Raj Mistry's world

Me,my stories and world around….

મીસીસ મિસ્ત્રી…..

Leave a comment

આજકાલ અમારી ફેવરીટ ટીવી ચેનલ પર એક સીરીયલ તરખાટ મચાવી રહી છે…..મીસીસ તેંદુલકર…..! જો કે આ સિરયલ ને સચિન તેંદુલકર સાથે કોઈ રીસ્તો નાતો નથી, પણ મીસીસ તેંદુલકર ના નામે ઓળખાતા – સુહાસ તેંદુલકર નું પાત્ર પ્રખ્યાત છે. એમાં પત્ની નોકરી કરે અને પતિ – ઘર સંભાળે ( કદાચ દરેક પુરુષ ને આ થીમ પસંદ પડી શકે છે……પણ વાસ્તવ મા આ બહુ જ મુશ્કેલ જોબ છે ભાઈ…)..એ મુખ્ય થીમ છે. અને ખુબ જ રસપ્રદ- પ્રેરણાદાયક સીરીયલ છે- એમ કહી શકાય……આથી મારી અર્ધાંગિની એ પણ મારી ઘરકામ મા મદદ ને કારણે – મારું નામ ” મીસીસ મિસ્ત્રી” એમ વિચાર્યું……! પણ આ તો પુરુષજાત પર , આમ જુઓ તો હુમલો જ કહેવાય પણ – પત્ની સાથે ઘરમાં રહેવા નું પણ છે ને….! આથી લડવા નું પોસાય એમ નથી….આથી એની હા મા હા…અને ના મા ના…!  તો આમ કેમ થયું?….ઇતિહાસ તપાસવો પડે….તો જુઓ….

  • ઘરે મમ્મી ને વા ની તકલીફ આથી- ઘરે અમે બધા( પપ્પા, ભાઈ અને હું..) ઘર ના નાના મોટા કામ પહેલે થી જ કરતા- તેથી જ અમને કચરા-પોતું કે વાસણ ધોવા એ બધું નોર્મલ જ લાગે…..અને એ જ્ઞાન એ હવે કામ લાગે છે….
  • રસોઈ કળા તો આપણા મા ” ફૂટી ફૂટી ” ને ભરી છે- આપણ ને વાંચી વાંચી ને બધું રાંધતા આવડે- કોઈપણ આઇટમ આપણે બનાવી શકીએ- જો કોઈ ડીસ્ટર્બ ન કરે તો……! ફુલકા-રોટલી, ભાખરી, દાળ-બાટી, જલેબી બાટી( ???? – નવી શોધ છે ભાઈ…..), સ્વામિનારાયણ કઢી-ખીચડી , શાક-દાળ-ભાત – ભાઈ બધું જ આવડે…….
  • ફરાળી આઇટમ પણ આવડે- અને આપણી ખાસીયાત એવી કે – એક જ શાક તમને દર વખતે અલગ અલગ “સ્વાદ” મા જમવા મળે….!
  • લોકો ( સમદુખિયા) ની મને સલાહ છે કે – ઘરે પત્ની હાજર ન હોય તો – ઘર ની સાફ-સુફી કરી શકાય..કચરા-પોતું પણ થઇ શકે- પણ ફ્લેટ નું બારણું બંધ કરી ને……! આજુબાજુ ના પડોશીઓ ને ” ચર્ચા” નો મોકો નહી આપવા નો….!
  • હોસ્ટેલ મા ઘણા વર્ષો રહેલા- એટલે કપડાં ધોવા ના તો આપણે માસ્ટર….! રીના ને પણ છૂટ થી સલાહ આપી શકું….અને હવે તો વોશિંગ મશીન પણ વાપરતા આવડી ગયું છે…..એટલે ટેન્શન નથી……
  • મારા હાથ ની રસોઈ નો લાભ ઘણા સદનસીબ લોકો ને મળ્યો છે( …બધા હેમખેમ છે ભાઈ……)…અને હું રહ્યો વિચારે- વાર્તાને ક્રાંતિકારી માણસ- એટલે જમવાનું બનાવવા મા નવા પ્રયોગો કરતા જ રહીએ છીએ….( જેમ કે ભૂતકાળ મા –  મારા પ્રયોગો- માલપુઆ વગેરે…)
એટલે કહેવા નું તાત્પર્ય એટલું કે- માણસે જીવનમાં બધી તૈયારી રાખવી જોઈએ…..પુરુષ થઈને ઘરકામ- એ સારું લક્ષણ છે…..! આમે ય પત્ની ઓ ને આજકાલ- આવો જ પતિ વધારે પ્રિય છે……સમજ્યા….! સંદેશ મા એક લેખ આવ્યો છે- રસોઈ કળા અને ગુજરાતી મર્દ
તો જલસા કરો- અને જયારે ઘરે – પત્ની ન હોય ત્યારે- ગરમા ગરમ શીરો- હલવો-માલપુઆ – જેવી આઈટમો બનાવતા આવડતી હોય તો ” ભૂખે” ન મરાય…!
સાથે રહેજો…..અને જલસા કરતા રહો……હરિ અને હલવો- મીઠા જ હોય છે- હમેંશા…..!
રાજ
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s