Raj Mistry's world

Me,my stories and world around….

સાત્વિક ફૂડ ફેસ્ટીવલ – IIM

Leave a comment

દર વર્ષ ની જેમ, આ વર્ષે પણ અમદાવાદ ના આંગણે, અને IIM ની ટીમ ના સહિયારા પ્રયત્નો થી, સાત્વિક ફૂડ ફેસ્ટીવલ હતો. અને અમારા જેવા શોખીન જીવડા કે જેમનો જન્મ ” ખાવા પીવા ” માટે જ થયો છે, એમના માટે તો આ એક મહા ઉત્સવ થી કમ ન હતું.  વળી, શ્રીજી ની દયા એવી છે કે- ત્યાં જૈન/સ્વામિનારાયણ જમવા નું સહજ મળી જાય છે. અને વેરાયટી તો પુષ્કળ હોય છે.

એ હાલો ...સાત્વિક ફૂડ મેળા મા....!

આ વખતે હું બહાર હતો, આથી છેલ્લા દિવસે જ આ ઉત્સવ મા જવાનું થયું.  રીના ની તબિયત જરા નરમ-ગરમ હતી, છતાં એ પણ ઉત્સાહ મા હતી, અને અમારા ગુરુ બંધુ , મહાન પ્રખર આયુર્વેદ “શિરોમણી” વિમલ ભાઈ પણ અમારી સાથે – અમને સાત્વિક ખાણી-પીણી ના ” ફાયદા-ગેર ફાયદા” સમજાવવા સાથે હતા આથી મજા બેવડાઈ ગઈ….. 🙂 …….અમે લોકો સમયસર પહોંચી ગયા- કારણ  કે લંચ લેવા નો પ્રોગ્રામ અહીં જ હતો…..ભીડ તો હોય જ છે…..( અમારા એક સ્નેહી – અમદાવાદ ને ભુખાવરા ઓ નું શહેર કહે છે….કે જ્યાં લોકો બસ ખાઉં ખાઉં જ કરે છે…..અને ખાવા માટે તો લાઈન મા પણ ઉભા રહે છે…) – ઘૂસ મારી અને નક્કી કર્યું કે – જમવા નું તરત શરુ ન કરવું….પહેલા બધી દુકાનો જોઈ લેવી….પછી જ બધા ને લાભ આપવો….! પણ , આવું શક્ય છે? આપણે તો આ નિયમ- બીજી જ દુકાને અર્થાત સ્ટોલ પર જઈ ને તોડી નાખ્યો……તો અમે શું જમ્યા….

  • મહુડા નો આઈસ ક્રીમ ( માર્ક્સ ૩.૫/૫)
  • બ્રાહ્મી ના ભજીયા ( ૫/૫)
  • સ્ટફ્ડ પરોઠા અને ટોઠાનું શાક ( ૩.૫/૫)
  • ચીકુ નો આઈસ્ક્રીમ ( ૪.૫/૫)
  • આદુ,આમલા, ફૂદીના નો શરબત( ૪.૫/૫)
  • લાઈવ ઢોકળા( ૪/૫)
  • દન્તારા નો શીરો( ૪/૫)
  • સાબરમતી જેલ ના ભજીયા( ૩.૫/૫)- IIM ના વિદ્યાર્થીઓ હવે- આ ભજીયા નું રે-બ્રાન્ડિંગ કરી રહ્યા છે- સર્વે મા અમને પૂછવા મા આવ્યું કે કયું નામ રાખવું…અમે પુણ્ય, જાગૃતિ, ચેતના જેવા નામ સજેસ્ટ કર્યાં…….. પણ ભાઈ- ભજીયા ની ગુણવત્તા સુધારો યાર…..!
  • કૃષ્ણ કમોદ – લાલ ચોખા જેવા ઓર્ગેનિક અનાજ ખરીદવામાં આવ્યા…….

આ વખતે- ખાવા પીવા પર બહુ જ ધ્યાન રાખ્યું અને રીંગણ નો ઓળો- રોટલા કે અન્ય ફરસાણ થી દુર રહ્યા…..પણ હા….આ વખતે પેલો વાંસ નો શીરો ન દેખાણો….! વાંસ નું અથાણું દેખાયું, પણ સાલું…ખાટુ હતું…..આથી  એને રહેવા દીધું…! રીના તો એટલી ઉત્સાહ મા હતી કે – એણે નર્મદા જીલ્લા થી આવેલા વિદ્યાર્થીઓ સાથે ફોટો પણ પડાવ્યો…… ફૂડ ફેસ્ટીવલ ના ફોટા – ફેસબુક અને ગુગલ + પર મુકવામાં આવ્યા છે……!

શિક્ષક અને વિદ્યાર્થીઓ..........!

નવા નવા સંશોધનો,  ભારત નું દુર પ્રદેશો ને છેક અહીં સુધી લાવી ને આવું અદભૂત આયોજન કરી- આવનારી પેઢી ને પોતાની સંસ્કૃતિ વિષે જાણકારી આપવા ના એક પ્રયાસ બદલ પ્રો. અનીલ ગુપ્તા અને એમની IIM ની ટીમ ને ૫ મા થી ૫ માર્ક્સ……!!!!

હવે બસ આવતા વર્ષ ની રાહ જોવાય છે…….. અને એક વાત હમેંશા તાજી રહેશે કે – કંઇક અલગ વિચાર જ – આપણું અસ્તિત્વ ટકાવી રાખે છે……

સલામ અમદાવાદ…..!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s