Raj Mistry's world

Me,my stories and world around….

મુંબઈ રિપોર્ટ્સ..૨

Leave a comment

…..તો મુંબઈ યાત્રા સારી રહી…..વરસાદ અલપ-ઝલપ કરતો અમારા પર ત્રાટકતો રહ્યો. મુંબઈ નો વરસાદ કંઇક અલગ જ છે…..એવું લાગ્યું. મુંબઈમાં છેલ્લા દિવસે, બસ ઘરે આરામ જ કર્યો. એ પહેલા સમય અને માહિતી મળતાં જ , ડોમ્બિવલી ના સ્વામિનારાયણ મંદિરે ગયા. મંદિર સારું છે અને વિશાળ છે. વડતાલ લક્ષ્મી નારાયણ દેવ  ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મંદિર – મોકાની જગ્યા એ છે. કચ્છ ભુજ ના સત્સંગીઓ ના સહયોગ થી આ મંદિર સારી રીતે સક્રિય છે ..સમૃદ્ધ છે. શ્રીહરિ ની જીવનલીલા ના તૈલી ચિત્રો ખુબ જ સરસ અને મનમોહક રીતે ગોઠવવા માં આવ્યા છે.

સવારે ,નીકળવાનું હતું અને ધોધમાર વરસાદ શરુ થઇ ગયો….થોડીવાર તો લાગ્યું કે આજ ટીકીટ કેન્સલ જ કરવી પડશે પણ પછી શ્રીજી ની દયા થી બધું શાંત થઇ ગયું. બપોરે, સમયસર નીકળ્યા અને અમારા નસીબ સારા કે બધી ટ્રેનો ખાલીખમ હતી…..આથી સામાન સાથે સહેજ પણ અગવડ ન પડી. પણ એક વાત ખૂંચી…..એરપોર્ટ પહોંચતા જોયું કે મુંબઈ હજુ પણ ગંદકી અને તૂટેલા રસ્તા થી ભરેલું છે. જે લોકો વિદેશ થી ભારત આવે છે – એ લોકો આપણી શું ઈમેજ લઇ ને જતા હશે????

તો કલાક પછી અમે અમદાવાદ હતા…..અને અમદાવાદ અપેક્ષા થી વિરુદ્ધ હજુ પણ કોરું હતું…..ગરમ હતું….! ખબર નથી પણ વરસાદ ક્યારે આવશે….? ઘરે પહોંચ્યા એટલે જાણે કે તન-મન સંતૃપ્ત થઇ ગયા……અને ફરી થી એ વ્યાખ્યા પર વિશ્વાસ વધ્યો કે …” પૃથ્વી નો છેડો એટલે કે ઘર..” …તો હવે રૂટીન જિંદગી શરુ…..!

પણ હવે અમે બંને એ નક્કી કર્યું છે કે – જિંદગીમાં જો મોકો મળે તો આખી દુનિયા જોવી…..! કારણ કે જીવન એ વહેતા રહેવાનું જ નામ છે…અટકી જવું એટલે મોત!!

તો તમે પણ ફરો…..જુઓ….અનુભવો…..કે દુનિયા આપણે માનીએ છીએ એના કરતાં ઘણી અલગ જ છે……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s