Raj Mistry's world

Me,my stories and world around….

સુરત,ડુમ્મસ અને દરિયો……

1 Comment

તો હમેંશ ની જેમ પાછા સુરત ની સવારીએ……! આજનું સુરત અને આજ થી દસ વર્ષ પહેલા ના સુરત ને – યાદ કરી ને – જમીન આસમાન ના આસમાની ફર્ક ને મહેસુસ કરી શકાય છે.  શિયાળો હજુ માત્ર – ચોપાનિયા ના સુક્કા ,પીળા કાગળો મા જ આવેલો છે….પણ ગરમી તો જાણે જાતી જ નથી.  ઘણીવાર તો એવું લાગે છે કે – આ ગરમી – પૃથ્વી ના પેટાળ મા થી આવી રહી છે અને ૨૦૧૨ ની “પ્રલય” ( 🙂 ) ની વાતો ને જાણે કે સાચી પડવા જઈ રહી છે…..

વાંધો નહી…..કારણ કે આપણા હાથમાં શું છે?  તો, સાંજે નવરા પડતાં, સુરત ની ભાગમભાગી થી દુર ડુમ્મસ ના દરિયા કિનારે જવાનું વિચાર્યું. ઘણું બધું સાંભળ્યું હતું અને આજે મોકો હતો. હું અને મિત્ર – બંને બાઈક પર નીકળ્યા. સુરત થી ( સ્ટેશન) લગભગ ૨૨-૨૫ કિમી દુર આવેલું ડુમ્મસ , એ સુરત નું દરિયા સાથે નું જોડાણ દર્શાવે છે. રસ્તો અમુક અંતર સુધી સારો ….અમુક અંતર સુધી તુટક-ફુટક છે. અમે ત્યાં પહોંચ્યા અને વચ્ચે રસ્તામાં , ડુમ્મસ વિષે ની નકારાત્મક….કાળી વાતો સાંભળી ને અફસોસ થયો. છેવટે- ગમે તેમ કરી …બાઈક ની શક્તિ ને -એરણ પર નાખી ને છેક બીચ સુધી પહોંચ્યા. ત્યાં પહોંચી ને જોયું તો- મન ગ્લાની થી ભરાઈ ગયું. ગંદી કાળી રેતી……ઠેર ઠેર ગંદકી ના થર……કચરો…..દરિયાના પાણી થી થયેલો કાદવ….અસમાન લેન્ડસ્કેપ ….બધું …..નિરાશા જનક હતું….! જુઓ નીચેના ફોટા……

ડુમ્મસ- દરિયો...કચરો અને સંધ્યા......

પણ અમે રહ્યા….સકારાત્મક અને આશાવાદી માણસો…..આથી “ફેરો ફોગટ ન જવો જોઈએ….” એ નિયમ ને આધારે- એક ઉંટ પર સવારી કરાવતા વ્યક્તિ નો સંપર્ક કર્યો અને અમારી માર્કેટિંગ સ્કીલ નો ઉપયોગ કરી ” સસ્તું ભાડું અને લાંબી ઉંટ સવારી” નો પુરેપુરો લાભ ઉઠાવ્યો…..સવારી કરવા લાયક પ્રાણીઓ ( …. અમે ગદર્ભ પર સવારી કરવા લાયક નથી થયા….) ઘોડા અને હાથી પર સવારી કરી ચુક્યા હતા અને આજે ઉંટ પર સવારી થઇ ગઈ…..! ઉંટ પર સવારી કરવી ખરેખર શરીર શાસ્ત્ર અને સમતોલન ની મીલીઝુલી એક મોટી પ્રક્રિયા કહી શકાય…….પણ અનુભવ અદભૂત હતો…….ડુમ્મસ નું “કાળું ધુમ્મસ” જરા હળવું જરૂર થયું……સાથે ઉંટ વાળા ની રસપ્રદ વાતો…..!

બાઈક હોય કે ઉંટ....હેલ્મેટ તો જરૂરી જ છે.....

જે હોય તે….એક વાત તો જોઈ….કે એટલી ગંદકી વચ્ચે પણ સુરતી લાલા ઓ – વ્યંજનો ની જ્યાફત ઉડાવતા નજરે પડ્યા જ…..! સાલું…..આ જીભ અને આ પેટ કેમ બનાવ્યું હશે….???? મને તો લાગે છે કે સુરતી લાલા ઓ કદાચ વિચારતા હશે તો પણ પેટ થી જ વિચારતા હશે…..!

બસ જલસા કરો………જીવન ની આ પળ આજે જ છે……કાલ કોણે જોઈ છે????

રાજ

 

Advertisements

One thought on “સુરત,ડુમ્મસ અને દરિયો……

  1. ટામેટાંના ભજિયા ના ખાધા?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s