Raj Mistry's world

Me,my stories and world around….

“જબ બ્લોક પે કુત્તા આયા……..

Leave a comment

હ્મ્મ્મ્મ્મ્મ્મ…..ભાઈ , આ પેલું અમદાવાદ નું પ્રખ્યાત પદ નથી….” કે જબ કુત્તે પે સસ્સા આયા…..” પણ એને મળતું જરૂર આવે છે.  ક્યારેક કયારેક મને એવું લાગે છે કે – પોતાના પૂર્વજો ને અમદાવાદમાં – સસલા એ ભગાડ્યા – એ ઇતિહાસ ની આજ ના અમદાવાદી કુત્તા ઓ ખબર હોવી જોઈએ અને – સસલા તો આપણા પાપે જોવા નથી મળતાં એટલે – આ ખારીલા કુતરા – એ સસલાઓ પર ની દાઝ આપણા અમદાવાદીઓ પર કાઢે છે……કઈ રીતે તો જુઓ…???? મારા સ્વાનુભવો…..

 • અમારા વાડજ-નારણપુરા-નવરંગપુરા – સુધી ના બધા અમદાવાદી વિસ્તારો મા – તમે મોડી રાત્રે બાઈક કે સ્કુટર લઇ ને નીકળો- તો જાણે કે બધા કુતરા ઓ સંપી ને, સંતાઈ ને તમારું સ્વાગત કરવા ઉભા હોય- એ ઉમળકા થી તમને ભેટવા(?????? અર્થાત કરડવા બીજું શું?) તમારી પાછળ પડી જાય….! જો નવોસવો વ્યક્તિ હોય તો – એ કદાચ બીક થી પડી જાય…..ક્યાંતો ક્યાંક ઠોકાઈ જાય……અને જો કોઈ જાણકાર જોય તો- બ્રેક મારી ને ઉભો રહે એટલે- કુત્તા ટોળી- નિસાસા નાખતી બીજા ઘરાક ની શોધમાં……. રવાના થઇ જાય…..! મજા ની વાત છે ને…..! એક ફિલ્મ જરૂર બને….કલાકારો- ?????
 • ખાસ અનુભવ…….. અમારી સોસાયટી મા પહેલા બે ત્રણ કુતરા જોવા મળતાં….અમને એમ કે ચાલો ભાઈ- એ તો પેલા મોક્ષ માર્ગે જતા પાંડવો ની સાથે થયેલા શ્વાન – જેવું હશે એટલે આપણ ને પૂરે પૂરી સલામતી- આ કુતરા જ આપશે…..પણ અમુક સમય વીત્યો- એટલે સોસાયટીમાં માણસો ની સાથે કુતરા ની સંખ્યા પણ ફુગાવા ને જેમ વધી…..સલામતી???? એ તો અમારો સિક્યુરિટી ગાર્ડ પણ નથી કરતો…તો આ કુતરા ક્યાંથી કરવા ના???? એટલે સંખ્યામાં વધારો થતો જોઈ- કુતરાઓ એ હવે પોતાનું સંગઠન બનાવી અમારા બધા ની સામે મોરચો માંડ્યો છે……તો એ શું કરે છે….???
 1. અમારી ગાડીઓ ને પોતાની જ સમજે છે….( બાઈક ને તો સમજતા જ હતા..) અને ગાડી ને ઉપર ચડી ને ધમાલ કરે છે…..મારી ગાડી ના આગળ ના કાચ પર તો એમણે લીટા પાડીદીધા છે……
 2. બધા બ્લોક મા – મોડી રાત્રે બધા સુઈ જાય એટલે એમનું કામ ચાલુ થાય…ફ્લેટ બહાર મુકેલા બધા કચરા ના ડબ્બા ઉંધા પાડી દેવા ના….બધી ડિસ્પોબેગ્ઝ ને વેર વિખેર કરી નાખવા ની…..જો એમને જોઈતી વસ્તુ ન મળે તો – લોકો ના મોંઘા બુટ ચપ્પલ કાતરી ખાવા ના….ક્યાંતો નીચે નાખી આવવા ના ( મારું એક સેન્ડલ પાર્કિંગ મા થી મળ્યું હતું…..!) ..અરે એ તો છોડો- તમારા પગલુછણિયા, કાગળિયા…..બોક્ષ……સાયકલ ના ટાયર…..બધું જ ફાડી-તોડી નાખે…….! અને છેલ્લે – એ એમની જાત પણ બતાવે- ” છી અને પી” કરી ને……! ………………જોયું કેવી વિકૃતિ છે?????  એમના મા આટલી બધી વિકૃતિ આવી ક્યાંથી?????  આવું કેમ?????
 3. પહેલા તો રાત્રે આવું થાતું- હવે તો ભર બપોરે- ધોળે દિવસે આવું થાય છે……..શું કરવું????

તો મારા મત પ્રમાણે- “કારણ વગર કર્મ શક્ય નથી” એ ન્યાયે એવું હોઈ શકે કે…..

 • આ કુતરા કદાચ – પૂર્વ જન્મ મા , અમારી સોસાયટી બની છે એ જમીન ના માલિકો હોય……લોભ જ એવી વસ્તુ હોઈ શકે છે…જે જન્મો જન્મ ચાલે છે…..અને અમને બધા ને યેન કેન પ્રકારે  ઘર ખાલી કરાવવા માંગતા હોય….
 • આગળ કહ્યું તેમ પોતાનો બદલો – ” જબ કુત્તે પે સસ્સા આયા…..” ન્યાયે લેતા હોય…….
 • કદાચ આ કુતરા પૂર્વ જન્મ ના ” અમદાવાદ મ્યુનિ. ના અધિકારીઓ” હોય….બાકી પડતું કમિશન કે ટેક્ષ વસુલવા આવ્યા હોય…….
 • શું કહ્યું તમે???? ” રાજકરણીઓ”…….ના ભાઈ ના……ભાઈ આ ગમે તેવા કુતરા હોય…પણ……..આવો દાવો કરી કુતરા ઓ ની ઈજ્જત ઓછી ન કરો…..
 • આ કુતરા કદાચ- સોસાયટી ના સફાઈ કામદારો….કે ….બહાર સ્ટીલ ના જાળી-ઝાંપા નું કામ કરતા દુકાનદારો- નું કારસ્તાન હોઈ શકે છે….શક્ય છે ભાઈ…….મોંઘવારી કેટલી છે…..!
તો હવે આનો ઈલ્લાજ શું……????
 • લગભગ બધા બ્લોક વાળા ઓ એ ફર્સ્ટ ફ્લોર પર જ જાળીઓ લગાવી દીધી છે…..અમારા બ્લોક ની  તો પંચ વર્ષીય યોજના છે…..અને વળી ” સોના” ના ભાવ કેટલા ઉંચા છે ભાઈ..!!!
 • અમે બધા હવે કચરા ના ડબા – મોંઘા જુતા ઘર મા મુકીએ છીએ…….પણ પેલા બકાસુર ની જેમ કુતરા ઓ ને “પોતાનું ધારેલું… ” ન મળે એટલે ગુસ્સો બીજે ક્યાંક કાઢે છે……શું કરવું?????
 • અમારા બ્લોક ના કેટલાક ” શાણા” માણસો નો વિચાર છે કે – કુતરાઓ સાથે સંધિ કરી લઈએ…..એટલે એ પણ ખુશ અને આપણે પણ…..!
 • તો કેટલાક લડવૈયા ઓ નો પ્લાન છે કે – કુતરાઓ ને પકડી પકડી ને જાહેરમાં ઠાર મારવા…….પણ જીવ-હત્યા – ના ભાઈ…ના….અને એ પણ શ્રાવણ માસ મા??????
 • તો એક સ્પેશ્યલ સિક્યુરિટી વાળો અમારા બ્લોક માટે જ રાખવો………???? એમાં પણ ડખા છે…..મોંઘવારી મા એનો પગાર???? અને પાછો આખો દિવસ – એ કામ કરશે????  ઘણા બધા સવાલ છે.
તો , બસ હવે તો એક જ માર્ગ- સંઘર્ષ……….સંઘર્ષ…….! સસલાઓ એ કરેલા કૃત્ય શું અમારે ભોગવવા ના??????
જોઈએ શું થાય છે આગળ??… ત્યાં સુધી બસ ……..ભોગવીએ……બીજું શું???????
રાજ
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s