Raj Mistry's world

Me,my stories and world around….

અનુભવ આજકાલ ……

Leave a comment

એક જાણીતી અને પ્રખ્યાત કહેવત-” અનુભવ ..જેવો શિક્ષક કોઈ નથી..”..! સાચી વાત છે, કારણ કે જાત અનુભવ સિવાય સમજાતું નથી કે – વાત શું છે….ચીજ શું છે કે જિંદગી શું છે???? બસ કરોડો ની ભીડમાં પોતાને શોધવા નો પ્રયાસ એટલે અનુભવ…!

તો વધારે – તત્વજ્ઞાન મા ઘૂસવું નથી….પણ આ અઠવાડિયા મા – અનુભવ કેવા રહ્યા…….

  • બસ જીવનમાં આવન-જાવન ચાલુ છે- કદાચ સ્થિરતા – જીવન ને મજબુત નથી બનાવતું- આથી અમદાવાદ-મુંબઈ ના ફેરા ચાલુ છે. હવે તો શતાબ્દી ના એટેન્ડન્ટસ પણ ઓળખતા થઇ ગયા છે.
  • જીવનમાં- ત્રીજી વાર નિર્જળા ઉપવાસ કરવામાં આવ્યો. એ પણ કામ-કાજ- મીટીંગ મા વ્યસ્તતા વચ્ચે. અને સાબિત કર્યું કે – શરીર ને પીડા- તકલીફ એ મન પર છે…..મન ના ભાવ છે……. મન મજબુત હોય તો – બધું જ શક્ય છે. હવે વધુ પ્રયોગ થાશે……હરિ કાજે- બધું જ શક્ય છે….
  • મુંબઈ મા – ગણેશોત્સવ પુરજોશમાં હતો અને વિસર્જન પણ એટલી જ જોર થી ચાલતું હતું.  પણ એ જ વાત જેમ દર વર્ષે ખૂંચે છે એમ……આપણે શા માટે –  ગણેશ જી ની કાયમી મૂર્તિ બનાવી…એનું દર વર્ષે સ્થાપન( એટલે કે મંડપ-આસન પર વિધિપૂર્વક સ્થાપન) – અને એની પૂજા કેમ નથી કરતા? વિસર્જન કરતા – વિસ્થાપન( એટલે કે ભગવાન ની મૂર્તિ ને આસન પર થી ઉઠાવી- સલામત જગ્યા એ- આવતા વર્ષ માટે મૂકી દેવા ની…) શા માટે શક્ય નથી? ૩-૭-૧૦ દિવસ જેને તન-મન-ધન થી પૂજ્યા હોય એને નદી-નાળા કે દરિયા મા યેનકેન પ્રકારે તોડી-ફોડી ને ડૂબાડવાના??? વિસર્જન કરવાના??? અવાજ- પાણી નું પ્રદુષણ ફેલાવવા નું???
  • આજે અમદાવાદમાં – સાંજે ખરીદી માટે પેન્ટાલુન અને રિલાયન્સ મોલ મા જવામાં આવ્યું- એક પરિવર્તન ગમ્યું……પ્લાસ્ટિક બેગ હવે નથી અપાતી….જો જોઈએ તો બે કે પાંચ રૂપિયા એક્ષ્ટ્રા આપવા ના……! લાંબુ વિચારો તો – બધા માટે ફાયદો જરૂર દેખાશે…
  • નવી ગાડી નો રજી. નંબર આવી ગયો છે….નંબર પ્લેટ લાગી ગઈ છે ……..બસ શ્રીજી ની દયા છે…..અને શ્રીહરિ ને પ્રાર્થના છે કે – ભલે એની દયા થી આપણે હવામાં ઉડીએ પણ પોતાની ” ઔકાત” ક્યારેય ન ભુલાય…! આપણે તો નિમિત્ત માત્ર છીએ…..અને જે પણ કર્મ થાય- જીવાય એ – એમના રાજીપા માટે જ જીવાય એટલે ભયો-ભયો…….!
  • અત્યારે ટીવી પર ” સિંઘમ” ફિલ્મ ચાલી રહી છે…..ભ્રષ્ટાચાર-અનાચાર-દુરાચાર નો વિરોધ થવો જ જોઈએ……ભલે શરૂઆત નાની હોય પણ- અદમ્ય ઈચ્છા શક્તિ અને સાહસ જ મનુષ્ય ને સફળ બનાવે છે…….
તો અનુભવે જ – જીવન ઘડાય છે……અને આપણે પ્રતિ ક્ષણ એ જ કરી રહ્યા હોઈએ છીએ…..! જીવન મા વહેતા રહો પણ પ્રવાહ સ્થિર રાખો…..કારણ કે આપણે અહીં સ્થાઈ થવા નથી આવ્યા…..પણ પરમાત્મા ની રચના ને અનુભવવા- માણવા-સમજવા અને જીવન ને સાર્થક કરવા આવ્યા છીએ……
ચાલો ત્યારે……આમેય શનિ-રવિ હમેંશા ટૂંકા જ હોય છે…….
રાજ
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s