Raj Mistry's world

Me,my stories and world around….

BAPS ઉદઘોષ સભા-તા ૨૮/૦૮/૨૦૧૧

Leave a comment

આજે  રવિસભા ખાસ હતી, કારણ કે અમદાવાદ-શાહીબાગ મંદિર ની સુવર્ણ જયંતિ નું વર્ષ ચાલી રહ્યું છે, અને એના ઉપક્રમે- આજે વર્ષ ની બીજી ઉદઘોષ સભા હતી. પાંચ વાગ્યા ની આસપાસ , સાંજે અમે મંદિરે જવા રવાના થઈએ એ પહેલા એક તસતસતું….જોરદાર વરસાદી ઝાપટું આવી ગયું અને ક્ષણભર તો લાગ્યું કે – આજની સભામાં જવાશે નહી……પણ હરિ ઈચ્છા બળવાન હોય છે અને વરસાદ થંભી ગયો……અને મંદિરે પહોંચ્યા કે તરત પાછો ચાલુ થઇ ગયો…!

આજે ભીડ ખુબ જ હતી કારણ કે આજે વિશિષ્ટ સભા હતી. ઠાકોરજી ના દર્શન કર્યાં…..તમે પણ કરો…….( આજે ઠાકોરજી ના શણગાર મા અમદાવાદ મા હરિ ના વિચરણ ની ઝાંખી હતી….)

આજ ના દર્શન...

ત્યારબાદ જલ્દી થી સભામાં ગોઠવાઈ ગયા. સંતો ના મુખે કીર્તન ચાલુ હતું- ” એક સમે અમદાવાદ મા ….’કે આવ્યા શ્યામ સુજાણ…..” આ કીર્તન મને ખુબ ગમે છે કારણ કે પદ્ય મા શ્રીજી ના અમદાવાદ વિચરણ ને ખૂબી પૂર્વક દર્શાવવા મા આવ્યું છે…… ત્યારબાદ- ઉદઘોષ સભા ની નિશાની સ્વરૂપ – નાટક – ” આનંદો અમદાવાદીઓ…..આનંદો” પ્રસ્તુત થયું. શાહીબાગ મંદિર ના સુવર્ણ જયંતીમાં – અમદાવાદ દેશ ના મુકતો-હરિભક્તો ની સ્મૃતિ – પાત્રો સ્વરૂપે આબેહુબ દર્શાવવા મા આવી- અમદાવાદ પોળ ના કૃષ્ણ મંદિર  ના પુજારી- પુષ્કરદાસ ( જેનું અંધત્વ શ્રીજી મહારાજે સ્પર્શ માત્ર થી દુર કર્યું હતું), દામોદરદાસ,નાથુ ભટ્ટ, ડોસાભાઈ,કુબેરદાસ છડીદાર, લાલદાસ ગોર, હીમાભાઈ શેઠ,વિઠ્ઠલ સુબો( જેને  શ્રીહરિ ના તિરસ્કાર બદલ  પસ્તાવો કરતો બતાવવા મા આવ્યો હતો…)- વગરે અમર પાત્રો દ્વારા – અમદાવાદ મા સ્વામિનારાયણ સત્સંગ ની તત્કાલીન સ્થિતિ દર્શાવવા મા આવી.  ત્યારબાદ, પૂ. ઈશ્વર ચરણ સ્વામી દ્વારા – યોગીજી મહારાજ ના અમદાવાદ વિચરણ ની સ્મૃતિઓ તાજી કરવામાં આવી…..સાર હતો….

  • યોગીબાપા – અમદાવાદ મા ઘણીવાર આવતા અને અમદાવાદ ની પોળો ના પ્રસાદી ના સ્થળો એ દર્શન- સભા કરતા હતા.
  • ગુલઝારીલાલ નંદા પણ ખાસ સમય કાઢી ને યોગીબાપા ના મુખે સત્સંગ નો લાભ લેવા આવતા હતા.
  • ગઢડા મધ્ય ના વચનામૃત – ૭,૮ અને ૨૯ – પ્રમાણે – એક હરિમાં આસક્તિ માટે સતત સત્સંગ- મોટા પુરુષ નો સંગ જરૂરી છે….અને જેને ખરેખર ભગવાન મા સાચી આસક્તિ હોય તે – રોગ, માન-અપમાન- સંપતિ- થાક-અશક્તિ  વચ્ચે પણ ભગવાન ની કથા વાર્તા માટે સદાયે તત્પરતા જણાવે…….
ત્યારબાદ- ” એક સમે અમદાવાદમા ” – નાટક નો બીજો હપ્તો પ્રસ્તુત થયો. ભદ્ર ના કિલ્લા ના “મુખે” શ્રીહરિ ની અમદાવાદ મા – અંગ્રેજ અધિકારી હેરોન્દ અને ડનલોપ ના સહર્ષ આમંત્રણ થી ભવ્ય પધરામણી નું  પ્રદર્શન થયું. પાત્રો ના ડ્રેસ, સંવાદ, સેટ, એક્ટિંગ રસપ્રદ હતા. એ સમય ની અંગ્રેજ સરકાર ના આ અધિકારીઓ – પોતાના ગુજરાત વિચરણ દરમ્યાન એ સત્ય ના સંપર્ક મા આવ્યા કે- જે એક રાજદંડ ન કરી શક્યો- એ સામાજિક સુધારો- ઉચ્ચ ચારિત્ર્ય, કુરિવાજો પર રોક –    એ એક સહજાનંદે પોતાના પ્રભાવ થી કરી દેખાડ્યું હતું…..અને સરકાર માનતી હતી કે – સહજાનંદ સ્વામી કોઈક મોટા પુરુષ છે, ભગવાન છે  – એ સત્ય છે…..! પધરામણી ના સીન દરમ્યાન- સમગ્ર સભાખંડ તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠ્યો. ૫૦-૬૦ જેટલા એક્સ્ટ્રા કલાકારો ના તાલ-મંજીરા-ઢોલ-બેન્ડ ના અવાજે અદભૂત માહોલ ઉભો કર્યો- હું વિચાર મા પાડી ગયો કે – એ વખતે વાસ્તવ મા કેવો અદભૂત માહોલ હશે??????? નરનારાયણ દેવ મંદિર ની સ્થાપના પણ બતાવવા મા આવી….
ત્યારબાદ- આજકાલ અમદાવાદ ના વિચરણ પર પધારેલા પૂ. ડોક્ટર સ્વામી નું તેજ સ્વી પ્રવચન શરુ થયું. એમના પ્રવચન ની ખાસિયત એ હોય છે કે – એ શ્રોતાઓ સાથે સંવાદ જાળવી રાખે છે અને એમના અવાજ મા રહેલો જુસ્સો- જોશ મને પૂ. યોગીજી મહારાજ ની એ વાત યાદ કરાવે છે કે – કદીયે મોળી વાત ન કરવી…….! ડોક્ટર સ્વામી કહ્યું કે…..
  • બેપ્સ એક પરિવાર છે…….
  • સત્સંગ તિલક ચાંલ્લા થી શરુ થાય  છે પણ – એ શરૂઆત છે- અને આપણે આગળ વધવાનું છે……
  • ભગવાન મા અખંડ,અનંત વિશ્વાસ ખુબ જરૂરી છે…….અને હૃદય ની શુધ્ધતા એ માટે આવશ્યક છે…..
  • ભગવાન ની હાજરી જ બધા કાર્ય સંપન્ન કરાવે છે- આપણે તો નિમિત માત્ર છીએ- દરિયામાં એક ટીપા સમાન છીએ……
સભાને અંતે જાહેરાત થઇ કે – હવે પછી ની ઉદઘોષ સભા તા ૨/૧૧/૨૦૧૧ ના રોજ થાશે…….
તો ત્યાં સુધી- બધા ને જય સ્વામિનારાયણ……
સાથે રહેજો……
રાજ
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s