Raj Mistry's world

Me,my stories and world around….

પેટ્રોલ અને હૈયા વરાળ

1 Comment

તો આ પોસ્ટ નું હેડિંગ જરા વિચિત્ર લાગે છે ને…..! ભાઈ ….કેમ ન હોય….આ એવી વસ્તુ છે કે – જે મને,તમને, બધાને…..( અરે….ગામ ના કુતરા ને પણ) નડે છે. સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે કે – પેટ્રોલ ના ભાવ કેટલા વધશે?? કોઈની પાસે જવાબ નથી- માત્ર અંદાજા ઓ છે. કોઈક કહે છે – અઆવતા ઉનાળા સુધી પેટ્રોલ નો ભાવ સો રૂપિયા સુધી જવાનો…….તો કોઈ કહે છે કે – ભાવ ઘટવા ના……! તમને શું લાગે છે???? મને તો લાગે છે કે- પેટ્રોલ ના ભાવ સો રૂપિયા સુધી પહોંચવા ના…..કારણ કે….ડોલર ની સામે રૂપિયો ઢીલો પડ્યો…..અને આજે માર્કેટ ક્રેશ થઇ ગયું. સબસીડી ઓ ની માયાજાળ…વોટબેંક…..સરકારી -તખલઘી નિર્ણયો…..અને પેટ્રોલીયમ કંપની ઓ ની નફા ખોરીઓ – એ દેશ ના આ હાલ કર્યાં છે. જો આમ ને આમ ચાલતું રહેશે તો એ દિવસો દુર નથી કે પેટ્રોલ – એ ઘી કરતા પણ મોઘુ થઇ જાશે…….અને પેલા કાવ્ય ની પંક્તિ ની જેમ….” ગરીબો ના કુબા માં તેલ નું ટીપું ય દોહ્યલું ને,. શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે’….એ પર થી કહેવાશે કે….” ભારત ના જન માત્ર ની ગાડીમાં પેટ્રોલ નું ટીપું ય દોહ્યલું ને…..અમેરિકા મા પેટ્રોલ ની રેલમ છેલ થાય છે….”… તો પેટ્રોલ ના ભાવ આસમાને પહોંચશે તો શું થાશે?……કદાચ આજ થી પચાસ વર્ષ પછી ની સ્થિતિ……

  • શરૂઆત મા જુઓ નીચે નો ફોટો……

શું વિચાર છે?

  • તો સાયકલ નો જમાનો પાછો આવશે……પણ અફસોસ એક જમાનામાં જે ભાવે સાયકલો મળતી હતી એના થી ત્રણ ગણા ભાવે આજે મળે છે…..જે હોય તે-પેટ્રોલ થી સસ્તી જ હશે…….અને લોકો ઉપર ની એડ જેમ ગર્વ થી કહેશે…..
  • પેટ્રોલ ની ૧૦ મિલી કે ૨૦ મિલી ની બોટલો – અત્તર ની શીશી ની જેમ મળશે…..સુંઘવા…જોવા…..ઘરમાં સજાવવા માટે…….અને કોઈક કોઈક શ્રીમંત તો- દહેજમાં પેટ્રોલ નો મોટો બાટલો કે એવું કંઇક આપશે…….ઇન્કમ ટેક્ષ વાળા – આવા લોકો નું ધ્યાન રાખશે…..
  • પેટ્રોલ ની ચોરી- દાણચોરી, લોકર્સ મા સેફ વોલ્ટ/બોટલ જેવું નીકળશે……..પેટ્રોલ લોન તો અમુક ને જ પોસાશે….
  • પેટ્રોલ ના એન્જીન વાળી ગાડીઓ મા થી એન્જીન દુર કરી- તેને પ્રદર્શન ની વસ્તુ તરીકે મુકવામાં આવશે- કે જેથી આવનારી પેઢી ને ખબર પડે કે – આટલી મોંઘી વસ્તુ થી ગાડી ઓ પણ ક્યારેક દોડતી હતી…..!
  • એન્જીન વગર ના ગાડી ના ડબ્બા- આગળ- ઘોડા/ગધેડા/બળદ કે ઉંટ જોડી ને એ ચલાવવા મા આવશે……

……………બીજું ઘણું બધું વિચારી શકાય એમ છે…..ત્યાં સુધી- પેટ્રોલ ના ભાવ વધવા ની રાહ જુઓ……અને હૈયા ની વરાળો મા સ્ટીમ બાથ ની મજા લ્યો….!

રાજ

Advertisements

One thought on “પેટ્રોલ અને હૈયા વરાળ

  1. jay swaminarayan , your thoughts regarding petrol and haiya varad …was very creative , very true and very innovative.

    really like your fun-filled, creative , new , fresh thinking ..

    thanks again for entertaining.

    take care
    jay swaminarayan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s