Raj Mistry's world

Me,my stories and world around….

છેલ્લો દિવસ….અંતિમ ઘડીઓ…

1 Comment

” સમય અને ભરતી કોઈ ની રાહ જોતા નથી…” આ કહેવત કદાચ બધા એ સાંભળી છે….અને અનુભવી છે. સમય ને પાંખો હોય છે અને એ સતત વહેતો જ રહે છે, આથી જ કદાચ આપણા સુખ અને દુઃખ કાયમી નથી. મનહર ઉધાસ  દ્વારા ગવાયેલી ગઝલ – એ સમય નો સંપૂર્ણ અને સાંગોપાંગ અનુભવ કરાવે છે….

સંધ્યા ની જેમ ક્ષણ મા , ઢળી જાય છે સમય, સદભાગી કો’ક ને જ ફળી જાય છે સમય,

આઝાદ ઉડવું કેમ? સમસ્યા છે સમય…સમજી શકે એને જ સમજાય છે સમય…..”

તો સમય સરતો ગયો, અને અમે એની મસ્તી મા બસ કર્મો કરતા ગયા. આજે , ઈસુ ના વર્ષ ૨૦૧૧ ની છેલ્લી રાત્રી છે…..અને અમુક ઘડીઓ જ બાકી છે રાત્રી ના બાર વાગવા તરફ સમય ના કાંટા વણથંભ્યા ધપી રહ્યા છે. સમય સાપેક્ષ છે…..આપણી લાગણીઓ ને….આપણા વિચારો ને..! જયારે તમે ગમગીન હો ત્યારે સમય કદાચ ૮૦ મીનીટ ના કલાક નો હોય છે અને ખુશ હોઈ એ ત્યારે એ જ કલાક માત્ર ૪૦ મીનીટ નો હોય છે……તો કરવું શું? સમય ને પકડી રાખવો , એ કદાચ શક્ય નથી- પણ હા એને શબ્દો મા કંડારી શકાય છે….નજરો મા કેદ કરી શકાય છે….હૃદય મા ભરી શકાય છે…..આંખોમાં આંજી શકાય છે. તો, મે તેને કઈ રીતેપકડી રાખ્યો? જુઓ……

  • ૨૦૧૧ મા મે ૧૧૫ પોસ્ટ લખી અને લગભગ ૨૭૦૦૦ લોકો એ મારો બ્લોગ વાંચ્યો……..અથવા ૨૭૦૦૦ વાર મારો બ્લોગ વંચાયો….આંકડા ઓ ની રમત છે…..પણ મને સંતોષ છે…પોતાના વિચારો દુનિયા સાથે વહેંચવા નો….બાકી વર્ષો થી હું આત્મમંથન માટે….ડાયરી લખતો જ રહ્યો છું….થોડોક બ્રેક પાડ્યો, પણ નવા વર્ષ થી નહી પડે…..એ મારી ગેરંટી..!
  • મારો બ્લોગ હવે સંપૂર્ણ પણે ગુજરાતી ભાષા- આત્મ્ભાષા ના કલેવર ધારણ કરતો જાય છે…..વિચારો , હરપળ નવો શબ્દ દેહ ધારણ કરી આત્મ-રંજન કરવા પ્રગટ થાય છે……..
  • મારું પ્રથમ ધ્યેય- સત્સંગ અને મારા હરિ ની વાતો- મારી અપેક્ષા મુજબ પ્રથમ ક્રમે જ રહી છે……અને નવા વર્ષ માટે પણ શ્રીજી ને પ્રાર્થના કે – જીવન નો જે પણ ક્ષણ કે પળ જીવાય….એ એમના રાજીપા માટે…..એમની હાજરી સાથે જ જીવાય…..
  • કોમેન્ટ્સ કેટલી આવી? એ ચકરડા મા પડવા ની કોઈ ઈચ્છા નથી….કોમેન્ટ્સ ને આધારે મનોરંજન કરવા ની ઈચ્છા નથી…..બસ આ બ્લોગ જે કોઈ પણ વાંચે….એ કંઇક નવું જાણે….સ્થિતપ્રજ્ઞતા ની દિશા મા …પોતાને નિમિત્ત માત્ર સમજી ને સમભાવ રાખવા ની દિશા મા એક પગલું ભરે તો યે બસ…….આખરે આપણું અસ્તિત્વ સમજાય તો યે ઘણું છે.

તો નવા વર્ષ ની રાહ મા….૨૦૧૧ ની આ છેલ્લી પોસ્ટ છે…..બસ આગળ ધપો…..આવતીકાલ નો સોનેરી સુરજ આપણી રાહ જોઈ રહ્યો છે……….

આવતીકાલ ની સવાર આપણી છે.......

જુના વર્ષ ને વિદાય આપીએ….નવા વર્ષ ને આવકારીએ……કારણ કે હરપળ એ નવી જ છે…” ક્ષણે ક્ષણ હું જન્મતો….ક્ષણે ક્ષણ હું મરતો…” ની જેમ મારા ફેવરીટ મરીઝ દ્વારા રચિત પંક્તિ ઓ દ્વારા સમાપન કરીએ…….

” બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જયારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે…..

દુનિયા મા કંઇક નો કરજદાર છું , “મરીઝ”…..ચૂકવું બધાનું ઋણ જો અલ્લાહ ઉધાર દે….”

જય સ્વામિનારાયણ…

રાજ

 

Advertisements

One thought on “છેલ્લો દિવસ….અંતિમ ઘડીઓ…

  1. ખુબ સરસ, વાહ
    જય સ્વામિનારાયણ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s