Raj Mistry's world

Me,my stories and world around….

યોગીજી મહારાજ ની બોધકથાઓ- ૬

Leave a comment

ઘણા સમય બાદ, આજે મારી અને રીના ની વાતચીત પર થી , યોગીબાપા ની એક બોધ કથા યાદ આવી ગઈ. શિક્ષક પત્ની ના પતિ હોવા નો ફાયદો એ છે કે – તમે તમારું જ્ઞાન ગમે તેટલું વધારો પણ “મૂળ” જ્ઞાન છૂટતું નથી. યોગીબાપા પણ , ગહન માં ગહન શાસ્ત્ર ની વાત – સહજ પણે..એક બોધકથા ના સ્વરૂપ કહી દેતા. ” ગુરુ…………………………..” એવો હાકોટો પડે અને …યોગીબાપા ના સત્સંગ માર્ક સામાન- ધબ્બો પડે એટલે ભલ-ભલો બિન સત્સંગી પણ સત્સંગી થઇ જાય….અને બોધ એના ગળે ઉતરી જાય…..!

અત્યારે દેશમાં “કટોકટી” જેવો સમય ચાલી રહ્યો છે, અને નાગરિકો પરેશાન છે કે શું થઇ રહ્યું છે??? પણ એમાં થી “જાગે” છે કેટલા?…..ચાલો છોડો બધી વાત..! આનો કોઈ અંત નથી……નીચેની બોધકથા વાંચો…..તમારું ખમીર જરૂર જાગી ઉઠશે…….!

______________________________________________________________________

શુરવીર  નું ગામ

એક  ગામ હતું, એના પર હજુ સુધી કોઈ બહારવટિયા કે ડાકુ એ , હુમલો કરવા ની હિંમત કરી ન હતી. કારણ હતું…..

  • લોકો માં- બાળકોમાં- સ્ત્રીઓ માં – રહેલી શુરવીરતા…હિંમત
  • લોકોમાં એકતા
  • એક બીજા માટે મરી ફીટવા ની ભાવના…….
આથી વરસો સુધી, કોઈ ની હિંમત ન થઇ કે  એ ગામ પર કોઈ કુ-દ્રષ્ટી નાખી શકે. પણ ધીરે ધીરે સમય બદલાયો….લોકો નું ધ્યાન સુરક્ષા માં થી , કમાવા પર વધતું ગયું. શુરવીરતા , હિંમત ની લાગણી ઓસરવા લાગી. છતાં, જે ઘરડા લોકો હતા, એ હજુ મજબુત હતા, પણ સમય સમય નું કામ કરે છે….આથી, એ પણ જયારે બધા વારા-ફરતી ધામ માં ગયા, એટલે ગામ હવે જાણે કે ” નમાલું” થવા લાગ્યું. આ પરિવર્તન , ડાકુઓ ના ધ્યાનમાં આવ્યું…..લોકોનું બદલાયેલું વલણ પણ ધ્યાન માં આવ્યું, આથી એમણે નક્કી કર્યું કે- ગામ હવે સંપતિ વાન છે…..વિરોધ કરનારા હવે રહ્યા નથી….ચાલો મોકો સારો છે…..! ડાકુઓ એ એમનો એક માણસ ગામ માં મોકલ્યો. એ ગામ ના નગરશેઠ, વેપારીઓને મળી ને ધમકી આપી…..કે જીવનું જોખમ ન ઈચ્છતા હો તો- ગામમાં થી ઘર દીઠ પાંચ પાંચ રૂપિયા( એ જમાનામાં – રૂપિયો એટલે મોટી રકમ હતી ભાઈ……) ઉઘરાવી ને – સાંજે ૭ વાગ્યે ગામ ના ચોરે આપી દે જો……! ગામના આગેવાનો તો આ સાંભળી ગભરાઈ ગયા……કેટલાક “શાણા” માણસો એ કહ્યું કે – ભાઈ , જીવ નું જોખમ છે…..સવાલ છે પાંચ પાંચ રૂપિયાનો…….આલી ધ્યો ભાઈ…..ભગવાન દયા એ કમાઈ એ જ છીએ ને……જાન બચી તો લાખો પાયે…..!…લોકોએ તો પૈસા ઉઘરાવ્યા….બે હજાર રૂપિયા ભેગા થયા…..સાંજે સમય થયો એટલે ગામ ના ચોરે, બધા ભેગા થયા અને પેલો ડાકુ આવ્યો….એને પૈસા આપતા હતા…એટલામાં , એક ઘરડા કાકા , બહારગામ ગયેલા, એમણે આ બધું જોયું….તો ગામલોકો ને પૂછતાં આખી વાત ખબર પડી…..ડોસા એ લાંબુ વિચાર્યું, અને ગામલોકો જે પેલા ડાકુ ને પૈસા આપતા હતા..એ વચ્ચે જઈને ઉભા રહ્યા….જોર થી બુમ પાડી ને પૂછ્યું….કોણ છે એ ડાકુ???? લોકોએ પેલા ડાકુ સામે આંગળી ચીંધી….ડોસા તો કશું બોલ્યા વગર, પેલા ની પાસે ગયા અને એક જોરદાર ધોલ મારી દીધી……પેલો તો બે-ચાર ગુલાટીયા ખાઈ ગયો….! એની સાથે માણસ હતો, એને પણ બે-ચાર ઠોકી દીધી…..ડોસા નું આવું અચાનક રૌદ્ર સ્વરૂપ જોઈ ને……બંને જાય ભાગતા…..! પછી તો ડોસા એ તો ગામના આગેવાનો ને લીધા….કઈ ભાન-બાન છે કે નહી……! એક વાર જમડા પેંધા પડી ગયા તો ઘર-બાર વેચવાનો વારો આવશે…..સાલા..નમાલા ઓ……તમારામાં લડવાની તાકાત નહી હોય તો હું એકલો લડીશ….હમજ્યા….! લોકો તો અવાક થઇ ગ્યા…..
                                                                                ઘેર જઈ ડોસા એ તો ધોતિયા ને મજબુત બાંધ્યું….હાથમાં કાળીયાળી ડાંગ ઉપાડી……અને હોંકારો પાડતો લડવા ઉપડ્યો…..એની પાછળ ઘરના બૈરાઓ પણ હિમ્મત આવી તો – ઓઝલ તોડી ને કછોટા વાળી…હાથમાં સાંબેલા પકડી ઉપડી…….ગામ ના ચોરે બધા લોકો આમને જોઈ રહ્યા…..બૈરા ને રોક્યા…તો બૈરા બોલ્યા….” લ્યો અમારી બંગડીઓ…..તમે બધા બૈરા જેવા થઇ ગ્યા છો……” ….ગામ લોકો ને લાગી આવ્યું…..પછી તો ગામમાં હોંકારા- પડકારા થવા લાગ્યા……આખા ગામ માં હિંમત આવી ગઈ…’ને પાંચસો માણસ લાડવા ભેગું થઇ ગયું…અને પેલા બહારવટિયા જાય ભાગતા……….! એક ડોસા ની હિંમત ને લીધે..આખું નમાલું ગામ..ફરીથી શુરવીર થઇ ગયું….!
__________________________________________________________________
સાર
  • કદી યે….. નમાલા….નબળા વિચારો ન કરવા…….વિચારો ..તમને બનાવે છે….જેવું વિચારશો….એવું વર્તશો….અને એવા જ બનશો…….
  • જો એકવાર દુશ્મન ને તક આપશો તો એની હિંમત વધતી જ જાશે……આજે બીજાનો વારો છે તો કદાચ આવતી કાલે તમારો વારો હશે…….
  • નમાલા સમાજ ને જાગ્રત કરવા- કોઈએ તો હિંમત કરવી જ પડશે……આગળ વધી ને નમી પડેલા સમાજ ને ઉભો કરવો જ પડશે…..તો એ ” આગળ” વધનાર આપણે પોતે કેમ નહી?…….શરૂઆત કરો…….તમારી પાછળ એક મજબુત ” સહારો” એની જાતે જ ઉભો થઇ જાશે…….
  • જિંદગીમાં હમેંશા લાંબુ વિચારો……..ટૂંક માં….ટૂંકું વિચારી ને સમસ્યા ને ” ટેમ્પરરી” નીપટવા ની જે ભાવના છે એ જ મુશ્કેલી ની શરૂઆત છે…..
તો યોગીજી મહારાજ કહેતા કે ” સત્સંગ હોય કે જીવન કદી પણ પોતાનો પક્ષ , ભગવાન નો પક્ષ મોળો ન રાખવો……બળ ભર્યું જ વિચારવું…..”
તો સત્સંગ – આ પણ છે……..તો “જાગવા” ની શરૂઆત ક્યારે કરો છો???? કે પછી “એલાર્મ ક્લોક” ની રાહ જોવાય છે???????
જય સ્વામિનારાયણ…
રાજ
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s