Raj Mistry's world

Me,my stories and world around….

એક સવાર- નળ સરોવર ને કાંઠે…..

Leave a comment

આમ તો , નળ સરોવર નો પ્રોગ્રામ એક માસ પહેલા થી જ નક્કી હતો. કારણ કે અમે રહ્યા મોટા માણસો….કે જેમણે પોતાના માટે પણ સમય કાઢવા મા , અપોઈન્ટમેન્ટ લેવી પડે છે.. 🙂 , જે હોય તે…..પણ જયારે શરુ શરુ મા આ વાત થઇ એટલે હું ચિંતિત થઇ ગયો, કારણ હતા….

 • રવિવાર…..અર્થાત રવિસભા નો દિવસ….
 • રવિવાર- એટલે પોતાનો દિવસ….શિયાળા ની ઠંડી પરોઢ અને સવારે ૩-૪ વાગ્યે ઉઠી ને પક્ષીઓ જોવા નળ સરોવર જવાનું..???
 • અને રવિવાર- એટલે ભીડ ભાડ નો દિવસ….ફરવા જવાના સ્થળે…આખી દુનિયા ઉમટી પડે…અને મજા એ સજા થઇ જાય….

છતાં, છેક છેલ્લી ઘડી સુધી હા- ના મા મન અટવાતું રહ્યું, અને છેવટે, કંઇક નવું જોઈશું…..અને મિત્રો સાથે છે…એટલે મજા બેવડાઈ જાશે…એમ વિચારી ને – પ્રોગ્રામ કો લોક કાર દિયા….! હવે રહી તૈયારી ની વાત…..તો, બધાએ નક્કી કર્યું હતું, એમ ઘરે થી નાસ્તો લઇ ગયા, પણ જમવાનું તો બહાર જ ગોઠવવા મા આવ્યું. બે કાર…૯ મોટા…૬ નાના…એમ મળી ને રવિવાર ની ઠંડી, ધુમ્મસી , ગાઢી સવારે – સવારે ૫ વાગ્યે ઘરે થી રવાના થયા. આ બાજુ અમદાવાદ- સાબરમતી મેરેથોન માટે તૈયારી કરી રહ્યું હતું, અને અમે કુદરત માટે ના મેરેથોન માટે સડસડાટ ભાગી રહ્યા હતા….મન…મેરેથોન પર હતું…!

અમદાવાદ થી (નળસરોવર) લગભગ ૯૦-૯૫ કિલોમીટર દુર છે. સાણંદ થી ત્રીસેક કિલોમીટર અંદર જવાનું….વેકરીયા ગામ ની સીમ થી શરુ થઇ…૧૨૦ કિમી ના ક્ષેત્રફળ મા ફેલાયેલું આ સરોવર- એક અદભૂત નજારો છે. રસ્તો જોખમી છે…..સિંગલ ટ્રેક …ટ્રાફિક નોન સેન્સ….બમ્પ્સ ગાડી ના પાટા તોડી નાખે એવા……અને ત્યાં પહોંચ્યા પછી…પાર્કિંગ…હરિ બચાવે…! જુઓ સારું- નરસું…….

સારું….

 • સરોવર- અદભૂત….સુરજ ને ક્ષિતિજ મા નીકળતા જોવો…અને એના સુવર્ણ કિરણો ને – સરોવર ના એકદમ પારદર્શક પાણી પર પથરાઈ ને જે નજારો ઉભો કરે છે…..એ જોયા પછી – મારી ગેરંટી કે – આ અનુભવ અને શાંતિ તમે જીવન ભર નહી ભૂલો…..! સહજ મા જ હરિમય થઇ જવાય એવું આહલાદક વાતાવરણ હતું…….
 • પક્ષીઓ- જે નળ સરોવર ના મૂળ માલિક છે( આપણે તો ઘૂસ પેઠિયા છીએ…..) એમની વિવિધ જાતિ ઓ….ઝુંડ….. વાહ….વાહ છે. છેક રશિયા..સાઈબેરિયા…ઉત્તર ચીન….કે અલાસ્કા થી આવતા પક્ષીઓ…તમે જોતા જ દંગ થઇ જાવ..!
 • સરોવર નું એક દમ પારદર્શક પાણી….ઊંડાઈ માત્ર ૫-૬ ફીટ …આથી…પાણી ને ધીરે ધીરે ચીરતી બોટ મા બેસી ને- તમે સરોવર ના તળિયા ને….જલીય જીવન ને આંખો મા ભરી શકો છો….

નળ સરોવર- સુરજ..અને સવાર....

નરસું….

 • રસ્તો…પાર્કિંગ મા જવા માટે લાઈન મા ઉભા રહેવું….ધૂળિયું પાર્કિંગ…..! સિંગલ ટ્રેક રસ્તો -જોખમી તો છે જ….પણ સાથે સાથે સરકારી ઉદાસીનતા આંખે ઉડી ને વળગે છે……
 • બોટ વાળા ઓ ની ઉઘાડી લુંટ….૩૦૦ જેટલા બોટ વાળા છે, જેને સરકારી પરવાનો પ્રાપ્ત છે….એ સામાન્ય દિવસે ૩૦૦ થી ૧૦૦૦ સુધી ભાડું વસુલે છે, જે રવિવારે અને રજાઓ ને દિવસે….વધી ને ૪૦૦૦-૫૦૦૦ ( એ પણ બે-ત્રણ કલાક માટે) સુધી પહોંચી જાય છે. કોઈ ધારા- ધોરણ નહી….નકરી ભીડ ભાડ…!
 • અસહ્ય ગંદકી- લોકો આ કુદરતી અભ્યારણ મા જે રીતે ખાલી પ્લાસ્ટિક બેગો, ટીન્સ, બાટલીઓ….કાગળિયા ફેંકે છે…એ જોઈ ને આપણ ને ભારતીય હોવા પર શરમ આવે…..અને બીજું દયા જનક એ છે કે – સરોવર વચ્ચે રહેલો તરબલા આઈલેન્ડ ( જે પક્ષીઓ ના ઈંડા – બચ્ચા ના ઉછેર માટે સ્વર્ગ જેવો હતો) , ચા- રોટલા-શાક- કોલ્ડ્રીંક્સ, સિગારેટ્સ, નમકીન ના પાઉચો વેચતા – ઘુસણખોરો થી ભરેલું  છે….અને એના થી પણ ખરાબ- આ બધું ખાઈ ને લોકો ખુલ્લેઆમ ગંદકી કરતા ફરે છે……! સરકારી ખાતા તો ઊંઘે જ છે……

નળ સરોવર- ઘૂસપેઠિયા ગંદકી ખોરો....

તો નળ સરોવર મુલાકાત માટે શું ધ્યાન મા રાખવું………?

 • શક્ય હોય તો- ઘરે થી એવી રીતે નીકળો કે તમે સૂર્યોદય- બોટ મા બેસી ને….સરોવર ના પાણી સાથે જોઈ શકો…આથી અમદાવાદીઓ માટે સવારે ૪-૪.૩૦ નીકળવું જરૂરી છે…..
 • ઘરે થી બાયનોક્યુલર….સારા કેમેરા….ઝુમ લેન્સ લેવા નું ભૂલશો નહી……ગોગલ્સ જરૂરી છે…..
 • ઘરે થી નાસ્તો – પાણી લઈને જવું….અને પાર્કિંગ મા જ નાસ્તો કરી ને જવું. ત્યાં જઈને ગંદકી કરવા નો કોઈ મતલબ નથી…યાદ રાખો પાર્કિંગ – નળસરોવર થી ૧.૫-૨ કિમી દુર છે….અને છકડા વાળા એક છકડા ના ( ૯-૧૦ વ્યક્તિ) ના ૧૧૦ -૧૨૦ રૂપિયા લે છે….ધ્યાન રાખો.
 • ભાવતાલ કરતા શીખી જવું……અથવા કોઈ ” વણિક બુદ્ધિ” વાળા ને સાથે રાખવો……એને આગળ રાખવો…. 🙂
 • ત્યાં જમવા નો આગ્રહ રાખવો નહી…..બપોર નું ખાણું..સાણંદ થી અમદાવાદ જતા – કોઈ સારી હોટલ મા જ રાખવું….અથવા ઘરે આવી ને જમી શકાય…

તો, યાદ રાખો….જીવન મા સફર જરૂરી છે….એની મજા લેવી જરૂરી છે….પણ અન્ય ના – કોઈ ના હિત ના ભોગે નહી….! નળ સરોવર – પક્ષીઓ નું નિવાસ સ્થાન છે….એમના જીવન નો ખુબ અગત્ય નો હિસ્સો અહીં વ્યતીત થાય છે….આથી એનું મહત્વ સમજો અને યાત્રા ની મજા લો..!

આ સફર પછી….મને BAPS ના સત્સંગી હોવા નો ગર્વ થાય છે…..જે પ્રમાણે મંદિરો, કે ઉતારા…બગીચા સ્વચ્છ અને વ્યવસ્થિત હોય છે….એવું અહીં પણ કેમ ન થઇ શકે…..! બસ વ્યવસ્થા બદલાય ….લોકો ની માનસિકતા બદલાય – એ જરૂરી છે…! અને સાથે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ની આજ્ઞા યાદ રાખો….” બીજા ના ભલા મા જ આપણું ભલું છે…..” તો પોતાની મજા સાથે કુદરત ની જાળવણી પણ એટલી જ જરૂરી છે…..!

બસ સાથે રહો…..આખરે જીવન પણ એક યાત્રા છે….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s