Raj Mistry's world

Me,my stories and world around….

ગોવા ડાયરી

Leave a comment

તો મુંબઈ ની જેમ હવે જાણે કે ગોવા પણ ગળે પડી ગયું છે. છેલ્લા બે-ત્રણ માસ મા તો બે વાર ગોવા જવાનું થયું. આમ તો સારું છે કે – એવા સારા સ્થળે જવાનું થાય છે અને ખરાબ એ છે કે – એકલા જ જવાનું થાય છે. રીના ને મૂકી ને જવાનું ગમતું નથી પણ આપણે રહ્યા માર્કેટિંગ વાળા માણસ, આથી આ સમસ્યા તો કાયમ જ રહેવા ની….! જીવન મા ઘણી વસ્તુ ઓ બદલી શકાતી નથી…કે હમેંશા આપણી મરજી પ્રમાણે જીવી શકાતું નથી….એનો આ પુરાવો છે. સંસાર છે અને ધારો કે તમારી પાસે બધું જ હોય…ધન- દૌલત, બધી જ સગવડો હોય પણ કેમ જાણે કેમ…સાચા સુખ નો અનુભવ થતો નથી..કેમ? પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ કહે છે કે  જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી દુઃખ તો રહેવા ના જ….! અંગ્રેજી મા એક કહેવત છે કે “ Nothing comes free” …જે સત્ય છે.

Goa - at the beach

તો ચાલો પુનઃ ગોવા ડાયરી તરફ વળીએ….તો અમે અહીંથી મુંબઈ અને ત્યાં થી સમગ્ર રાત્રી ની ટ્રેન મુસાફરી કરી મડગાવ સ્ટેશને પહોંચ્યા…અમારે જવાનું હતું મીરામાર બીચ…પણજી અને સ્ટેશન થી ટેક્ષી એ – એક મોંઘો વ્યવહાર છે, પણ એના વગર બીજો કોઈ સારો ઓપ્શન પણ નથી. એક વસ્તુ મને ગમી, કે અમારી હોટલ, મીરામાર બીચ ની બિલકુલ સામે જ હતી  અને ઓરીજીનલ ગોવા ની મજા – પણજી ના આ બીચ પર જ લાગી. શાંત…કોઈ ભીડ નહી….ચોખ્ખા રોડ અને એની ફૂટપાથ પર ના બાંકડા…જેના પર બેસી ને સમુદ્ર ના મોજા ના અવાજ અને એના અફાટ સૌંદર્ય ને – સાથે લઇ ને અંતઃકરણ મા એક ઊંડી ડૂબકી લગાવી શકાય- એવી આ વાત હતી. મીરામાર બીચ ની બિલકુલ સામે કેફે કોફી ડે મા આઈરીશ બ્લેક કોફી વિથ ક્રીમ ની મજા માણતા માણતા સમય નો એક ટુકડો જાણે કે ચોરી લીધો….! એ સમયે જ મે રીના ને ખુબ મિસ કરી કારણ કે પોતાનું કોઈ પાસે હોય તો એમાં વધારે મજા આવે છે. ખેર….! ત્યારબાદ અમે લોકો એ એક નિર્ણય કર્યો અને પણજી શહેર મા જઈ ને બાઈક્સ ભાડે કરી. સારા મા સારી પદ્ધતિ લાગી- કારણ કે માત્ર ૨૫૦-૩૦૦ રૂપિયા મા ૨૪ કલાક માટે બાઈક ભાડે લઇ ને તમે ચાહો એ જગ્યા એ – સમગ્ર ગોવા મા ફરી શકો છો….અલબત્ત પેટ્રોલ તો તમારે જ પુરાવવું પડે ( એ પણ ૬૭ રૂપિયે લીટર) …પણ એકંદરે સસ્તું પડે….કારણ કે બાઈક્સ પર ગોવા ના રોડ…બીચ….માર્કેટ ને માણવા ની મજા ખુબ છે. અમે લોકો બાઈક્સ લઇ ને નીકળી પડ્યા….અમારે જવું હતું પણજી થી ૪૦-૪૫ કિલોમીટર દુર આવેલા એરમ્બોલ બીચ પર….! માપસ, સીઓલીમ થઈને – ગલી કુંચી ઓ થઇ ને અમે લગભગ રાત્રે ૯ વાગ્યે – અમારા પ્રિય ગુગલ ભાઈ ની મદદ થી ……બીચ પર પહોંચ્યા અને રાત્રી ના તારા મંડળ થી શોભિત આકાશ સાથે તોફાને ચડેલો સમુદ્ર કંઇક ઔર જ લાગતો હતો. એવા માહોલ મા બીચ ની ભીની રેતી પર જ કેન્ડલ નાઈટ ડીનર ની સગવડ હતી, પણ અમારા માટે કંઈજ ન હતું કારણ કે –ત્યાં નોન વેજ સિવાય કશું જ ન હતું…અને મારા માટે તો ફ્રુટ જ્યુસ સિવાય બીજો કોઈ જ ઓપ્શન ન હતો….છેવટે અમે એક પબ મા ગયા….નાઈટ ક્લબ મા આછી રોશની , બે ચાર ગ્રાહકો અને વિદેશી ગાયકો- સંગીત કારો સિવાય કોઈ જ ન હતું. મને તો તો પબ મા કોઈ જ રસ ન હતો, પણ એક વાત મને ગમી કે એ વિદેશી ગાયક- જુના ઇંગ્લીશ ગીતો- હાર્મોનીકા, ગીટાર ની સાથે જે અદા થી ગાઈ રહ્યો હતો કે થોડીવાર તો મને લાગ્યું કે – આપણે ખરેખર ન્યુયોર્ક ની કોઈ ગલીમાં – ૭૦-૮૦ ના દાયકા ના કોઈ જોશભર્યા રોક સોન્ગ્ઝ સંભાળી ને ઝૂમી રહ્યા હોય….! મને આવો શાંત પણ એનર્જી થી ભરેલો માહોલ ગમે છે….સાથે હું મારા હરિ ને પણ વિસર્યો ન હતો…..સંગીત ના ક્ષેત્રમાં પ્રેમાનંદ, દેવાનંદ, બ્રહ્માનંદ જેવા સંતો નું યોગદાન અને રાગ-રાગીણીઓ-પદો કેવો માહોલ ઉભો કરતા હશે…..! મન એક મીક્ષર જેવું છે- જે બધું જ એક સાથે સાંકળી ને વસ્તુ સ્થિતિ ને પરખવા નો પ્રયત્ન કરે છે અને મારું મન પણ આવું જ છે….જાણે કે એક એક ક્ષણ મા બધું જ જીવી લેવા માંગે છે…..એષણાઓ અનંત છે અને કદાચ જન્મારો ઓછો છે…..!

A music with instruments...n soul...!

રાત્રી ના અગિયાર વાગ્યા સુધી અમે ત્યાં હતા અને પછી પાછા પણજી જવા નીકળ્યા…રસ્તાઓ સુમસામ અને માત્ર બાઈકો ના એન્જીનો નો થ્રસ્તભર્યા અવાજો….એક બે વાર તો અમે રસ્તો ભૂલી ગયા પણ “ થેન્ક્સ ગુગલ ભાઈ…..અને જીપીએસ સિસ્ટમ…..” જેના આધારે અમે બધા હેમખેમ હોટલ પર પહોંચી ગયા…..પણ બધાએ ફરીથી નક્કી કર્યું કે કાલે સવારે ફરીથી ત્યાં જ જવું…….આમે ય કંપની નું કામકાજ કે જે માટે અમે અહીં આવ્યા હતા –એ અમુક કારણોસર પોસ્ટ પોન થયું હતું, અને અમારે માત્ર સમય જ પસાર કરવા નો હતો…..!

બીજા દિવસે પુનઃ- એ જ બાઈક….એ જ ગુગલ….એ જ રસ્તાઓ….અને એજ બીચ….માત્ર રસ્તો દિવસ ના અજવાળામાં જોવા મળ્યો તો દિલ બાગ બાગ થઇ ગયુ……! અને બીચ પણ એટલો મસ્ત લાગતો હતો કે થયું કે આજે આખો દિવસ અહીં જ રહીએ…! પણ કલાક –બે કલાક ત્યાં બેઠા અને સમય પસાર કરી, ને બીચ ના કિનારે કિનારે – નવો રસ્તો શોધતા ( અલબત્ત ગુગલ ભાઈ ના સહારે….જ ) અજુના, કેલંગત અને અન્ય બેનામી બીચો પર ગયા……અંજુના બીચ સારો અને શાંત હતો તો કેલંગત બીચ આપણા લોકલ –દેશી લોકો થી ભરેલો હતો અને ગંદો…ભીડ થી ભરેલો હતો….પણ ત્યાં આગળ વોટર સ્કુટર, વોટર સર્ફિંગ, સૈલીંગ , પેરાશ્યુટીંગ ની સગવડ હતી…..” લુંટારા “ અહીં પણ હતા પણ અમે પણ ઓછા ન હતા….ભાવતાલ કરી ને વોટર સ્કુટર નો લાભ લીધો…..! ડર લાગે એમ હતું પણ મજા ખુબ આવી…..છેવટે બધું ફરી ને હોટલ પર આવ્યા…..અને એના પછી ના ત્રણ દિવસ કોન્ફરન્સ અને મીટીંગઝ મા નીચોવી નાખનારા હતા……

આમ , કુછ ખટ્ટા-કુછ મીઠ્ઠા ની લાગણી સાથે ગોવા પ્રવાસ પુરો થયો. વળતી વખતે , ટ્રેન મા -કોંકણ રેલ્વે રુટ નો પ્રવાસ અને અપ્રતિમ કુદરતી સૌંદર્ય નો અનુભવ – એક અવિસ્મરણીય અનુભવ હતો. મુંબઈ થી ગોવા જવું હોય તો – રોડ પ્રવાસ કરી જુઓ…….ગેરંટી થી કહું છું કે – તમે એને ક્યારેય ભૂલી નહી શકો….! તો ઉપાડો બાઈક્સ અને હેલ્મેટસ …..અને નીકળી પડો કુદરતી સૌંદર્ય ને મન-હૃદય મા ભરવા…………..

વળતી વખતે એક સુખદ અનુભવ થયો…અરવિંદ રાઠોડ જેવા પીઢ અને અનુભવી ગુજરાતી ફિલ્મ કલાકાર મારી સાથે શતાબ્દી એક્ષ્પ્રેસ્ મા હતા. એમને જોઈને મને એમણે ભજવેલું ” સગરામ વાઘરી” નું પાત્ર યાદ આવી ગયું. ” ભગવાન સ્વામિનારાયણ” નામના ગુજરાતી ચલચિત્ર મા આ દિગ્ગજ કલાકારે પોતાની ભૂમિકા ખુબ જ રસપ્રદ પ્રકારે નિભાવી હતી. ” મારા કુબા મા હાથી પેઠો મારા ભાઈ……” ગીત પર એમનો અભિનય અવિસ્મરણીય હતો.  મે હિંમત કરી ને એમની સાથે વાત કરી અને વિનંતી કરી ને એક ફોટો લીધો. અફસોસ ની વાત એ હતી કે, આજુબાજુ ના લોકો એમને જાણતા હોવા છતાં , એમના પ્રત્યે સહેજ પણ લક્ષ આપી રહ્યા ન હતા. ચાલ્યા કરે………સમય , સમય નું કામ કરે છે……

Shri Arvind Rathod

ચાલો ત્યારે……… આવનારા દિવસો પણ દોડધામ થી ભરેલા જ છે…..!!!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s