Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૪/૦૯/૨૦૧૧

1 Comment

( પોસ્ટ લખ્યા તારીખ ૪/૦૯/૨૦૧૧)

સમય ના અભાવે આ વખતે- રવિવારે જ આ પોસ્ટ પ્રગટ કરવામાં હું જરા મોડો પડ્યો છું. હમણાં ની ભાગમભાગી ખુબ જ છે….શું કરી એ ” પાપી પેટ કા સવાલ હૈ ભાઈ…..”

તો, આજે અમે ઘરે થી નીકળીએ એ પહેલા એક જોરદાર ઝાપટું પાડી ગયું અને ક્ષણભર તો લાગ્યું કે આજે તો સભામાં નહી જ જવાય. મને તો પલળતા જવામાં વાંધો નથી પણ રીના ને એ પસંદ નથી…..અને એનો હુકમ તો  પાળવો જ  રહ્યો. તો અમે સમયસર મંદિરે પહોંચી ગયા અને ઠાકોરજી ના દર્શન કર્યાં.

આજના દર્શન.....

ગણેશોત્સવ પ્રસંગે- મંદિરે પણ ગણેશજી ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું છે…પણ મને દર્શન નો લાભ ન મળ્યો, કારણ કે ભીડ જ એવી હતી. સભામાં ગોઠવાયા ત્યારે કીર્તન ચાલી રહ્યું હતું. તે બાદ – પૂ. દીવ્યકીશોર સ્વામી ના મુખે, પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના સને ૨૦૦૮ ની સાલ ના વિચરણ ના પ્રસંગો નો લાભ મળ્યો……સાર હતો….

 • કે જીવન મા નાના મા નાના પ્રસંગો કે લોકો નો મહિમા જાણવો જોઈએ….
 • ભગવાન ને અખંડ રાખવા જોઈએ…..સાક્ષીભાવ જ શ્રેષ્ઠ છે….
 • સ્વભાવ જ બધે નડે છે…..સ્વભાવ સુધરે તો જ સત્સંગ આવે….
 • વ્યસનમુક્તિ એ એક સેવા જ છે…..અને સત્સંગ પ્રવેશ નું એક માધ્યમ છે….પૂ. પ્રમુખ સ્વામી મહારાજે – પોતાના વ્યસનમુક્તિ અભિયાન ના કારણે સામાન્ય જન-માણસ મા જે વિશ્વાસ પેદા કર્યો છે- તે વિષે એક સુંદર ઉદાહરણ દ્વારા વર્ણન થયું.

ત્યારબાદ સંતો ના મુખે- પૂ. ગુણાતીતાનંદ સ્વામી ની શ્રીજી ને – એક વીજળી ને ચમકારે , વરસતા વરસાદમાં – એક ઝલક ભર નિહાળવા ની તાલાવેલી ના વિશેનું એક કીર્તન ગવાયું….” દાદા ને દ્વાર ઉભા અક્ષર બ્રહ્મ ભીન્જતા….”..! ત્યારબાદ, મને ગમતું એક કીર્તન- ” હરિવર હીરલો રે…..” પૂ. બ્રહ્માનંદ સ્વામી દ્વારા શબ્દ -રચિત થયેલું પદ ગવાયું….અને સમગ્ર સભા પણ તાલ મા આવી ગઈ.

આજે , એક મહત્વ ની ઘટના એ બની કે- કથા- પૂ. ઈશ્વર ચરણ સ્વામી જેવા વિદ્વાન સંત ના મુખે થઇ. શ્રીહરિ ના ગઢડા ના વચનામૃતો – સંપ્રદાય મા ખુબ જ પ્રખ્યાત છે- એ પૈકી નું એક વચનામૃત ઉપાડી- એના પર એમણે વિસ્તાર પૂર્વક ચર્ચા કરી…..સંદેશ હતો….

 • સત્સંગ મા વૃદ્ધિ ને કઈ રીતે માપવી?…..તો સત્સંગ અભ્યાસ પહેલા નું મન અને સત્સંગ થયા પછી ના મન- નો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરવો….
 • મન ક્યાં કાચું છે…..હજુ મન મા શું “નડે ” છે….એ જાણવું….સમજવું…..
 • ભગવાન ની ભક્તિ – મહિમા સહીત જ કરવી…..માહાત્મ્ય વગર ની ભક્તિ કાચી રહે છે….નિષ્ઠા નથી આવતી અને જીવ – એક રૂપ નથી થતો….
 • ભગવાન મા દ્રઢ નિષ્ઠા રાખવા- હરિ ને અખંડ ધારવા માટે મન ની શુધ્ધતા એ પાયા ની શરત છે….મન નું નિર્વાસનિક પનું જ – અનિવાર્ય શરત છે. એના વગર ભક્તિ  માર્ગે આગળ વધાતું નથી.
 • ધના ભગત ના ઉદાહરણ ની જેમ- માયા ને – ભગવાન ન સમજવા- સાચું સુખ અને શાંતિ- એમાં છે જ નહી. પણ ભક્તિ કરવી તો – ઉકા ખાચર ની જેમ કરવી- હરિ અને એમના રાજીપા માટે – ઘસાઈ જવું.
 • તાજું ઉદાહરણ- સત્સંગ ની સમજણ નું- નૈરોબી ના હરીશભાઈ નો એક નો એક દીકરો અવસાન પામ્યો- છતાં પણ હરીશભાઈ એ સહેજ પણ દુઃખ લાવ્યા વગર- એની સ્મશાન યાત્રા – બેન્ડબાજા સાથકાઢી- સાંત્વના આપવા આવેલા સ્નેહીઓ ને સાકર અને શીરો જમાડ્યા…..આમ , મૃત્યુ ના શોક પર સત્સંગ ની સાચી સમજણ થી વિજય મેળવ્યો.

ત્યારબાદ જાહેરાત થઇ કે – પૂ. ઈશ્વરચરણ સ્વામી- ૧૦ સપ્ટે. થી લંડન , વિચરણ મા જવાના છે. લેસ્ટર મા – મંદિર ની વિધિ માટે ત્યાં જ છે.સાથે યોગીસ્મરણ સ્વામી પણ ત્યાં હશે. એ સિવાય અન્ય જાહેરાતોમાં…..

 • અમેરિકા થી ૬૭ હરિભક્તો- રોબીન્સ્વેલી મા બંધાનારા અક્ષરધામ ના શીલા પૂજન- બાપા ના હસ્તે કરાવવા માટે ખાસ- બધા સામાન સાથે મુંબઈ પધાર્યા હતા…..જુઓ નીચેનો ફોટો- અમેરિકા નું અક્ષરધામ આવું હશે…….
 • US Akshardham- Robinnsvelle, New Jersey, US

 • ૮ સપ્ટે. ના રોજ જળ ઝીલની નો ઉત્સવ છે- આથી બપોરે મંદિરે જ સભાગૃહ મા પૂજા વિધિ અને સભા નો લાભ મળશે- એ દિવસે નિર્જળા ઉપવાસ ભૂલવા નો નથી…….
 • નવા વર્ષ-૨૦૧૨ ના કેલેન્ડર આવી ગયા છે- સ્વામીશ્રી નો- વિચરણ  પ્રસંગમ ૧૦ – નવો અંક બહાર પાડી ગયો છે.
 • જૂની એડવાન્સ મિલ ના કમ્પાઉન્ડ મા- સામે ખુલેલી – પ્રમુખ સ્વામી હોસ્પિટલ મા ડેન્ટલ ડીપાર્ટમેન્ટ ચાલુ થઇ ગયો છે- કાલ થી જ બધી સેવાઓ મળશે. આ સિવાય- હોમીઓપથી ડોક્ટર્સ પણ મળશે.

સભાના અંતે- મુંબઈ મંદિર મા યોજાયેલા- અમેરિકન અક્ષરધામ ની શીલા પૂજન વિધિ ના વીડીઓ દર્શન થયા. સ્વામીશ્રી અને હરિભક્તો નો ઉત્સાહ જોતા જ બનતો હતો. ખુબ જ સરસ દર્શન થયા.

બસ, હવે હરિ ને પ્રાર્થના કરીએ કે – સમગ્ર દુનિયામાં – અક્ષરધામ જેવી જ શાંતિ-સુખ-સંસ્કાર છવાય…..બધા ને સુખ- શાંતિ આવે….અને આપણે સાચા અર્થ મા – ભગવાન- ભક્ત-સત્સંગ નો મહત્વ સમજી- જીવન ને જ અક્ષરધામ બનાવી શકીએ………

બસ -હરિચરણ મા અને હરિ ના રાજીપા મા જે સુખ છે- એવું  ક્યાંય નથી……એ સત્ય સમજાય એટલે બસ……..

જય સ્વામિનારાયણ….

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા- તા ૪/૦૯/૨૦૧૧

 1. ur work is good….

  but photo is cliking on state line…………….

  jay swami narayan……..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s