Raj Mistry's world

Me,my stories and world around….

૯૧ વર્ષ- એક હરિ કાજે

Leave a comment

આજે સવારે આસ્થા ચેનલ પર પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અર્થાત પૂ. નારાયણ સ્વરૂપ દાસ શાસ્ત્રી  ના દર્શન થયા. આજે અંગ્રેજી તિથી પ્રમાણે એમનો જન્મ દિવસ છે. હરિભક્તો ને….સંતો ને તેનો ઉત્સવ હોય એ સ્વાભાવિક જ છે. પણ સવાલ એ છે કે – ૯૧ વર્ષ- જે એમણે એક હરિ માટે…..પોતાના ગુરુના સંકલ્પ ને પુરા કરવા…..હરિભક્તો ની ઈચ્છા ને સંતોષી- જીવ માત્ર નું સત્સંગ મા પોષણ અને કલ્યાણ કરવા……જે દાખડો કર્યો છે…તેમના જીવન પ્રસંગો મા થી… આપણે શું સાર લેવા નો?

પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ-

  • જો મન મા હરિ માટે ની તીવ્ર તમન્ના હોય….અને ગુરુ ને માર્ગ દર્શક તરીકે સ્વીકારી જીવન જીવવા ની ખેવના હોય તો -તમે પણ શાંતિલાલ મા થી પ્રમુખ સ્વામી બની શકો છો……પણ યાદ રાખો…….એ ખુબ જ મુશ્કેલ છે.
  • શ્રીજી ની અખંડ વૃતિ – કે પૂ. સ્વામીશ્રી ને સહજ છે- એ શું આપણે કરી શકીએ? શક્ય છે…..પણ પ્રયત્ન અભૂતપૂર્વ કરવો પડે….શ્રીજી અને સ્વામી- અર્થાત- સ્વામિનારાયણ તત્વજ્ઞાન ને જીવન ના પ્રત્યેક લાય મા ઉતારવું પડે…..એનું માહાત્મ્ય સમજવું પડે……
  • પૂ. યોગી બાપા જેવા નિસ્પૃહી મહાપુરુષ નો રાજીપો- જે રીતે પૂ. સ્વામીશ્રી એ પોતાના અત્યંત માન-અપમાન થકી ને પણ નિભાવ્યો છે…..એ જીવન મા ઉતારવા જેવી વાત છે.  ભક્તિ માર્ગ નો પ્રથમ અને સૌથી મોટો નિયમ- અહં ને છોડતા શીખો….દાસાનુદાસ બનતા શીખો…….સત્સંગ મા- ઘસાઈ જવું, ભીડો વેઠવો પણ પક્ષ ન છોડવો, દરેક મા હરિ ને જ નીરખવા, હરિ ના રાજીપા માટે જ જીવવું….પોતાના માટે નહી…..
  • આજે પૂ. સ્વામીશ્રી માટે હરિભક્તો- પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છે….અને ન્યોછાવર કરે પણ છે- છતાં- સ્વામીશ્રી મા ક્યારેય એનો અહં કે અભિમાન….મોટ્યપ નો ભાવ…..કે મમત્વ આવ્યું નથી. હરિભક્તો ના કલ્યાણ માટે….એમના સુખ દુઃખ ની ચિંતા એ જરૂર કરે છે પણ – જળકમળવત રહી ને……- આજ વાત કઠીન છે.
  • હરિ માટે ભીડો વેઠતો સત્સંગી કોણ છે….એ ભેદ મા પડ્યા વગર- એ સર્વ ને સ્વીકારે છે…… બસ હરિના રાજીપા માટે કઈ પણ કરાય – એ સર્વશ્રેષ્ઠ જ હોય છે….
  • આટલી ઉમરે પણ – પોતાના કાર્યો મા વ્યસ્ત- – પ્રવૃત્તિ – એ અત્યંત જરૂરી છે- કારણ કે મન ની નવરાશ – તમને ફાયદા કરતા નુકશાન વધારે કરે છે. વળી, પોતાના ગુરુ- પૂ. શાસ્ત્રીજી મહારાજ અને પૂ. યોગી બાપા ના સંકલ્પો ને સાકાર કરવા- એ પણ જીવન ના છેલ્લા શ્વાસ સુધી- એ સેવા ની એક પરાકાષ્ઠા છે……આથી ” બીજા ના ભલા મા જ પોતાનું ભલું છે..” એમ વિચારી ને જીવન ની પ્રત્યેક ક્ષણ નો ઉપયોગ કરો. દેહ ના ભીડા કાયમ રહેવા ના જ…..પણ એક ધ્યેય – માટે પ્રત્યેક ક્ષણ જીવાય એટલે બસ…..
  • ભગવાન મા અખંડ વિશ્વાસ- અનેક વિઘ્નો આવ્યા….દુખો આવ્યા, ભીડા આવ્યા…..વિરોધીઓ ના ઉપદ્રવો થયા- પણ પૂ. સ્વામીશ્રી ની આસ્થા કે નિયમ કર્મ સહેજ પણ બદલાયા નથી…..” હરિ ની ઈચ્છા….એની મરજી…..મહારાજ જે કરે એ સાચું….” એ ઉદગારો જ આપણ ને પ્રતીતિ કરાવે છે કે – પ્રમુખ સ્વામી મહારાજ શા માટે સ્થિતપ્રજ્ઞ છે? એ કાયમ આનંદ મા કેમ રહે છે?

તો….લીસ્ટ તો અનંત છે…….અને સમય ઓછો છે…..પણ આજ ના દિવસે- પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના દીર્ઘ જીવન….સારા સ્વાસ્થ્ય…અને એમના અનંત આશીર્વાદ માટે- શ્રીહરિ અને મુકતો ને પ્રાર્થના કરીએ……કાયમ પૂ.સ્વામીશ્રી  ની આજ્ઞા મા રહેવાય…..એવું જ જીવન જીવાય……એટલે – જીવન અંતે અક્ષરધામ પાકું…….!

જય સ્વામી નારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s