Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૩/૧૨/૨૦૧૧

Leave a comment

ગઈકાલે રાત્રે એક અન્ય કામ મા અટવાઈ ગયો આથી રવિસભા ની પોસ્ટ હું મૂકી ન શક્યો. પણ ગઈકાલ ની સભા હમેંશ ની જેમ ખુબ જ જ્ઞાનપ્રદ હતી અને ગુરુ ભક્તિ ના રંગે રંગાયેલી હતી. દર વખત ની જેમ – પ્રથમ તો મારા વ્હાલા ના દર્શન થી શરૂઆત થઇ. માન-હૃદય ની સંતૃપ્તિ પછી -સભામાં બિરાજમાન થયા. હવે ઉપર ના સભા ગૃહ મા જ સભા થાય છે આથી , થોડીક સગવડો વધાર મળે છે. જુઓ નીચેનો ફોટો અને માણો- શ્રીજી ના દર્શન…..

આજ ના દર્શન....

સભાની શરૂઆત હમેંશ ની જેમ કીર્તન થી થઇ. યુવકો ના અવાજ મા – પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રતિક જન્મજયંતી ઉપલક્ષ મા ગવાતા કીર્તનો અદભૂત હતા. મોટા પુરુષો નો મહિમા- ગુરુ ની મહાનતા ના પદો- અને એમના જીવન થી શીખવા જેવી બાબતો- બધું યે ” મધુરાપતે અખિલમ મધુરમ ” જેવું હોય છે. જરા ભૂતકાળ મા નજર નાખી ન જોઈએ તો ખબર પડે કે – એક અક્ષર પુરુષોતમ ના સિધ્ધાંત ખાતર કેટ કેટલા સંતો અને હરિભક્તો -એ અત્યંત ભીડા વેઠ્યા છે……સતત કાળી મજુરી…ઘરબાર-ખેતરો વેચ્યા…..ભૂખ્યા રહ્યા…..પણ પોતાની ભક્તિ મા થી પાછા નથી પડ્યા…! જેના ફળ આજના સત્સંગ ને મળી રહ્યો છે. અને આ સત્સંગ આમ જ પ્રગતિ કરતો રહે – એ જોવાની જવાબદારી આપણા બધાની છે. યાદ રાખો…શ્રીજી મહારાજ નો સંકલ્પ…” સો કરોડ મનવાર ભરાય એટલા જીવ નું કલ્યાણ કરવું છે……..” અને મનવાર ભરવા ની જવાબદારી આપણી પણ છે…શ્રીજી ના રાજીપા માટે…જીવો ના કલ્યાણ ને માટે….!

ત્યારબાદ ૧૯૮૧ મા પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના હસ્તે દીક્ષા પામેલા સંતો એ પોતાના અનુભવો કહ્યા. પૂ. પ્રેમ્વાદન સ્વામી, પૂ. ઋષિરાજ સ્વામી, પૂ. વિમલપ્રકાશ સ્વામી એ પોતાના અનુભવો વર્ણવ્યા…..જેનો સાર હતો….

  • પૂ. સ્વામીશ્રી ની એક એક ક્ષણ હરિભક્તો માટે હોય છે….અને એમની તીવ્ર યાદ શક્તિ, અવલોકન શક્તિ અદભૂત છે.
  • પૂ. સ્વામીશ્રી – પોતાના ગુરુઓ અને શ્રીજી મહારાજ ની ભક્તિ આડે કઈ પણ આવે -એ સ્વીકારતા નથી. એક શ્રીજી જ સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ છે….એમના જ ચરણારવિંદ પૂજનીય છે….એ દ્રઢ પણે મને છે…એ નિયમ પડાવે છે…..
  • નાના મા નાના હરિભક્તો કે સંતો માટે- એ સદાયે ચિંતનશીલ રહે છે. એમના સુખ મા જ બધાનું સુખ…પોતાનું સુખ એમ માને છે….

ત્યારબાદ પૂ.પ્રમુખ સ્વામી ની વિવિધ મુદ્રાઓ, પ્રસંગો અને વિચરણ દર્શાવતો વીડીઓ રજુ થયો…..અને સમગ્ર સભા ઝૂમી ઉઠી. એમનું એ હાસ્ય…તેજસ્વી દ્રષ્ટી…..હરિ માટે ઝુમવું……અને બળ ભરી વાતો…….અદભૂત – રીતે કેમેરા ની આંખે ઝીલાઈ હતી. ત્યારબાદ, પુનઃ સંતો ના મુખે કીર્તન નો લાભ મળ્યો. અને તે પછી, પૂ યજ્ઞપ્રિય સ્વામી ના મુખે- પૂ. સ્વામીશ્રી ના જીવન ના અન્ય પ્રસંગો નો લાભ મળ્યો……જોઈએ અમુક સાર….અવતરણો…

  • પૂ. સ્વામીશ્રી આટલી મોટી સંસ્થા ના કર્તા હર્તા હોવા છતાં ક્યારેય પોતાના માન-સન્માન વિષે વિચાર્યું નથી. એટલે જ અન્ય પંથ કે સમુદાયો ના વડા પણ પૂ. સ્વામીશ્રી ને ભક્તિ માર્ગ ના સૌથી મોટા ધારક સંત ગણે છે.
  • ગમે તેટલી અગવડો….ભુખ તરસ કે ભીડા છતાં યે સ્વામીશ્રી પોતાના નિયમ ધર્મ કે શ્રીજી મહારાજ ની આજ્ઞા એક પળ પણ નથી વીસર્યા….
  • એમની તીવ્ર યાદ શક્તિ ને લીધે- એ નાના મા નાના હરિભક્ત ને આપેલું વચન પણ સુપેરે નિભાવે છે- કંકર વાડી ના પ્રસંગ ને આધારે આ સ્પષ્ટ થાય છે

ત્યારબાદ પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મજયંતી વખતે તેમણે મુંબઈ મા કરેલા પ્રાસંગિક ઉપદેશ નો વીડીઓ રજુ થયો. મે એક વસ્તુ ની નોંધ લીધી કે બાપા- ના શબ્દે શબ્દે…વાક્યે વાક્યે…..એક હરિ જ સંભાળતા હતા….એક શ્રીજી જ કર્તા હર્તા….ગુરુઓ ના સંકલ્પ…..હરિભક્તો ના દાખડા અને સેવા…….બસ આજ વાત….! ક્યાંય પણ- આ મે કર્યું…..એવું સાંભળ્યું નથી. બધાનું ભલું ઇચ્છતા આવા સંત – ગુરુ તરીકે માત્ર ભાગ્યશાળી ને જ મળે છે. પૂ. બ્રહ્મવિહારી સ્વામી એ આજ કહ્યું કે- બાપા ને હૃદય મા ધારો તો રોજ એ તમારી સાથે જ રહેશે…….

સભા ને અંતે “પ્રમુખ ક્રિકેટ ટુર્નામેન્ટ” ના વિજેતા ઓ ને ઇનામ-ચંદ્રક વિતરણ પૂ. ઈશ્વરચરણ સ્વામી ના હસ્તે થયા. અને જાહેરાત પણ થઇ કે-

  • આવતી રવિસભા- ૧૧/૧૨/૨૦૧૧ – એ અમદાવાદ મંદિર ના સુવર્ણ મહોત્સવ પ્રસંગે ઉજવાતી મોટી સભા હશે. નાટક-કીર્તન થી ભરપુર આ સભા વિશિષ્ટ હશે.
  • તા ૧૦/૧૨ ના રોજ ચંદ્રગ્રહણ છે- જે લોકો નિયમ પ્રમાણે ચાલતા હોય- એમણે એ પ્રમાણે વર્તવું….
  • અમદાવાદ ની લગભગ ૧૧૩૫૩ મહિલા- હરિભક્તો એ – બાપા ના સારા સ્વાસ્થ્ય માટે ૯૧ દિવસ ના ઉપવાસ કર્યાં હતા, અને લગભગ ૯૧૦૦૦ રૂપિયા નું દાન પણ એમણે સંસ્થા ને કર્યું. લગભગ ૫૦૦ મહિલા સત્સંગીઓ પણ- ૨ જી ડીસેમ્બર ના રોજ – આંબલી વાળી પોળ ની પગપાળા યાત્રા એ ગઈ હતી.

તો….બસ ભક્તિ ની રસધારા ચાલુ જ છે…….” મારે સ્વામિનારાયણ ભજવા રે……દુરીજનીયા ના સંગ ને ત્યજવા રે……” દુનિયા અજીબ છે….તો સત્ય કદાચ એનાથી પણ અજીબ છે. જેને જાણવું હોય…..સમજવું હોય – એ પોતાની રીતે સમજી શકે છે. બસ એક મહારાજ ના ચરણ પકડો…એમના વચનામૃત ને સમજો…મન-હૃદય મા ઉતારો…..અને પૂ. સ્વામીશ્રી ની આજ્ઞા ઓ નું પાલન કરો……જીવન જો સહેજ પણ બદલાશે તો- જીવ નું રૂડું થતાં ક્યાંય નહી અટકી જવાય….!

જય સ્વામિનારાયણ….

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s