Raj Mistry's world

Me,my stories and world around….

હવે આગળ શું?

Leave a comment

તો અન્ના એ હમણા જ પોતાનું અનશન – મધ અને નાળિયેર ના પાણી થી તોડ્યું. ૭૪ વર્ષ….૧૩ દિવસ….ચોખ્ખો ચણાક…ખણખણતો …સ્વભાવ…શુધ્ધ આચાર-વિચાર …દેશ માટે નિસ્વાર્થ સેવા ની તમન્ના….એના માટે ફના થઇ જવાની એષણા…..જનતા નો અઢળક સાથ…..- આ કદાચ અન્ના ની વ્યાખ્યા છે……તો અન્ના શું છે???

For the people, by the people, with the people..

સૌજન્ય- ગુગલ ઈમેજ

અન્ના હવે એક વ્યક્તિ નથી પણ એક વિચાર છે…..ભ્રષ્ટાચાર સામે નો……સરકારી આળસ સામે નો…..સરકારી “ધક્કા” ઓ સામે નો……નાગરિકો ના હક નો…..! અને આજે સાંસદો એ પણ એ સ્વીકાર્યું છે. રાજકારણ મા હા…ઘણા પ્રશ્ન છે….પણ હવે કમ સે કમ એક જાગૃતિ તો આવી છે કે – જનતા સદાચાર….શુધ્ધતા ને જ પસંદ કરે છે. હજુ ઘણા રાજકારણી જોકરો( વાંચો લાલુ,મુલાયમ…દિગ્ગી બાબુ…સિબ્બલ…….વગેરે) ને સુધારવા ના બાકી છે…..પણ અન્ના એ એક જુનો માર્ગ..નવા સ્વરૂપે….નવા આયામો…..નવા જોશ સાથે બતાવ્યો છે.

જનલોકપાલ બિલ ની ઘણી શરતો સ્વીકારાઈ છે…..સંસદે એને સ્વીકાર્યા છે. પણ ચર્ચાઓ થઇ – જે મોટે ભાગે બિન જરૂરી હતી….સમય ની બરબાદી હતી. હવે આ પ્રસ્તાવ સ્થાયી સમિતિ ને મોકલાશે….પણ આગળ શું થાશે?????? મારા મતે……..

  • પાસ થયેલો પ્રસ્તાવ સ્થાયી સમિતિ પાસે જાશે( જેમાં લાલુ, ખુરશીદ…જેવા સભ્યો છે….) અને એને કદાચ એક વિધિવત સ્વરૂપ મળશે…..
  • પછી એ કેબિનેટ પાસે જઈ મંજુર થાશે……
  • પછી સંસદ મા મંજુર થઇ…..રાષ્ટ્રપતિ પાસે જાશે…..અને જનલોકપાલ બિલ બનશે……કાયદો અમલ મા આવશે…..
  • સમય?…..ખબર નથી….પણ જો વિશેષ સત્ર બોલાવે તો જલ્દી થી આ થઇ શકે છે……
  • જન લોકપાલ નું સ્વરૂપ વધારે પડતું બદલાઈ ન જાય……અને જે એનો મુખ્ય ” આત્મા” બદલાઈ ન જાય……એ જોવાનું છે…..
  • કાયદો બન્યા પછી- અમલીકરણ ના નામે એ ગૂંચવાઈ ન જાય – એ પણ જોવાનું છે…..
  • મને એક વસ્તુ ગમી- સીટીઝન ચાર્ટર- નાગરિકો ની સંહિતા….નાગરિક જ સરકારી અધિકારીઓ ના ભ્રષ્ટ આચરણ સામે સીધો જ  લડી શકે – એ માટે ના કાયદા અગત્ય ના છે. હું તો કહું છું કે આપણા બધા જ સીનીઅર સીટીઝનો ની પણ એક કમીટી બનાવી- સરકારી કામો કેવી રીતે ફટાફટ થાય – લાંચ વગર થાય- એ માટે મદદ લેવી જોઈએ……કારણ કે એ લોકો પાસે ઘણો સમય હોય છે- અનુભવ હોય છે અને પાછલી ઉમરે – સાદગી અને શુધ્ધતા સહજ હોય છે……
અને યાદ રાખો- આ તો શરૂઆત છે…….અને યુદ્ધ તો હવે શરુ થાશે….અને જેમ અરવિંદ કેજરીવાલે કહ્યું તેમ- કે તમે લાંચ આપવાનું બંધ કરો…..તો લાંચ માંગવા નું…..સ્વયંભુ બંધ થઇ જાશે…..! તો બધું આપણા હાથમાં છે…..
અને એક રસપ્રદ રસ્તો- કોઈ લાંચ માગે તો- એની સામે અન્ના ને ” ટ્રેડમાર્ક” ટોપી ધરી દેવા ની……!
તો શરૂઆત સારી છે…….લગે રહો અન્નાભાઈ…..!
રાજ
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s