Raj Mistry's world

Me,my stories and world around….

સુરતી લોચો

Leave a comment

તો આ વખતે- ઘણા અંતરાલ બાદ ફરીથી સુરત મા હતો. સુરત મને હમેંશા આકર્ષિત કરતુ રહ્યું છે- ક્યાંક મુંબઈયા લટકા ની અસર તો એજ અમદાવાદી કે ગુજરાતી મિજાજ…..ધૂળ મા જાણે કે હીરા ની ચમક તો એના હવાના ઝોકામાં ક્યાંક સિલ્ક ની સાડી નો ફરફરાહટ…….! સુરત ની ઘણી બધી વ્યાખ્યાઓ છે પણ ” સુરતી લાલા” એમ બોલીએ એટલે એ બધી વ્યાખ્યાઓ જાણે કે બાષ્પીભૂત થઇ જાય છે…..!

મારી ટેવ એવી કે ( ટીપીકલ ગુજરાતી જેવી) દુનિયામાં ગમે ત્યાં ફરતા હોઈએ પણ- જમવાનું તો ગુજરાતી જ જોઈએ…! આથી સુરત તો જમણ માટે પ્રખ્યાત છે આથી એક દિવસ “સાસુમાં” મા જમવા ગયા પણ સાચું કહું તો જમવા ની મજા ન આવી. અસલ ગુજરાતી થાળી જેવું ન લાગ્યું. મને પેલા જીવરામ ભટ્ટ ની વાર્તા યાદ આવી ગઈ…….તો જ્યાં સુધી સબડકા ન સંભળાય ત્યાં સુધી ગુજરાતી શુધ્ધ ભોજન જમ્યા હોઈએ એવું ન લાગે….!!  “સાસુમાં” મા જમ્યા પછી થોડીવાર તો મને પેટ નું ટેન્શન થઇ ગયું….! સાચું કહું તો મને – સ્ટેશન સામે ના પુરોહિત મા જમવા ની જે મજા આવે છે એવી મજા તો ક્યાંય નથી આવતી. બે-ત્રણ શાક થી વધારે કોઈ વધારે શાક ની ઝંઝાળ નહી- સ્વાદ અસલ ગુજરાતી અને કોમ્બીનેશન – તમારો મૂડ ખરાબ ન કરે એવું…..!

છેવટે કામ કાજ વચ્ચે- સમય મળતાં ” પ્યાસા” ની ચા પીવા ગયા. મજુરા ગેટ પાસે – આની ચા પ્રખ્યાત છે….મે ત્યાં ચા પીવા નો નિર્ણય કર્યો અને રોજીંદી ટેવ ની જેમ વિનંતી કરી કે – મને પ્લાસ્ટિક ના ડિસ્પોઝેબલ કપ મા ચા આપો- પણ મારા આશ્ચર્ય  વચ્ચે- એને ફગાવી દેવામાં આવી- અને કહેવા મા આવ્યું કે ” અમારે ત્યાં તો આ કપ-રકાબી ” મા જ ચા મળે- પ્લાસ્ટિક નો કોઈ રીવાજ નથી…!

pyasa's tea..Surat

પણ ચા છેવટે પીધી- અને ગમી- છતાં- IIM અમદાવાદ ના ઝાપા સમે ની ચીન્ટુ ની ચા જેવી ન લાગી….!

તો આજે મેળ પડતાં જ – ઘોડદોડ રોડ પર ” જાની નો લોચો” ખાવા ગયા. દુકાન મોકા ની જગ્યા એ છે અને લોચા ( કેમિકલ નહી…..કાર્તિકભાઈ….) ખરેખર લોચા જ હતા. ખમણ કે ઢોકળા ને છીણી ને જે લોચો બને એને તેલ/બટર/ચીઝ અને સેવ ની સાથે – ચટણી મિલાકે લેવામાં આવે છે. લાગે છે ટેસ્ટી- એ તો સ્વીકારવું જ રહ્યું. આ દુકાન ના માલિક- અમિત ભાઈ જાની સાથે વાત થઇ. એમના વિચાર સારા છે અને “લોચા” નું ભવિષ્ય ઉજ્જવળ છે – એવું લાગ્યું.

Jaani's Locha- Surat

Locha hi Locha..!

એક સત્ય તો છે- લોકો ની જીભ ને શું ગમે છે? જો એ પારખતા આવડે તો – તમે એમને કંઇ પણ ખવડાવી શકો છો………એ સુરત મા થી શીખાય….! તો એક વાર જાની ભાઈ ના લોચા નો સ્વાદ લેવા જેવો ખરો….! બપોરે  લંચ અમે – મુંબઈ- પરોઠાઝ મા લીધું……એમાં પણ મજા આવી…….! છતાં પુના ના પરોઠા હજુ યાદ આવે છે……સ્વાદ અને જીભ ના આ ચટકા – કદાચ ક્યારેય અટકવા ના નથી……પણે એમાં બિચારા પેટ પ્રત્યે પણ દયા રાખવી પડશે…!

અને છેલ્લે મૂળ વાત……ફરી ફરી ને એ જ વાત- સુરત મને ગમવા નું કારણ- શ્રીજી મહારાજ નું વિચરણ હતું…..અરદેશર ઈરાની ની ઉત્તમ સરભરા અને શ્રીજી ની અહીં પધરામણી- આજે પણ- બસો-અઢીસો વર્ષ પછી પણ- જયારે જયારે સુરત માં પગ મુકું ત્યારે- એની હવા સાથે મનમાં -છવાઈ જાય છે……! આ પણ હરિ ની દયા છે અને હું કદાચ- મારા આ સ્વભાવ કે ટેવ કે આદત કે સંસ્મરણ ને ક્યારેય ભૂલવા નથી માંગતો….!

હરિ- સ્વાદિષ્ટ ભોજન- સુરતી લોચો……….કોમ્બીનેશન- એક અદભૂત લોચો છે…..કદાચ આ લોચો – લોચો હોવા છતાં મને ગમ્યો છે….!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s