Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૧૭/૦૭/૨૦૧૧

2 Comments

મેઘરાજા બે-ત્રણ દિવસ લોકો ને તરબોળ કર્યાં પછી પાછા સંતાઈ ગયા……ભાઈ..એમને પણ કેટલા બધા હલાળા..! અને આપણી અપેક્ષાઓ તો અંતહીન જ હોય છે. શુક્રવારે ગુરૂપુર્ણીમાં હતી, અને આજે રવિવારે “પ્રતિક” ગુરુપૂર્ણિમા ની ઉજવણી ની સભા હતી. પૂ. સ્વામી તો હાલ મુંબઈ બિરાજમાન છે આથી, ગુરુપૂનમ નો સમૈયો હતો નહી…..બોચાસણ સમૈયો હતો પણ બાપા વગર ફિક્કો હતો.

તો આજ ની સભા ખાસ હતી કારણ કે…….

 • અમદાવાદ ખાતે ઉપર નો નવો હોલ તૈયાર થઇ ગયો છે……સભા કરવાને લાયક હતો..આથી આજની સભા અહીં થઇ. ઢગલા બંધ એસી વેન્ટસ ને લીધે  …આરામદાયક લાઈટીંગ ….નવી સાઉન્ડ સિસ્ટમ ને લીધે આ હોલ સારો છે….હજુ કામ ચાલુ છે આથી જયારે એ સંપૂર્ણ થાશે…એટલે એ એક અદભૂત અનુભવ હશે..એની ગેરંટી..!
 • પૂ. વિવેક્જીવન સ્વામી આજે અમદાવાદ હતા અને એમનું પ્રવચન – ગુરુ મહિમા પર હતું…..
 • ચાતુર્માસ ના મહિમા- કથા પર બાળમંડળ દ્વારા પદ્ય નાટક હતું…….બલીરાજા -વામન ભગવાન ના પ્રસંગ ને ખુબ જ પ્રભાવી રીતે દર્શાવવામાં આવ્યો હતો.

બલીરાજા- ચાતુર્માસ કથા...

 • ત્રણ ગુજરાતી વિદ્યાર્થીઓ કે જે ભારે મહેનત થી UPSC ની પરીક્ષા પાસ કરીને IAS  કે  IPS થવાના , એમનું સન્માન, પ્રવચન હતું…..સભા બાદ એ લોકોએ – હરિભક્તો ને/એમના સંતાનો ને માર્ગદર્શન માટે વિશિષ્ટ સભા યોજી હતી.
 • આવતા મહિનાની ૭ તારીખે- ( ૭ ઓગસ્ટ) ના રોજ, સવારે ૮.૩૦ થી ૧.૩૦ વાગ્યા સુધી, તબીબ સત્સંગીઓ/મિત્રો માટે મેડીકો- સ્પીરીચ્યુઅલ કોન્ફરન્સ છે- અક્ષરવત્સલ સ્વામી,વિવેક્જીવન સ્વામી,બ્રહ્મવિહારી સ્વામી જેવા વિદ્વાન સંતો દ્વારા ગોષ્ઠી થવાની છે…..
તો સભા ની શરૂઆત માં કીર્તન બાદ, પ.પૂ. સ્વામી ના ૨૦૦૮માં વિચરણ ના પ્રસંગો નું પઠન થયું. સ્વામીશ્રી, ભક્તોના નાના નાના પ્રસંગો પણ સાચવે છે….એક માત્ર ભગવાન ના માર્ગે એ જીવ ચાલે એ માટે સત્પુરુષો આટલો બધો દાખડો કરતાં હોય છે. ત્યારબાદ પૂ.વિવેક્જીવન સ્વામી એ અનેક ઉદાહરણો દ્વારા સમજાવ્યું કે પ.પૂ. સ્વામી નો મહિમા શું છે??… ગુણાતીત પુરુષો ચિરંજીવ હોય છે અને સદાયે પ્રગટ રહે છે. સાચો ગુરુ – પોતાના શિષ્ય ના મોક્ષ માટે catalyst નું કામ કરે છે. આજે આટલી નેવું વર્ષ ની ઉમરે પણ – સંસ્થાના વહીવટ થી માંડી ને – જે મૂળ કાર્ય છે- જીવ ના કલ્યાણ નું એ- સ્વામીશ્રી ભૂલતા નથી. છેવટે પ.પૂ. ઈશ્વરચરણ સ્વામી એ પોતાના પ્રવચન માં વર્ણવ્યું કે – યોગીબાપા એ હકા બાપુ ને – પૂ.પ્રમુખ સ્વામી ના મહિમા ની વાત કરી હતી. સારંગપુરમાં એક સાથે ૫૧ સંતો ને દીક્ષા આપતી વખતે પણ પૂ. યોગીબાપા એ આવું જ વર્ણવ્યું હતું.
અંતે..રશિયામાં ભણવા ગયેલા -ત્યાં ડોકટરી ભણેલા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા સત્સંગી વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું. નવાઈ ની વાત એ હતી કે – રશિયા જેવા દેશમાં કે જ્યાં અન્ય ધર્મ નું ચલણ વધારે છે….આપણા મંદિરો શોધ્યા જડતાં નથી……ત્યાં , એ પોતાનો ધર્મ-પૂજા-તિલક -નિત્ય સભા જાળવી શક્યા……!
તો
ગુરુ બિન જ્ઞાન નહી……ગુરુ બિન નહી મોક્ષ…..
એક ગુરુ હી ભવસાગર પાર ઉતારે…એક ગુરુ હી ગોવિંદ મિલાયે…..
તો આપણ ને મળ્યા છે એ સર્વ શ્રેષ્ઠ છે…..સત્ય છે….તો પૂ. સ્વામીશ્રી ની વાતો માત્ર વાતો જ ન રહે…પણ આપણા રોજીંદા કર્મ માં પણ એ આવે….એમનો રાજીપો મળે – એ જ સર્વશ્રેષ્ઠ !
જય સ્વામિનારાયણ
રાજ
Advertisements

2 thoughts on “BAPS રવિસભા- તા ૧૭/૦૭/૨૦૧૧

 1. બે પોઈન્ટ્સ –
  ૧. રશિયા ૧૯૯૧-૯૨થી સામ્યવાદી નથી.
  ૨. તે કટ્ટર કેથોલિક પણ નથી. રશિયામાં ધર્મ – ઓર્થોડોક્સ ચર્ચ છે.

  • સહમત…..સામ્યવાદી વાળી હકીકત સુધારવામાં આવી છે….અને કેથોલિક કે ઓર્થોડોક્સ ચર્ચ ના વિવાદમાં પડ્યા વગર- તેને પણ સુધારવામાં આવ્યું છે…! આભાર ..કાર્તિક બાપુ..!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s