Raj Mistry's world

Me,my stories and world around….

લીડરશીપ ઇન લોનાવાલા

Leave a comment

જમાનો, આજકાલ બદલાઈ રહ્યો છે અને સમય કદાચ એની રફતાર કરતાં વધારે ઝડપ થી ચાલી રહ્યો છે. મારા શબ્દો મા કહું તો – સમય કદાચ એના પડછાયા થી પણ વધારે ઝડપી ભાગી રહ્યો છે…….વર્ષ ના છેલ્લા ત્રણ મહિના અમારા માટે ભારે જ હોય છે, જાણે કે આખા વર્ષ નો રસકસ – આ ત્રણ મહિનામાં જ વસુલવા નો ન હોય……!

અત્યારે હોટલ ની  બરફ જેવી ઠંડી ગેલેરી મા , ખુરશી ઢાળી ને , વરસાદી મોસમ ના ભેજવાળી હવા ને , શ્વાસ મા ખેંચતો – આ લેખ લખી રહ્યો છું…..અત્યારે હું લોનાવાલા મા છું. ખંડાલા- લોનાવાલા મા ઘણી વાર આવવા નું થયું છે પણ અહીની ચીકી કરતાં મને – અહીની કુદરતી નિરાંત વધારે ગમી છે. અમદાવાદ ની ગરમી- ભાગંભાગી અને મુંબઈ ની ધમાચકડી થી દુર – આ વાતાવરણ સ્વર્ગ થી વિશેષ લાગી શકે છે. લોકો નું માનવું એવું છે કે – ખંડાલા અને લોનાવાલા ની સાચી મજા લેવી હોય તો ચોમાસા મા જ આવવું…..! સાચી વાત છે…..એ મને અહીં ના ધોધ( અલબત્ત – ગાડી ના કાચ મા થી જ…જોઈને) જોઈને સમજાયું છે…

તો , આજકાલ અહીં અમારા માટે લીડરશીપ માટે નો એક રસપ્રદ વર્કશોપ ચાલી રહ્યો છે….તો લીડરશીપ અર્થાત નેતૃત્વ શું છે???? શું નેતા- જન્મે છે કે બને છે? …….એના અનેક મત-મતાંતર છે…..પણ વિષય મજા નો છે.  જેનેટિક સાયન્સ  , ડીએનએ થી માંડી ને જન્મકુંડળી ના ગ્રહો સુધી ફેલાયેલો આ વિષય – એટલો જ અગત્ય નો છે જેટલો કે – જીવન નો સાર…..! નેતૃત્વ એટલે શું?  અમારે તો ઘણી વ્યાખ્યા ઓ આવી- પણ મારા મત પ્રમાણે- નેતૃત્વ એટલે કે એક – મિજાજ, એક પ્રવાહ કે જેમાં અન્ય લોકો ખેંચાઈ ને – એક ચોક્કસ ધ્યેય સુધી પહોંચે….! આપણા મા થી ઘણા લોકો જન્મ થી જ નેતા હોય છે…( બાળકો ને – ગ્રૂપ મા એકલા મૂકી- જરા ધ્યાન થી જો જો….) તો કેટલાક – મહેનત અને પ્રબળ ઈચ્છા શક્તિ થી બને છે…..તો કેટલાક સંજોગો થી બને છે…..તો કેટલાક કશું પણ કર્યાં વગર “બની” જાય છે….!!!!!!

તો આ બધી સંસાર ની વાતો છે……છોડો ..આ માયાજાળ ને …! આમેય , આપણે નેતા થઇ ને જંજાળ સિવાય કશું પામવા ના નથી. પણ મને નેતૃત્વ ની વાત નીકળી છે તો – સ્પીરીચ્યુઅલ લીડરશીપ – અર્થાત અધ્યાત્મિક નેતૃત્વ નો એક મુદ્દો ગમ્યો. એક સફળ નેતા મા….

  • જીવનમાં ખુબ ઉંચી નીતિમત્તા અને સિદ્ધાંતો
  • લોકો ને જોડતી- એક સાહજીક જીવન પ્રણાલી
  • એક ધ્યેય – વિશેષ ધ્યેય લોકો માટે……એમના હિત માટે….જીવમાત્ર ના હિત માટે…..
  • પોતાના કર્મ – અને એના દ્વારા લોકો ને માર્ગદર્શન આપવાની તાકાત….
વગેરે…વગેરે……લક્ષણો હોવા જોઈએ…અને મને મારા શ્રીહરિ યાદ આવી ગયા. હરિ ને તો એક પળ વિસરવા નું ક્યારેય ગમ્યું જ નથી…..પોતાના રોજીંદા કર્મો વચ્ચે પણ એમને યાદ રાખવા – એ એક પડકાર છે, પણ આ પડકાર જીતી જવાય છે..એ પણ એ હરિ ની દયા થી જ…..! આપણા સંતો કે અવતારો – ની જીવન પ્રણાલી જુઓ તો તમને- આદર્શ નેતૃત્વ કોણે કહેવાય- એ સહેજે સમજાય….! પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ – મા એવું તે શું છે કે હજારો લોકો – એમની એક આજ્ઞા ને પાળવા – આતુર હોય છે? નવલોહિયા- આધુનિક- ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવકો- આ આકર્ષક સંસાર ના સુખ છોડી- એક હરિ ખાતર સાધુતા ના કઠીન માર્ગ ને પસંદ કરે છે??? જુદા વિચારો- જુદા જ્ઞાન ધરાવતા ૮૦૦ થી વધુ સંતો- એમના એક આદેશ થી પોતાનું જીવન જીવી જાય છે……સમજવું કઠીન છે…..નેતૃત્વ ની આધુનિક થીયરીઓ કદાચ અહીં પાંગળી સાબિત થઇ રહી છે…..!
જવાબ- એમનું નેતૃત્વ – એ એક હરિ માટે છે……એક ધર્મ માટે છે…એક એક જીવ ના કલ્યાણ માટે છે……! કદાચ મારો જવાબ અડધો-પડધો હોઈ શકે છે…..પણ આ એક સફળ નેતૃત્વ- એક સફળ આધ્યાત્મિક નેતૃત્વ નું જ્વલંત ઉદાહરણ છે- એમાં કોઈ ને શંકા નથી…..
મારો હરિ પરનો વિશ્વાસ ફરી દ્રઢ થયો છે…….કારણ કે અત્યંત કઠીન કામ પણ એમના એક આશરા થી સહજ થાય છે……!
સાથે રહેજો…..વિચારતા રહેજો….જીવન ના રહસ્યો એટલા સરળ નથી…….
રાજ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s