Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૨૪/૦૭/૨૦૧૧

Leave a comment

આજની રવિસભા ખાસ હતી, કારણ કે , આ વર્ષ – અમદાવાદ નું શાહીબાગ મંદિર એની સુવર્ણજયંતી ઉજવી રહ્યું છે, અને દર રવિવારે , નવા નવા વિદ્વાન અને પ્રખ્યાત વક્તાઓ , પોતાની આગવી શૈલી મા પ્રવચન આપે છે.  સારું પ્રવચન કઈ રીતે કરવું???…. એ પ્રશ્ન… ૧૦૦ મા થી ૯૯ વક્તાઓ ને પજવતો હોય છે…..તો આજકાલ ઘણી બધી માહિતી- ”  સારા પ્રવચન” માટે નેટ પર અને પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે…..સારંગપુરમાં સંત તાલીમ કેન્દ્ર મા પણ આની એક ઝલક તમે જોઈ શકો છો. બેપ્સ- ઉનાળુ વેકેશન મા ઘણા બધા પ્રોગ્રામ પણ આના પર ચલાવતી હોય છે…..!

તો સભા ની શરૂઆત પહેલા , ઠાકોરજી ના અદભૂત દર્શન થયા. હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે, અને ઝરમર વરસાદી વાતાવરણ વચ્ચે- જગત નો નાથ…હિંડોળે ઝૂલી રહ્યો છે..! આ બધા ભક્તો ના મનોરથ છે..કે ચાતુર્માસ ના ચાર માસ- હરિ ને કેમ પ્રસન્ન કરવામાં આવે????? ભક્તિ- નો મૂળ ધ્યેય- એક હરિ ને અંતરમાં ,અખંડ ધારવા – તેને માટે ની આ બધી પદ્ધતિઓ છે……હિંડોળા ના જુદા જુદા શણગાર- એની પાછળ થતી ભક્તો ની મહેનત..પ્રસન્નતા…..હૃદય ના ભાવ….અને એને નીરખી ને થતો ઉત્સાહ…આ બધું, મનોવૈજ્ઞાનિક રીતે, એક એવું વાતાવરણ ઉભું કરે છે કે – તમારા મગજમાં રહેલા – પ્રસન્નતા ના હોર્મોન્સ ઉભરાઇ આવે છે…….હરિ સાથે તાદાત્મ્ય થાય છે…..સ્ટ્રેસ નું લેવલ ઘટે છે…..!

તો સભા આજે પુનઃ નીચેના સભાગૃહમાં હતી. ધૂન-કીર્તન ના પદ સાથે , સભાની શરૂઆત થઇ. જગદીશાનંદ જેવા અનેક વિદ્વાન અને કલાકાર સંતો શ્રીજી ના મંડળ મા હતા. એમના દ્વારા રચિત હિંડોળા ના પદો સાંભળી- હૃદય તરબતર થઇ ગયું. ” ભગવાન શ્રી સ્વામિનારાયણ” ચલચિત્ર મા , જોબન પગી ના પાત્ર દ્વારા ગવાયેલ હિંડોળા-ઉત્સવ નું પદ હજુ મારા મગજમાં ગુંજી રહ્યું છે………..

” ‘કે આજ વૈકુંઠ થી રૂડું વડતાલ ..કે હિંડોળે હરિ ઝૂલતા રે…..”

આજ ના દર્શન....." એની શોભા ..મુખે વર્ણવી ન જાય રે...."

ત્યારબાદ , પૂ. પ્રમુખ સ્વામી ના જીવન ના ૨૦૦૮ ના પ્રસંગો નું પઠન, પૂ. પ્રિયસ્વરૂપ સ્વામી દ્વારા થયું. ” વહેમ”….કાકતાલીય ન્યાય( કાગડા નું બેસવું .અને ડાળ નું પડવું….) પર સ્વામીશ્રી એ ભક્તો ને ઉપદેશ આપ્યો કે…..

  • સંતો ક્યારેય કોઈ ને શ્રાપ નથી આપતા……સંત એ દયા નું સ્વરૂપ હોય છે અને પોતાના ભક્તો નું હિત- એ જ એમની લાક્ષણિકતા હોય છે…..
  • ભક્તો એ સદાયે બળ રાખવું…..કદી યે નબળી વાતો કે મોળી વાતો ન કરવી……સર્વ નો કર્તા- હર્તા ..એક હરિ જ છે…..એ જે કરશે એ સારું જ કરશે….
ત્યારબાદ, જેની રાહ જોવાઈ રહી હતી, એ વિદ્વાન સંત દ્વારા પ્રવચન થયું…..પ્રવચનકાર હતા- પૂ. આચાર્ય સ્વામી….ઉર્ફે સાધુ નરેન્દ્ર પ્રસાદ દાસ….કે જે નવસારી મંદિર ના કોઠારી છે, અને દક્ષિણ ગુજરાત ના એ પ્રદેશમાં , એમની સેવા થી સત્સંગ સારો એવો પ્રસર્યો છે….! વિષય હતો….” સમજણ……આત્મ સમજણ….” ….પેલી પંક્તિઓ છે ને કે….” સમજણ ..સમજણ મા ઘણો ફેર છે હો જી રે…..” સ્વામી ની રસાળ….રસપ્રદ શૈલી થી સમગ્ર ભક્તમંડળ  મૂડ મા આવી ગયું. આચાર્ય સ્વામી, ચોમાસામાં…..મેઘરાજા ની જેમ અનરાધાર વરસી પડ્યા….અસ્ખલિત વાણી…..અસંખ્ય ઉદાહરણો…..અને શ્લેષ અલંકાર યુક્ત વાણી થી સમગ્ર સભા બંધાઈ ગઈ…….! સાર હતો……..
  • બીજાના દોષ જોતા પહેલા પોતાના દોષ જોવા…..અંતઃદ્રષ્ટી રાખવી…..જે માણસે પોતાની જાત ને ઓળખી છે, એને જગ ને જાણ્યું છે….
  • ભક્તિ નો માર્ગ- વિકટ છે…..ગુરુકૃપા એ એ સહજ બને છે…..આથી ગુરુ નો રાજીપો મેળવવા પ્રયત્ન કરવો.
  • ભગવાન- ગુરુ નો મહિમા જાણવો- ભગવાન જયારે- આ ધરતી પર મનુષ્ય રૂપે જન્મ લે છે ત્યારે- એ મનુષ્ય સહજ જ વર્તે છે- ભોગો- દુઃખ-સુખ-લાગણીઓ દર્શાવે છે…….પણ એમનું મૂળ સ્વરૂપ  જયારે ઓળખાય છે…સમજાય છે…… ત્યારે બધા ભ્રમ દુર થઇ જાય છે…..
  • સત્પુરુષ  ના ચરિત્રો – નાની વાતો મા થી પણ ગુણ મળે છે……બસ સમજણ જોઈએ……
ત્યારબાદ, સભામાં અમુક જાહેરાતો થઇ……..જેવી કે…..
  • શ્રાવણ માસ નો દરેક સપ્તાહ- અમદાવાદ મંદિર માટે અવિસ્મરણીય બની રહેવા નો છે…..દરેક સપ્તાહે-  નવા વક્તા દ્વારા રોજ સવારે – મંદિરમાં ભક્તિ-પારાયણ થાશે. ભક્તિ  અને જ્ઞાન ના આ મેળા મા સર્વ સત્સંગીઓ નું સ્વાગત છે…..સાથે સાથે – અમદાવાદ ના જુદા જુદા વિસ્તારોમાં પણ ૩૧ જુલાઈ સુધી, જ્ઞાન સત્ર નું પ્લાન્નીંગ થવાનું છે……
  • ” વાંચે તે વિકસે” એ થીમ પર આધારિત- કિશોર -કિશોરી મંડળ દ્વારા પ્રોગ્રામ થવનો છે- સાથે ઓડીઓ-વીડીઓ સ્પર્ધા નું પણ આયોજન છે…( વધુ માહિતી માટે અમદાવાદ મંદિર નો સંપર્ક કરવો)
  • ઉદઘોષ સભા- એ પણ એક નવા કોન્સેપ્ટ દ્વારા- અમુક રવીસભાઓ ને વિશિષ્ટ બનાવવા નો પ્રોગ્રામ છે- આવતા રવિવારે એ પ્રથમ રસપ્રદ પ્રોગ્રામ છે…..
સભા ને અંતે- પ.પૂ. પ્રમુખ સ્વામી ના મુંબઈ આગમન અને ગુરૂપુર્ણીમાં પર સ્વામીશ્રી ના આશીર્વચન નો “વીડીઓ  “બતાવવા મા આવ્યો…..સ્વામીશ્રી ની નાદુરસ્ત તબિયત અંગે પણ સ્વામી એ પોતે કહ્યું કે- દેહ ..એ દેહ નું કામ કરે…….દેહ છે તો રોગ છે…….એ પણ હરિ ઈચ્છા છે…….!
તો જ્ઞાન ના આ સત્રમાં સર્વ નું સ્વાગત છે……….બસ ” સમજણ રાખો કે આપણે એક આત્મા છીએ…..અને આપણે પરમાત્મા સુધી પહોંચવા નું છે….”
જય સ્વામિનારાયણ…..
રાજ
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s