Raj Mistry's world

Me,my stories and world around….

યુદ્ધ -આજકાલ…

Leave a comment

શ્રીમદ ભાગવત મા પ્રસંગ છે કે જયારે શ્રીકૃષ્ણ ભગવાન – મહાભારત ના યુદ્ધ પહેલા છેલ્લી વાર કૌરવો ને મનાવવા /સમજાવવા – પાંડવો ના પ્રતિનિધિ બની ને હસ્તિનાપુર ગયા ત્યારે એમને એમ હતું કે – પાંડવો ,જો યુદ્ધ રોકાતું હોય તો પોતાની શરતો /હિત નો ભોગ આપવા તૈયાર છે….પણ જયારે એમની વાત કૌરવ સભા સાથે થઇ અને દુર્યોધન ના મુખે શ્રીહરિ નું અપમાન થયું , ત્યારે ભગવાન ખુદ બોલ્યા કે હવે- યુદ્ધ એ જ કલ્યાણ……! અર્જુન ને ગીતા સંભળાવી એમાં પણ એને એ જ સંદેશ આપ્યો……કે મનુષ્ય માત્ર ની એક ધર્મ પ્રત્યે એક જવાબદારી હોય છે…..જયારે ધર્મ નું હનન થાય…ત્યારે બસ એક જ માર્ગ બચે છે…..- એ છે – યુદ્ધ એ જ કલ્યાણ….! સ્વામિનારાયણ સંપ્રદાય મા પણ શ્રીજી મહારાજ ના ચરિત્રો મા ઉલ્લેખ છે કે – દાદા ખાચર ની રક્ષા માટે – મહારાજ સ્વયં યુદ્ધ કરવા તૈયાર થયા હતા…….તો સાર શું????

સૌજન્ય- ઇસ્કોન

  • ધર્મ ની રક્ષા ખાતર યુદ્ધ કરવું પડે તો પાછી પાની ન કરવી……
  • ધર્મ-દેશ હિત- જનહિત ની વાત હોય અને જે કોઈ એના સમર્થન મા આગળ ન આવે – એને નપુસંક ગણવો…..

આજકાલ મીડિયા મા એક જ વાત ચોરે ચૌટે ચર્ચાય છે…..અન્ના હજારે…જનલોક્પાલ બિલ ….અને કોંગ્રેસ સરકાર…..! હવે આમ જુઓ તો અન્ના ની વાત સાચી છે- એમને એવા લોકપાલ બિલ ની માંગણી છે કે જે ભ્રષ્ટાચાર ને જળમૂળ થી ખતમ કરી શકે……અને સરકાર અને તેના સહયોગીઓ ની પેટ મા ફાળ પડી છે- કે જો અન્ના ના  લોકપાલ ના ફોર્મેટ ને સ્વીકારી એ તો સંસદ પણ આ કાયદા થી બચી નહી શકે….! તો યુદ્ધ ચાલુ છે…..અન્ના હઠયોગ પર છે તો સરકાર શીર્ષાસન પર છે……સરકાર ના જોકરો – સિબ્બલ, દિગ્ગી બધા હલવાઈ ગયા છે…..અને મનમોહન- મુક દર્શક ની જેમ ચુપચાપ બેઠા છે. તો શું છે આ બધું????

  • ભ્રષ્ટાચાર ને સો ટકા ખતમ કરવો એ કોઈ કાયદા માટે શક્ય નથી…..એ તો જનતા એ પોતે જ વિવેક બતાવી ને કરવું પડશે.
  • મજબુત અને સરળ કાયદા ની જરૂર છે પણ – સમાંતર સરકાર કે કંટ્રોલ સિસ્ટમ ઉભી કરી ને ન્યાય કે સંવિધાન પ્રક્રિયા મા ખલેલ પહોંચાડવા ની જરૂર નથી.
  • ન્યાય-તંત્ર પોતે મજબુત હશે- એની પ્રક્રિયા જલ્દી ચાલશે તો જરૂર – ભ્રષ્ટાચાર ને ખતમ કરી શકાશે.
  • અન્ના નો ગાંધી – માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે……યુદ્ધ માત્ર શસ્ત્રો થી જ જીતાય એવું થોડું હોય?????
  • જનજાગૃતિ નો બીજો કોઈ વિકલ્પ નથી……..

તો બસ, આજકાલ તો આ જ છે…..રક્ષાબંધન ની રજાઓ પછી કામ પર પરત આવવું થોડુંક ખૂંચે છે પણ- કામ તો કામ જ છે……! મને , મારા એક મિત્ર સંદીપ ની એક કોમેન્ટ યાદ આવી ગઈ- કે તિહાર જેલ મા જયારે બપોર ના લંચ સમયે રાજા અને કલમાડી – પોતાની ડીશો ભરતા હશે ત્યારે એમના કારણે ઉપવાસ પર બેઠેલા……એમની સાથે જેલ મા બંધ …. – અન્ના કે અરવિંદ કેજરીવાલ ને શું લાગતું હશે?????

વિચારવા જેવું  છે………! કોઈ દેશ માટે પોતાની જિંદગી દાવ પર લગાવતું હોય ત્યારે આપણે ચુપચાપ બેસી તમાશો જોયા કરી એ – યોગ્ય નથી……શરૂઆત ક્યારેક તો કરવી જ પડશે……..તો આજે જ કેમ નહી???? આ મન નું યુદ્ધ છે- જે એક વાર જીતાશે પછી બાકી ના યુદ્ધ તો આપણે જીતેલા જ છીએ……

સાથે રહેજો

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s