Raj Mistry's world

Me,my stories and world around….

ચા ની એક ચુસ્કી……

2 Comments

આમ તો ચા, એક એવી ચીજ છે કે જેના થી અછુતો કદાચ કોઈ નહી હોય……આખરે ચા ..છે જ એવી..! પણ ચા ના બહુ વખાણ કરવા જેવા પણ નથી. પેલી કહેવત છે ને કે – જેની ચા બગડી..એનો દિવસ બગડ્યો…! આ નડે જ છે. ઘરે ગમે તેટલા પ્રયત્ન કરીએ પણ – મનપસંદ ચા તો બનતી  જ નથી.  મને યાદ છે કે – અમે નાના હતા અને કોઈ ગામે મહેમાન ગતિ એ ગયા હોઈએ તો બધાના ઘરે થી આમંત્રણ આવી જાય કે- ભાઈ અમારા ઘરે ચા પીવા આવજો…..કોઈના ઘરે જવામાં વાંધો નહી પણ- જો એક બે જગ્યા એ જવાનું હોય તો ખમી શકાય પણ….દસ દસ ઘેર….!!! અને પાછું બધાના ઘરે ચા તો પીવી જ પડે….જો તમે ના પાડો તો જાણે કે મોટો અપરાધ થઇ ગયો હોય એમ યજમાન સાથે  મનદુઃખ થઇ જાય……! અને ચા ના સ્વાદ- ઘર ઘર પ્રમાણે…..સ્વભાવ પ્રમાણે અલગ અલગ..! કોઈક કડવી….કોઈક ફિક્કી…કોક માત્ર પાણી જેવી તો કોઈક કાચા દૂધ ની વાસ વાળી…..! અને જેમ દુનિયાની ભૌગોલિકતા બદલાય- એમ ચા બનાવવા નો- પીવા નો તરીકો બદલાતો જાય……..!  અને ચા ના ફાયદા-ગેરફાયદા ની રામાયણ મા  તો પાંચમું વિશ્વયુદ્ધ પણ થઇ શકે……!

બે "કટિંગ" નો જમાનો.....

આ બધી સહનશીલતા ની વાતો છે….ટીપીકલ ગુજરાતી માનસિકતા ની વાત છે. પણ જેમ હોસ્ટેલ મા ગયા ..એમ ચા પીવી કે ન પીવી? એ મરજી ની વાત થઇ ગઈ. હોસ્ટેલમાં …..આમેય ….ક્યાંતો ચા પીવાનું પ્રમાણ અતિશય વધી જાય કે ક્યાંતો ચા બંધ થઇ જાય……..!   હું હોસ્ટેલ હતો ત્યારે સામાન્ય રીતે ચા પીતો ન હતો. ઘરે પણ રોજ સવારે ચા પીવા ની ટેવ નહી. અમારે ત્યાં ઘણા ” મુરતિયા” એવા હતા કે- એ જ્યાં સુધી ભોલા ની ફૂદીના વાળી – ગંદા કપ મા ચા ન પીવે ત્યાં સુધી એમને -પેટ સાફ ન આવે…!પછી તો નોકરી ચાલુ થઇ…..સમય બદલાતો ગયો. સ્વામિનારાયણ સત્સંગ સ્વીકાર્યો એટલે ચા પીવાનું નામશેષ જ થઇ ગયું પણ કોફી એ જોર પકડ્યું…..એ પણ સમયાંતરે છૂટી ગયું….પુનઃ ચા આવી ગઈ ..અને એ પણ “બ્લેક ટી-લેમન ટી વિથ આઉટ સુગર” – સ્વરૂપે….! જે હજુ પણ ચાલુ જ છે ..પણ છેલ્લા કેટલાક મહિના થી- અમદાવાદ આઈ આઈ એમ ની ચીન્ટુ ની ચા- ફરી થી હાવી થઇ ગઈ છે. વરસાદી ઋતુ મા – ગરમા ગરમ ચા – એ પણ ડબલ આદુ નાખીને……મજા પડી જાય !!  ચા ની મસ્ત ચુસ્કી લેવાની- વાતો ના વડા ઠોકવા ના……પ્લાન્નીંગ- પ્રોજેક્ટ ની વાતો કરતાં જવાનું……! લકી ની ચા તો ઘણી પીધી…..એવો સ્વાદ બીજે નથી મળતો – એ હકીકત છે…….

રાજકોટ જવાનું વારેઘડીએ થાય છે- તો ત્યાં ની કનકાઈ ની ચા સારી હોય છે. બરોડામાં કોઈ સ્પેસીફિક જગ્યા નથી….સુરત ની ખબર નથી. પણ હા….મુંબઈ મા જાઉં એટલે ત્યાની લીલી ચા નો સ્વાદ કોઠે પડી ગયો છે. મને મશીન ની ચા નથી ભાવતી- એટલે એ જ આપણી પરંપરાગત પદ્ધતિ થી બનેલી ઓછી ખાંડ વાળી ચા જ સર્વ શ્રેષ્ઠ હોય છે……!

આજે હું રાજકોટ મા હતો અને એક નવી જગ્યા એ ચા પીવા ગયા.  જોયું તો -એક ગલી મા ટોળું ભેગું થયેલું અને બુમાબુમ થતી હતી. એ જગ્યા ઓળખાય છે…..” દિલાવર ની ચા” તરીકે…..! મેથીના ગોટા માટે કે…..દાબેલી-વડાપાવ માટે  લાઈન ઘણી જોઈ…….પણ ……..ચા પીવા માટે લાઈન પહેલી વાર જોઈ…!!..અને ચા ના રસિયા- જાણે કે લોટરી ખુલવા ની હોય એટલી ઉત્કંઠા થી – ચા ની લારી ને આસપાસ વીંટળાઈ ને ઉભા જોવા મલ્યા……….અહિયા પૈસા પહેલા આપવાના- લાઈન મા ઉભા રહેવા નું અને પછી ચા આપવામાં આવે- આ ચા મે પીધી તો સ્વાદ – લકી ની ચા જેવો- કડક,મીઠ્ઠો લાગ્યો…..અને મે તો એના માણસ ને સવાલ પણ પૂછ્યો કે – દિલાવર ભાઈ લકીમાં કામ કરી ને આવ્યા છે કે શું?……..જુઓ નીચેના ફોટા……

ચા - માટે ની કવિતા- એક કીટલી પર જોવા મળેલી....

ચા માટે લાઈન મા આવો...."દિલાવર ની ચા-રાજકોટ"

ઇતિહાસ સાક્ષી છે કે – સર્વોત્તમ ચા ની શોધમાં મનુષ્ય એ દરિયા ઢંઢોળી નાખ્યા છે…..પૃથ્વી ના એક છેડા થી બીજા છેડા સુધી સફર કરી છે……અને ચા વેચી ને લોકો કરોડપતિ પણ બન્યા છે…….! જે હોય તે……પણ ચા પી ને – ચા ના રસિયા ઓ મન થી ” અબજપતિ” જરૂર બન્યા છે……!

જ્યાં સુધી મિજાજ છે…..લડવાની તાકાત છે…….ઝનુન છે…..વરસાદી વાતાવરણ છે……અને જીવન છે ત્યાં સુધી- લોકો માટે રુધિર ની સાથે ચા પણ એમના શરીર મા દોડતી રહેશે…..! તો લગાવો ..એક ચુસ્કી…….અને જાઓ નીચેની લીંક પર……તમારા જ્ઞાન ખાતર- દિવ્યભાસ્કર નો એક પ્રયાસ….

ચા ક્યાં પીવી?

તો લગાવો ચુસ્કી……..!

રાજ

Advertisements

2 thoughts on “ચા ની એક ચુસ્કી……

  1. just i want to correct you its not chintu s tea but its jignesh/subhas tea at iim
    btw nice on

    • Hi,

      As I have told you…Jignesh is also known as Chintoo…! His brother Subhash told me and I also have discussion with Chintoo himself..! So, no issue…..do not run behind name controversy ….enjoy just pure tea……tea…and tea…..only…!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s