Raj Mistry's world

Me,my stories and world around….

આનો મતલબ શું????

Leave a comment

તો દિવાળી અને એનું વેકેશન પૂર્ણતા ને આરે છે….. આ વખતે ઘણું બધું ફર્યા…..ઘણું જોયું અને એમાં અમુક એવું પણ જોયું કે- સમજ્યા પછી , મગજ ની હાસ્ય ઇન્દ્રિયો જાણે કે ચાર્જ થઇ ગઈ…..અને થયું કે લાવો કે ” ગમતા નો કરીએ ગુલાલ…..”..જુઓ નીચેનો ફોટો….અને તમે એ વાંચી ને શું “સમજ્યા” ??? એ જણાવો….યાદ રાખો- ઇનામ મા હાસ્ય સિવાય કશું જ નથી….

આમાં શું સમજવા નું????

આપણે ત્યાં એક પ્રખ્યાત કહેવત છે કે “એક મ્યાન મા બે તલવાર ન આવે”……પણ મેવાડ ના રાજાઓ એ આ કહેવત ને ખોટી સાબિત કરી છે…..જુઓ નીચે નો ફોટો…..

એક મ્યાન મા બે તલવાર….!!!

તો , આમાં સમજવા નું એટલું કે ” બધી કહેવતો સાચી નથી હોતી………..”

આ સિવાય- અમે ઉદયપુર – મેવાડ નરેશ ના મહેલ ના પ્રાંગણ મા બનેલા રેસ્ટોરન્ટ મા આરામ થી લુંટાયા….કઈ રીતે? તો-

  • એક તો લક્ષ્મી વિલાસ પેલેસ મા જવાનો રસ્તો ( જ્યાં થી કાર માટે એન્ટ્રી છે…) એટલો વિકટ છે કે – એક વાર ઘુસ્યા પછી પાછા વળવું મુશ્કેલ….
  • પેલેસ મા ઘુસ્યા પછી- જમવા માટે- ખાવા પીવા માટે એક જ ઓપ્શન….પેલી હોટલ…..જ…
  • એમાં પણ વેજ-નોન વેજ આઈટમો એક સાથે….અને ભાવ – બધા ડોલરિયા……..! આથી  શુધ્ધ વેજ વાળા બિચારા ડબામા જ આવી જાય….!
  • છેવટે…..અમે માત્ર પાણી ની એક બોટલ જ મંગાવી…….જે પણ , અમને પડી ૧૦૨ રૂપિયામાં……!!!! અમારું તો ઠીક છે પણ મારા પપ્પા ને( એમની પેઢી પ્રમાણે) ઝાટકો લાગ્યો…..કે આ શું થઇ રહ્યું છે??????
  • રાજસ્થાન – મા જે રીતે મહેલો નું ટ્રાન્સફોર્મેશન થઇ રહ્યું છે અને એ બધા – ફાઈવ સ્ટાર હોટલો મા ફેરવાઈ રહ્યા છે- એ વિચારવા જેવું છે…..
તો આમાં સમજવા નું શું???? સમજવા નું એટલું કે…..ક્યાંય પણ ફરવા જાઓ- એટલે ત્યાં આગળ ખાવા-પીવા ની શી વ્યવસ્થા છે? એ પહેલા જોઈ લેવું…..કારણ કે ભૂખ્યા પેટે ફરવા ની મજા ન લેવાય……ભાઈ….!
હસતા રહો……સમજતા રહો……..
રાજ
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s