Raj Mistry's world

Me,my stories and world around….

મુંબઈ નામા..

Leave a comment

આજકાલ હવે મુંબઈ રહેવા નું વધતું જાય છે અને ક્યારેક તો લાગે છે કે – મુંબઈ હવે બીજું ઘર થઇ ગયું છે…પણ અંગત રીતે કહું તો – મને મુંબઈ ની હાઈ-પ્રોફાઈલ ,ફાસ્ટ જિંદગી પસંદ નથી….આપણે માટે તો અમદાવાદ જ શ્રેષ્ઠ ….! કારણ….તો સાચા ગુજરાતી જ જાણે…! પણ આ અમદાવાદી રક્ત વધારે ગાઢું છે….શરીર એક વાર છૂટી શકે છે પણ એ અમદાવાદી ધૂળ ની સોડમ જીવે કરી ને ન છૂટે…..!

અને ઘણીવાર લાગે છે કે – અમદાવાદ અને મુંબઈ મા ફર્ક એ વૈચારિક છે. અને વિચારો જ મનુષ્ય ની રહેણી-કરણી-આચાર ઘડે છે….તો શું ચાલે છે આજકાલ મુંબઈમાં…..

  • જીવન કદાચ વધુ ફાસ્ટ અને વ્યસ્ત જઈ રહ્યું છે ..લાગે છે કે કલાક કદાચ ૪૦ મીનીટ નો થઇ ગયો છે….
  • ઘણીવાર એવું લાગે છે કે – મુંબઈ ના ટેક્ષી વાળા ને કમાવવા ની “તત્પરતા” નથી….હાથ લંબાવો પણ કોઈ ટેક્ષી વાળો સરળતા થી નથી આવતો….( કદાચ જગ્યા-સમય નું પણ કારણ હોઈ શકે છે) જયારે અમદાવાદ મા વગર હાથ લંબાવે- ઢગલો રીક્ષાવાળા – ગીધ ની જેમ તમારી આસપાસ મંડરાવા નું શરુ કરી દે છે…..!
  • ટ્રાફિક – રાક્ષસી છે પણ દિલ્હી જેટલો ધીમો -ભરચક નથી…..
  • રાજકારણીઓ ના ફોટા એટલા બધા હોય છે કે – જાણે પોસ્ટર નાનું પડે છે ….ભવિષ્ય ની ડીજીટલ સ્ક્રોલર જેવી ટેકનોલોજી કામ લાગે..( ધંધા ની તક દેખાઈ….અમદાવાદી મગજ….ગુજરાતી લોહી….)
  • આજકાલ – ગુજરાત મા ઉપવાસ ની સીઝન ચાલી રહી છે……તો મુંબઈ શું વિચારે છે????? મારી ચર્ચા પ્રમાણે- અહીં પણ મોદી નો દબદબો છે…..જોઈએ- ખજુરીયા-હજુરીયા-ઉપવાસીયા- “વાસી” યા- કોન્ગ્રેસિઆ …..શું કરે છે????
મારું પ્રિય સ્થળ કે જ્યાં મારું મન-હૃદય સહજ જ દોરવાય છે….તે દાદર મંદિર અને મારા હરિ ના દર્શને જવાયું નથી…..પૂ. સ્વામીશ્રી પણ ત્યાં છે અને એમના દર્શન હવે સહજ નથી રહ્યા….જોઈએ હવે હરિ ઈચ્છા શું છે????
રાજ
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s