Raj Mistry's world

Me,my stories and world around….

દિવાળી થી દેવ દિવાળી સુધી…….

Leave a comment

આમ જોઈએ તો આપણે ગુજરાતીઓ ને ત્યાં દિવાળી- લાભ પાંચમ સુધી ચાલે છે અને લોકો, એ જ માહોલ મા હોય છે , પણ ઘણા લોકો- ખાસ કરી ને બાળકો માટે તો દિવાળી- છેક વેકેશન સુધી ચાલતી હોય છે.  આજે દેવ દિવાળી છે અને બહાર માહોલ – દિવાળી જેવો જ લાગે છે……ફટાકડા, લોકો નો અવાજ, ફરવા જવા ના પ્રોગ્રામ્સ……..જાણે કે દિવાળી નો જ માહોલ દર્શાવે છે…….તો દિવાળી ના અઠવાડિયા ની રજાઓ પછી મે , જોબ પુનઃ જોઈન કરી…..અને શું થયું ..એ જોઈએ….

  • દિવાળી ની રજાઓ ઓ ને ભરપુર માણ્યા પછી, નોકરી ને પુનઃ ચાલુ કરવી એ જરા – મન ને માટે મુશ્કેલ હતું….પણ એ વગર છુટકો જ ક્યાં છે? રીના ને તો હજુ પણ વેકેશન છે આથી…..એ મુશ્કેલી મારા માટે બમણી હતી.
  • નોકરી નો પ્રથમ દિવસ – મુંબઈ મા જ ગયો. ઘરે થી એરપોર્ટ ગયો- અને રિક્ષા વાળા એ રસ્તા મા જ – દિવાળી ની શુભ કામના ઓ સાથે- આર્થિક “કામના” ઓ પણ પ્રગટ કરી…..! આથી “શરૂઆત” થઇ ગઈ……છેવટે મુંબઈ- એરપોર્ટ પર પ્રીપેડ ટેક્ષી ના ચક્કર મા પડ્યા વગર જ બહાર થી જ એક ઓટો રિક્ષા -અમદાવાદી સ્ટાઈલ મા પકડી અને અમદાવાદી રિક્ષા વાળા ની ” કામના” ઓ ને સરભર કરી……!
  • જે જગ્યા એ બે દિવસ માટે રોકાવા નું હતું- એ સદ ભાગ્યે ખુબ જ શાંત, શુધ્ધ વાતાવરણ વાળી….અને એક દમ પ્રાકૃતિક જગ્યા હતી. અને મુંબઈ પહેલી જ વાર- આટલું શાંત લાગ્યું. આ જગ્યા ” રામભાઉ મ્હાલ્ગી પ્રબોધિની” તરીકે ઓળખાય છે…બીજેપી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના કાર્યકરો દ્વારા બનેલું આ ટ્રેનીંગ સેન્ટર- સાઉથ એશિયા પેસિફિક મા સારી એવી નામના ધરાવે છે અને મોટી મોટી કંપનીઓ ની મીટીંગ અહીં ના શાંત,પ્રાકૃતિક વાતાવરણ મા વ્યાજબી દરે થાય છે. એના મસ્ત ફોટા – ફેસબુક અને ગુગલ પ્લસ પર મુકવામાં આવ્યા છે……

Love this place....!

  • દેવદિવાળી – એટલે કે આજે શ્રી ગુરુનાનક જયંતિ ના દિવસે સવારે ઘરે પહોંચ્યો- ત્યાં સુધીમાં મે – બોરિવલ્લી થી મુંબઈ સેન્ટ્રલ ની લોકલ ટ્રેન ની મુસાફરી – વધારે ભારે સામાન સાથે માણી…..દુરોન્તો ટ્રેન અર્થાત માત્ર “ઊંઘવા” માટે ની ટ્રેન કે જે નોન સ્ટોપ ટ્રેન છે- એમાં ઊંઘવા ની અડધી પડધી મજા માણી….કારણ કે આ સૌથી ઝડપી ટ્રેન( મુંબઈ થી અમદાવાદ માત્ર ૬ કલાક મા) સમય થી પહેલા પહોંચી ને – આપણ ને શાંતિ થી ઊંઘવા પણ દેતી નથી……..સવાર સવાર મા ઊંઘ બગડે છે… 🙂
  • આજે સાંજે મંદિર મા ગયા…..શાહીબાગ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિરે ગયા….બંને જગ્યા એ સારી એવી ભીડ હતી. કાલુપુર મંદિરે- રંગ માહોલ મા ઘનશ્યામ મહારાજ ની કાષ્ઠ પ્રતિમા જોવા લાયક – અત્યંત દર્શનીય હતી…….જુઓ ફોટો……

શ્રી ઘનશ્યામ ...પુરણ કામ......

  • ત્યારબાદ- મારી મનપસંદ જગ્યા- એટલે કે રાયપુર ના “જગવિખ્યાત…..બ્રહ્માંડ વિખ્યાત….” ભજીયા નો નવા વર્ષ મા ટેસ્ટ લેવા ગયા…..પૈસા વસુલ ટેસ્ટ હતો…..પછી….જુના પુરાના – “જગ વિખ્યાત” આઝાદ મીઠાઈ વાળા ને ત્યાં ગયા….ચણા-પૂરી મંગાવ્યા પણ પૈસા વસુલ ન થયા……એ અલગ વાત છે….પણ એક મજા ની વાત થઇ….જુઓ નીચેનો ફોટો….આઝાદ વાળા એ બોર્ડ માર્યું છે….જે વાંચવા લાયક છે….! આ પંછી કોણ? છોલા એટલે શું?…….અને મગજી માજુન……એ વળી શું છે?????

  • અને અંતે….નેશનલ હેન્ડલુમ મા થી એક્યુપ્રેશર (??????) વાળા જુતા લેવા મા આવ્યા…..ખબર નથી- કે એ શું કરશે????? પ્રેશર વધારશે….કે ઘટાડશે…..?????    એ ..મારો  વ્હાલો જાણે….!!!!!

ત્યાં સુધી – હેપ્પી દેવ દિવાળી……..બસ પ્રકાશ – રેલાતો રહેવો જોઈએ…….શ્રીજી નો સાથ કાયમ રહેવો જોઈએ…….અને એમના રાજીપા માટે જ પ્રત્યેક ક્ષણ જીવાય….એ જ પ્રાર્થના….!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s