Raj Mistry's world

Me,my stories and world around….

BAPS મુંબઈ-રવિસભા-તા ૧૮/૦૯/૨૦૧૧

Leave a comment

આજે ઘણા સમય બાદ , રવિવારે પુનઃ મુંબઈ હતો. ચાર વાગ્યે બધું કામકાજ પૂરું કરી – કુર્લા સ્ટેશન થી દાદર ભાગ્યો. આમ તો ટેક્ષી મા જવાની ઈચ્છા હતી પણ મને થયું કે લાવો ને જરા ટ્રેન મા જઈએ…..પણ રવિવારે આટલી બધી ભીડ??? મે વિચારી ન હતી અને જેમ મે પહેલા મારા બ્લોગ મા લખ્યું હતું એમ -મુંબઈ ની ટ્રેન્સ મને ગ્રેવીટી રોલર્સ જેવી લાગી છે…..તમારી કસોટી થઇ જાય, એની ગેરંટી..!

મંદિરે પહોંચ્યા પછી લાગ્યું કે ચાલો મંદિરે માત્ર દર્શન નો લાભ લઇ ને નીકળી જઈએ પણ પછી થયું કે રવિસભા નો લાભ તો લેવો જ જોઈએ- કારણ કે પૂ. સ્વામીશ્રી પણ અહીં છે, અને મોટેરા સંતો પણ છે આથી , સભા અનેરી જ હશે.

અક્ષર-પુરુષોત્તમ

ઘનશ્યામ મહારાજ- દાદર મંદિર

અને એવું જ થયું. સભા ની શરૂઆત , કીર્તન થી થઇ. આજની સભા – પૂ. શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ પર્વ પર આધારિત હતી. આથી કીર્તન પણ એમની સેવા નું જ હતું.  પૂ. શાસ્ત્રીજી મહારાજ ની જીવન ગાથા , એ એક તેજ થી ભરેલી , શ્રીહરિ માટે જીવાયેલી….એક સિધ્ધાંત ખાતર લડાયેલી…હતી.  ” અક્ષર પુરુષોત્તમ ” નો સિધ્ધાંત- એ હરિ ની ઈચ્છા હતી અને પૂ. ગુણાતીતાનંદ સ્વામી જેવા અનાદી અક્ષર દ્વારા છડેચોક   ચર્ચાયેલી હતી. પૂ. ભગતજી મહારાજે- એને નવા આયામો આપ્યા અને સંપ્રદાય મા – બળ પૂર્વક – શાસ્ત્રો ના સહારા થી પ્રસરાવી. તો શાસ્ત્રીજી મહારાજે એને મૂર્તિમંત કરી. શ્રીહરિ ના વચનો ના સાર ને – મૂર્તિમંત કરી- મોટા વિરોધ વચ્ચે- અનેક અપમાનો- હુમલાઓ વચ્ચે પણ ટકી રહી ને ગગનચુંબી મંદિરો બાંધી- મધ્ય શિખરમાં નર-નારાયણ( અર્થાત- ભક્ત અને ભગવાન- અક્ષર અને પુરુષોત્તમ)  ની મૂર્તિ ની પ્રતિષ્ઠા કરી – સ્વામિનારાયણ સંપ્રદાય ને નવા આયામો આપ્યા………..!

તો સભા ની શરૂઆત મા પૂ. અખંડ કીર્તન સ્વામી( સારંગપુર) દ્વારા કીર્તન થયું( જય જય યજ્ઞપુરુષ…..) અને ત્યારબાદ- નવયુવાન સંતો દ્વારા પૂ. શાસ્ત્રીજી મહારાજ ના જીવન ચરિત્ર અને ગુણ પર વક્તવ્યો થયા. અમુક મુદ્દા…..

  • આદર્શ ગુરુ ભક્તિ- પર પૂ. અક્ષરચરિત્ર સ્વામી એ વક્તવ્ય કર્યું અને વર્ણવ્યું કે – ભગતજી મહારાજ ના સમાગમ માટે- પૂ. શાસ્ત્રીજી મહારાજ નો કેવો દાખડો હતો.  ભગતજી મહારાજ નો પક્ષ એ બળ થી રાખતા અને એમના પ્રત્યે નું અનંત હેત- અનેક વાર સંપ્રદાય ના પ્રસંગો મા જોઈ શકાય છે….
  • પૂ. મંગલવર્ધન સ્વામી( પૂર્વાશ્રમ મા અમેરિકા ના રહેવાસી અને શિકાગો મા એન્જીનીયર થયેલા) સ્વામીએ જણાવ્યું કે – પૂ. શાસ્ત્રીજી મહારાજે – કઈ રીતે અક્ષરપુરૂષોતમ સિધ્ધાંત ને જગ્વ્યાપી બનાવ્યો….અનેક ઉદાહરણો આપી ને સમજાવ્યું કે – શાસ્ત્રીજી મહારાજ ની અત્યંત વિદ્વતા અને પ્રખર બુદ્ધી પ્રતિભા ને કારણે- રામચંદ્રભાઈ, રંગચાર્ય જેવા અનેક વિદ્વાન વ્યક્તિઓ ને – આ સિધ્ધાંત મા ખેંચ્યા….શાસ્ત્ર આધારિત દલીલો અને ચર્ચા થી – પોતાની વાત અને હરિ ના અક્ષરપુરુષોત્તમ પક્ષ ને ફેલાવ્યો.
  • પૂ. યોગીનયન  સ્વામી અને પૂ. ધર્મજ્ઞ સ્વામી એ  જણાવ્યું કે – આવા મજબુત શાસ્ત્રીજી મહારાજ નું હૃદય – પોતાના સત્સંગીઓ- હરિભક્તો માટે કેટલું નરમ હતું……પોતાને શરીરે અત્યંત તકલીફ હોવા છતાં- એ ભક્તો ને રજી કરવા એમના ઘરે પધરામણી કરતા…અને આ પધરામણી ઓ રાત્રે બે વાગ્યા સુધી પણ ચાલતી….આખા દિવસ મા માત્ર ત્રણ-ચાર કલાક તો માંડ આરામ મળતો…..આમ શરીર નો આરામ જોયા વગર- રાતદિન- ભગવાન ખાતર – શાસ્ત્રીજી મહારાજે ખુબ દાખડો વેઠ્યો હતો….એ જાહેર મા કહેતા કે – અમે તો અક્ષરપુરુષોત્તમ ના બળદીયા છીએ…..
ત્યારબાદ- પૂ.વિવેકસાગર સ્વામી એ જણાવ્યું કે – એ જમાના મા શાસ્ત્રીજી મહારાજે કેટલો ભીડો વેઠ્યો હતો અને સિધ્ધાંત ખાતર- પોતાના તન-મન ની પરવા સહેજે કરી ન હતી. આંબલી વાળી પોળ ,અમદાવાદ મા જયારે એમણે – માત્ર ૨૮ વર્ષ ના નારાયણસ્વરૂપ દાસ ને સંસ્થા ના પ્રમુખ બનાવ્યા- ત્યારે અભય વચન આપતા કહ્યું હતું કે – અમે છીએ જ……અને પ્રમુખ સ્વામી – એ કાયમ માટે છે…..આ સંસ્થા કાયમ માટે છે…..! આમ, પૂ. શાસ્ત્રીજી મહારાજ ની દુરંદેશી – આજે સત્ય સાબિત થઇ છે અને પૂ. પ્રમુખ સ્વામી મહારાજે – સ્વામિનારાયણ સંપ્રદાય- હિંદુ ધર્મ- ભરત ને સમગ્ર દુનિયામાં આધ્યાત્મિક સર્વોચ્ચતા આપી છે. અક્ષર-પુરુષોત્તમ ના ધ્વજ આજે દુનિયા ના ખૂણે ખૂણે ફરકી રહ્યા છે…….!
મુંબઈ નો સભાગૃહ જરા નાનો પડે છે પણ હરિભક્તો નો ઉત્સાહ જોવા જેવો છે. વચ્ચે શ્રાવણ માસ મા થયેલી- ” પારાયણ સ્પર્ધા” ના વિજેતા ઓ ને ઇનામ અપાયા – એ વખતે- એ ભક્તો ના મુખ પર આનંદ અને હર્ષ ના હાવભાવ અદભૂત હતા. સાથે અમુક જાહેરાતો પણ થઇ…..
  • આવતી મુંબઈ ની રવિસભા – બાળ પારાયણ પર છે…..
  • છપૈયા – મહાધામ નો પ્રવાસ – કિશોર-કિશોરીઓ માટે ગોઠવાયો છે- ૧૦ દિવસ- ૧૧ રાત્રી( ????) હવાઈ-રેલમાર્ગ-બસ દ્વારા આ પ્રવાસ થવાનો- અને એમાં જયપુર થી માંડી ને- મથુરા-વૃંદાવન-હરિદ્વાર-ઋષિકેશ-દિલ્હી સુધી નો પ્રવાસ – છપૈયા ને મધ્ય મા રાખી ને થાશે. ૯૫૦૦ રૂપિયા ભાડું- બધા ખર્ચ માટે વધારે ન કહેવાય……આવતા રવિવાર થી બુકિંગ ચાલુ થાશે.
ટૂંક મા આજની સભા સારી રહી- અમદાવાદ ને મિસ – એટલું બધું ન કર્યું……હરિ બધે જ છે….અખંડ છે….સર્વસ્વ છે…..
પૂ. પ્રમુખ સ્વામી ના દર્શન ન થયા- એનું દુઃખ છે……..
જય સ્વામિનારાયણ….
રાજ
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s