ થઇ ગયું…..આથી, વિચાર હતો કે ક્યાંક તો બહાર ફરવા જવું…( ફરતા નર સદા સુખી……….!) અને સમય મળતાં જ…..સંજોગ બનતા જ પ્રોગ્રામ બની ગયો….! ઘરે થી મુંબઈ અને અને પ્રથમ રાત્રી – દાદર મંદિર ના ઉતારે..! બીજા દિવસે , રથયાત્રા નો પ્રસંગ હતો આથી, અમને અદભૂત લ્હાવો મળ્યો- ઠાકોરજી ના દર્શન નો….એ પણ મનમોહક…અત્યંત સુંદર વાઘા માં ! મારી આંખો તો એમના વાઘા….એમની શોભા જોઈને જ સ્થિર થઇ ગઈ…..પલભર તો લાગ્યું કે બસ આમ જ રહી જાઉં….! પણ સંસાર…..એ છોડે તો ને?????

...અંતે તો તું જ એક સત્ય...બાકી જગત મિથ્યા.."

પછી શરુ થયો , મુંબઈ ની લોકલ ટ્રેન માં સફર….! અમારું નસીબ સારું કે રવિવાર નો દિવસ હોવાથી ટ્રેનોમાં ભીડ ઓછી હતી અને અને અમને આરામ થી જગ્યા મળી ગઈ…..મુંબઈ ના ટ્રેન નેટવર્ક વિષે મારું જ્ઞાન અલ્પ છે……આથી ક્યાં બેસીશું ..અને ક્યાં ઉતરશું …?? એનું ટેન્શન રહ્યા કરે છે અને એની ભીડ જુઓ તો ખબર પડે….જો તમે ભીડ વચ્ચે ફસાયા તો, ત્યાં ખબર પડે કે ગુરુત્વાકર્ષણ પણ ભીડ આગળ પાંગળું થઇ જાય છે……કદાચ સામાન્ય મુંબઈકર ની ૨૫ % જિંદગી તો આ ભીડ માં જ ટીંગાઈ ને જાય છે….!

બહેન ના ઘરે સમયસર પહોંચી ગયા પછી બપોર પછી સગા-વ્હાલા ઓ ના ઘરે ….પુનઃ ટ્રેનમાં ટીંગાઈ ને ગયા….! બીજા દિવસે , હું રીના અને ટીકુ – છત્રપતિ શિવાજી સ્ટેશન પર ગયા. અમારે ગેટવે ઓફ ઇન્ડિયા જવું હતું અને ત્યાંથી એલિફન્ટા ની ગુફાઓ જોવા જવું હતું……CST થી ચાલતા ચાલતા- લડતા લડતા અમે ત્રણેય  જણ છેક ત્યાં પહ્નોચ્યા અને બોટ ની ટીકીટ લઇ – એલિફન્ટા ગયા….! મજા પડી ગઈ…..શું સાલો દરિયો…..???? ચાલુ બોટે રીના મને કહે…..ધારો કે આ બધું પાણી પેટ્રોલ થઇ જાય તો?????? જવાબ તો ઘણા હોઈ શકે….કલ્પના શક્તિ નો સવાલ છે…..પણ સવાલ – મોંઘવારી ની “સોડમ” થી ભરેલો હતો…એ દેખાઈ આવ્યું…..! જે હોય તે……પણ એલિફન્ટા પહોંચ્યા….છુક છુક ગાડીમાં બેસી- ગુફાની નીચે તળેટીમાં પહોંચ્યા..! પાછા આપણે તો ગુજરાતી- એટલે ખાવા પીવાનું પહેલા જ વિચારીએ…એટલે અમેરિકન મકાઈ ના ડોડા- કાચી કેરી બધું લઇ -ઉપર ચડવાનું ચાલુ કર્યું- પણ સાલા આપણા પૂર્વજો- જાણે કે આપણું પીતૃરૂણ બાકી હોય એમ છડેચોક-  વાનર ગીરી થી રીના અને ટીકુ પાસે થી મકાઈ ના ડોડા ખેંચી ને ભાગી ગયા….! મજા આવી ગઈ….અમે હસી હસી ને થાકી ગયા…!

ઉપર એલિફન્ટા ની ગુફાઓ કે જે નો ઇતિહાસ ચર્ચા નો વિષય છે- કહેવાય છે કે ૪-૫  મી સદી માં બનાવેલી છે…… I am impressed…..! એક વાત સમજાતી નથી કે – આટલું મોટું બાંધકામ- આજ થી ૧૫૦૦-૧૬૦૦ વર્ષ પહેલા- એ પણ આટલી બારીકી થી…..મોટા પાયે….વિશાળ મૂર્તિઓ……એમની અદાઓ…..એ પણ હાર્ડ રોક માં????? મનુષ્ય દ્વારા આવું થઇ શકે એ માન્યામાં નથી આવતું……..મૂર્તિની તમે સાઈઝ જુઓ તો સમજાય કે હું શું વાત કરું છું?????? મને મારી જાત પર…..ભારતમાં જન્મ લેવા પર…..હિંદુ હોવા પર….ફરી એક વાર ગર્વ થયો…! પણ નખ્ખોદ જાજો પેલા – પોર્ટુગીઝો નું કે જેમણે- આ સ્મારક ને તોડી ફોડી નાખ્યું અને કલાકૃતિ ઓ ને અઢળક નુકશાન પહોંચાડ્યું……! આપણી સંસ્કૃતિ જેવી ધરોહર કોઈની પાસે નહી હોય…….પણ આક્રમણખોરો એ એને ઘણું નુકશાન પહોંચાડ્યું – જે આજે પણ ચાલુ છે…..લોકો જે આને જોવા આવે છે – એ બધા મૂર્તિઓ પર આડા અવળા લખાણ કે લીટા કરે છે…..ગમે ત્યાં કચરો ફેંકે છે….સલામતી ના છીંડા ચારે બાજુ છે અને મુર્તીચોરો – ચોરીમાં પડ્યા છે……! શું કરવું????

ત્રિદેવ- એલિફન્ટા...

જે હોય તે….પણ મજા આવી…..વળતી વખતે રીના એન્ડ કંપની એ ખરીદી કરી….લીઓપોડ કેફે આગળ થી ગયા અને ૨૬/૧૧ યાદ આવી ગયું……કામતમાં જમ્યા અને “ધીમી” ટ્રેનમાં …..ગુરુત્વાકર્ષણ વિહીન અવસ્થામાં ….નીચોવાયેલી સ્થિતિમાં ઘરે આવ્યા…………!

ચમકીલું....મુંબઈ..!!!

મુંબઈ- જેટલું દુર થીસારું લાગે છે એટલું જ ભયાનક શહેર છે…..કે જ્યાં આંખો કરતાં સ્વપ્ના વધારે છે…..આરામ કરતાં થાક વધારે…છે…અને સંબંધો કરતાં લાગણીઓ ઓછી….અહિયા શરીર ની સાથે સાથે આત્મા પણ નીચોવાઈ જાય છે…….! છતાં – ભારતીય તરીકે ની survival instinct ભરપુર….વિકટ પરિસ્થિતિઓ માં પણ મુંબઈ એ એનું જોમ જાળવી રાખ્યું છે…..એની ” જલદ” ગાડી ની સ્પીડ….ગતિ ઓછી નથી થઇ……સ્વપ્ન હજુ પણ અહિયા વેચાતા મળે છે……..એટલે જ સલામ મુંબઈ…!

બીજો ભાગ ફરી ક્યારેક……..કારણ કે સફર ચાલુ જ છે……!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s