Raj Mistry's world

Me,my stories and world around….

પૂ.બ્રહ્મવિહારી સ્વામી- Power of imagination

1 Comment

આ રવિવારે હું રવિસભા મા ન જઈ શક્યો અને આવતા રવિવારે પણ કદાચ ન જઈ શકાય. જીવન કઠીન છે તો મન ની એષણાઓ ,એના કરતા પણ કઠીન છે …જગત ક્યારેક તદ્દન મિથ્યા લાગે છે તો ક્યારેક , એ મારા માટે જ સર્જાયું હોય એમ લાગે છે……આ બધા મન ના કોશેટા છે, મન મા મેલેનોઝાઈમ્સ ની ડેન્સિટી વધારે છે આથી આ બધા રંગીન માયાજાળ નો અનુભવ થાય છે !

પણ ગઈકાલે ( અર્થાત સોમવારે), રવિસભા ગુમાવ્યા નો રંજ જરા ઓછો થઇ ગયો- કારણ કે પૂ. બ્રહ્મવિહારી સ્વામી જેવા પ્રખર વક્તા નું, અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન મા પ્રવચન હતું. પૂ. સ્વામી ને સંભાળવા , એક મોટો લ્હાવો છે. આમ તો , મહારાજ અને સ્વામી ની દયા થી….પ.પૂ. પ્રમુખ સ્વામી ની પ્રેરણા થી બેપ્સ મા , વિદ્વાન સંતો નો તોટો નથી , પણ અમુક સંતો ને સંભાળવા , એમનો સમાગમ કરવો- એટલે કે મન – હૃદય ને ગંગાજળ મા પવિત્ર કરવું. કોઈ ની વાણી થી જિંદગી મા અણધાર્યા….વણ વિચાર્યા પરિવર્તનો આવતા હોય છે…..એનો આ પુરાવો છે. મે એનો તાદ્રશ્ય અનુભવ કર્યો છે.

AMA - P. Brahmvihari swami

તો પ્રવચન નો વિષય હતો- કલ્પના ની શક્તિ….( Power of imagination)….. AMA  દર વર્ષે, સુજ્ઞ શ્રોતાઓ માટે અધ્યાત્મિક-વૈજ્ઞાનિક-સાહિત્યિક પ્રવચનમાળા ગોઠવે જ છે અને છેલ્લા અમુક વર્ષ થી હું આને એટેન્ડ કરું જ છું. તો, આજે સવારે થી જ પ્લાનીંગ ફિક્ષ્ હતું. હું એને ગુમાવવા માંગતો ન હતો. રીના ને પણ સાથે લઇ જવા ની ઈચ્છા હતી, પણ સમય ના અભાવે એ ન આવી શકી. સાંજે ૬ વાગ્યે હું , ત્યાં પહોંચ્યો , તો ભીડ જોઈ ને આશ્ચર્ય ચકિત થઇ ગયો. આ વખતે સ્ત્રીઓ નું પ્રમાણ કંઇક વધારે જ હતું અને AMA ના બધા હોલ, ખીચોખીચ ભરાઈ ગયા હતા. મને હરિ દયા થી, આગળ ની હરોળ મા જ બેસવા નું મળ્યું….લોકો બે સીટ ની હરોળ વચ્ચે, નીચે બેસી ને સાંભળવા આવ્યા હતા…..!! બ્રહ્મવિહારી સ્વામી, પ્રેમવદન સ્વામી અને અન્ય સંતો, તથા મુકેશભાઈ પટેલ ( ટેક્ષ કન્સલ્ટન્ટ, વકીલ) આવ્યા અને સ્વામીજી નું પ્રવચન ૬.૩૦ એ શરુ થયું અને છેક ૮.૧૫ સુધી , એમની શાંત પણ તેજસ્વી વાણી નો ધોધ વરસતો રહ્યો………અને અમે બધા ભીંજાતા રહ્યા……તરબોળ થતાં રહ્યા………અને તાળીઓ નો સતત ગડગડાટ – કાન ની ક્ષમતા ને રૂંધી નાખે એવો હતો…..કદાચ- સ્વામી ના આ પ્રવચન નો પ્રભાવ જ કંઇક ઔર હતો. સભામાં પૂ. અધ્યાત્માનંદ જી પણ આવ્યા હતા…..એ પણ સંપૂર્ણ પણે પ્રભાવિત લગતા હતા. ચાલો જોઈએ એના અમુક  અંશ…….

On live screen - P.Brahmvihari Swami

 • કલ્પના ની શક્તિ- જ્ઞાન કરતા પણ વધારે છે…….કેવળ જ્ઞાન કામ લાગતું નથી…
 • આઈન્સ્ટાઈન, એડીસન, ચર્ચિલ , જે.કે. રોલિંગ- પોતાના જીવન મા અસંખ્ય વાર નિષ્ફળ ગયા હતા……સમજે એમને – સાવ નકામા ઘણી ફેંકી દીધા હતા- છતાં – એમની કલ્પના શક્તિ એ- એમને મહાન કર્યો કરવા પ્રેર્યા અને જે અન્ય ન કરી શક્ય એ , એમને કરી બતાવ્યું……
 • જો કલ્પના શક્તિ થી આખી દુનિયા બદલી શકાતી હોય તો, આપણી અંદર ની દુનિયા કેમ નહી????? બધું જ શક્ય છે….
 • તમે જેવું વિચારો છો..એવું જ કરો છો અને જેવું કરો છો- તમે એવા જ બની જાવ છો…….આથી પોતાના વિચારો- કલ્પનાશક્તિ ને સકારાત્મક બનાવો…..
 • લોયા ૭ ના વચનામૃત નું ઉદાહરણ આપતા કહ્યું કે – સ્વયં મહારાજ કહે છે કે ” ઇન્દ્રિયો, અંતકરણ તથા અનુભવ – એ ત્રણે કરી ને યથાર્થ પણે ભગવાન ને જાણે -ત્યારે પુરો જ્ઞાની કહેવાય…..” એમ કલ્પના શક્તિ મનુષ્ય ને વામન મા થી વિરાટ બનાવી- મોક્ષ ના અધિકારી પણ બનાવી શકે છે….
 • અનિયંત્રિત કલ્પના શક્તિ- વિનાશ નું…પતન નું કારણ બને છે….આથી શાસ્ત્રો, વાંચન, ગુરુ , સત્સંગ, ભગવાન  ને આધારે- એને નિયંત્રીટ કરી યોગ્ય દિશામાં લઇ જઈ શકાય છે……
 • તમારા પોતાના પરિવાર મા પણ- તમે તમારા વિચારો કે કલ્પના શક્તિ ને સકારાત્મક બનાવી- વર્તી જુઓ…..એક ઘર શાંત-આદર્શ ઘર મા પરિવર્તિત થઇ જાશે……
 • પૂ. પ્રમુખ સ્વામી અને પૂ. યોગીજી મહારાજ ના જીવન ના દરેક પ્રસંગો- એજ દર્શાવે છે કે – એક સકારાત્મક વિચાર….કેટલા ની જિંદગી બદલી શકે છે…..એમની સાથે નો એક ક્ષણ નો પણ સીધો કે પરોક્ષ સમાગમ પણ જીવન પરિવર્તન આણી શકે છે…..
 • વિચારો જ મનુષ્ય ને બનાવે છે……આથી હમેંશા ઊંચું વિચારો….સકારાત્મક વિચારો….બીજાના ભલા માટે વિચારો……બધા ના વિકાસ માટે વિચારો…..પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ના – એક ઉત્તમ વિચાર, ભાવના એ – અક્ષરધામ હુમલા પછી ના મોટા રીએક્શન ને રોકી દીધું….બદલા ની ભાવના નિર્મૂળ કરી નાખી…….
 • હમેંશા કાર્ય પહેલા ની કલ્પના શક્તિ ખીલવો….કાર્ય થયા બાદ ની કલ્પના શક્તિ અને પરિસ્થિતિ ને વાગોળવી એ યોગ્ય નથી…..
 • કલ્પના શક્તિ- સામાજિક કલ્પના, આધ્યાત્મિક કલ્પના, સાધના, પ્રાર્થના , ક્ષમા ની ભાવના- એ પર આધારિત છે….કાર્યાન્વિત છે…..
 • જો તમારી કલ્પના શક્તિ સ્થિર નહી હોય તો તમારી દ્રષ્ટી સ્થિર નહી હોય અને અંતે તમારો ધ્યેય પણ સ્થિર નહી હોય…..આથી તમારી માનસિકતા જ તમારું વર્તન ઘડે છે…….બધું તમારા હાથ મા છે…..

અંતે સભા પૂરી થતાં પહેલા પૂ. બ્રહ્મવિહારી સ્વામી એ કહ્યું કે – આવતી કાલે , હું તમારા બધા માટે , મંદિર મા પ્રાર્થના કરીશ કે તમારું કલ્યાણ થાય……અને સમગ્ર સભા ખંડ- તાળીઓ ની ગુંજ થી ભરાઈ ગયો……કાન પણ જાણે કે બહેરા થઇ જાય એટલો મોટો અવાજ હતો…..અને મારું હૃદય થોડીવાર તો “ગર્વ” થી ભરાઈ ગયું કે – હું બેપ્સ નો સત્સંગી છું….આ સંસ્થા સાથે સંકળાયેલો છું….અને આવા સંતો અમારી સંસ્થામાં છે….આવા ગુરુ અમારા માર્ગ દર્શક છે…..આવા ઇષ્ટદેવ અમારા યોગ ક્ષેમ નું વહન કરવા બેઠા  છે….!

(આજ ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની અમદાવાદ આવૃત્તિમાં આ પ્રવચન    વિષે લેખ આવ્યો છે…..અને સાથે અક્ષરધામ હુમલા વિષે NSG ના કમાન્ડર નો પણ લેખ એમાં છે….)

જે હોય તે….પણ આ બધું હરિ દયા એ જ થાય છે. જીવન મા ઘણી વસ્તુઓ , એવી હોય છે કે, જે વિજ્ઞાન ના તર્ક થી ઉપર હોય છે….એની સમજુતી તર્ક થી આપી શકાતી નથી , માત્ર શ્રદ્ધા જ કદાચ – એને સંતોષે છે…..અને શ્રીજી મહારાજ ના વખત મા પૂ. મુક્તાનંદ સ્વામી કે પૂ. નિત્યાનંદ સ્વામી નો શાસ્ત્રાર્થ મા વિજય…..પ્રેમાનંદ, બ્રહ્માનંદ કે નિષ્કુળાનંદ સ્વામી દ્વારા અદભૂત પદો ની રચના કે મહાન સાહિત્યિક ગ્રંથો ની રચના……એ બધું કઈ એમ ને એમ નથી પણ શ્રીહરિ ની મરજી ના કારણે જ થયું છે……કહેવાય છે ને કે પ્રત્યેક સારા કાર્ય કે હેતુ પાછળ – ભગવાન ની મરજી હોય છે…..

અને મારા માટે તો – પ્રત્યેક ક્ષણ એ શ્રીજી ની જ મરજી છે……..આપણે તો બસ નિમિત્ત માત્ર છીએ..અને કર્મ જ કરવા ના છે…….

જય સ્વામિનારાયણ…..

રાજ

Advertisements

One thought on “પૂ.બ્રહ્મવિહારી સ્વામી- Power of imagination

 1. very nice thoughts..!!!! pujya brahm vihari swami has been always inspired to others and its only and only because of gracefulness of HDH PRAMUKHSWAMI MAHARAJ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s