Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૦૧/૦૧/૨૦૧૨

1 Comment

નવું વર્ષ …નવી આશાઓ….પણ એ જ સાંજ અને એજ સભા….મારા હરિ માટે ની સભા….મારા પોતાના માટે ની સભા…!  આજનો દિવસ -એક સાચી રીતે જ શિયાળા નો દિવસ હતો. સુરજ ને પણ જાણે આળસ અને રવિવાર ચઢ્યો  હોય, એમ શાંતિ થી ” ઉઠ્યો” હોય એવું લાગતું હતું.  પણ અમારી સોસાયટી ના કુતરાઓ ને શિયાળો નડતો હોય એવું નથી લાગતું, કારણ કે રીના ની ગાડી એમના ગુસ્સા નો ભોગ બની, અને ગાડી ની વેરાન-છેરણ સીટ ને રીપેર કરાવવા મારે મિરઝાપુર ના ચક્કર કાપવા પડ્યા.

પણ આજે વર્ષ નો પ્રથમ દિવસ…પ્રથમ રવિવાર…..પ્રથમ સભા હતી….આજે હું આજે એને ચૂકવા માંગતો ન હતો…આથી સમયસર મંદિરે પહોંચી ગયા. ઠાકોરજી ના દર્શન કર્યાં. ધનુર્માસ નું માહાત્મ્ય હજુ પણ ઠાકોરજી ના શણગાર પર દેખાય છે. આજના દર્શન…..બસ….જેનાથી મન શાંત થઇ ગયું…..

આજ ના દર્શન.....

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે પૂ. સંતો દ્વારા પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના ૨૦૦૯ ના વિચરણ વિષે નિરૂપણ અને ભાવાર્થ ચાલતો હતો.  પૂ. સ્વામીશ્રી ના વિચરણ ના નિરૂપણ નો ફાયદો એ છે કે – એમાં થી શબ્દે-શબ્દ , એમનું સ્વરૂપ અને હરિભક્તો પ્રત્યે નો એમનો ભાવ ઓળખાય છે. સાથે- એક હરિ જ સર્વ નો કર્તા-હર્તા છે- એ વિચાર મજબુત થાય છે.  આ નિરૂપણ નો સાર હતો….

 • સતત , રોજીંદી ક્રિયા વચ્ચે પણ ભજન-કથા વાર્તા – એ ભક્તિ નું જરૂરી અંગ છે. ભજન કરવું અને કરાવવું- એ ના થી સત્સંગ નું કોઈ મોટું અંગ ન હોઈ શકે.
 • સંતો- હરિભક્તો  મા નિર્દોષ બુદ્ધિ રાખવી- પોતાના જ્ઞાન અને સમજણ અનુસાર- એમના સદગુણો ને ગ્રહણ કરવા.
 • ગુરુ નું વચન- બ્રહ્મવાક્ય સમાન રાખવું……અને એક ભગવાન નું જ કર્તા-હર્તા પણું સ્વીકારવું- એક એમની જ મરજી ચાલે છે, અને એ જે કરે છે એ-જીવ ના કલ્યાણ હેતુ જ કરે છે.

ત્યારબાદ કીર્તન થયા- ” વારે વારે જાઉં વારણીયે…” પ્રેમાનંદ સ્વામી દ્વારા રચાયેલા પદો – કિશોર મંડળ ના સભ્યો દ્વારા ગવાયા. ત્યારબાદ નું પદ ” પ્રીત પુરવ ની તમારી..સુંદરવર શામળિયા” ગવાયું અને સમગ્ર સભા પણ એમાં સમન્વિત થઇ ગઈ….તાળીઓ ના તાલે ગવાતું આ પદ- અદભૂત હતું. ત્યારબાદ, પૂ. શ્રીહરિ સ્વામી ના મુખે- ઉત્તરાયણ અને તેના માહાત્મ્ય વિષે પ્રવચન થયું. એના અંશ…..

 • ખગોળશાસ્ત્ર મુજબ- સુરજ મહારાજ નું ઉત્તર દિશા….મકર રાશી  તરફ ગમન- ૨૧ ડીસેમ્બર થી જ શરુ થઇ જાય છે,  આથી આપણે ૧૪ જાન્યુઆરી, જે ઉત્તરાયણ મનાવી એ છીએ…એ એક ઉજવણી થી વિશેષ કશું નથી- છતાં, એનું મહત્વ ઓછું થાતું નથી.
 • મકરસંક્રાંતિ મા આપણા શાસ્ત્રો મુજબ દાન ધરમ- શુભ કાર્યો નો મહિમા અપરંપાર છે.
 • બલીરાજા, નચિકેતા, દધીચી ,કર્ણ જેવા દાનવીરો અમર થઇ ગયા.
 • મહારાજ ના વખત મા- પણ દાદા ખાચર, ઝીણા ભાઈ, સંતો, લાડુબા વગેરે ભક્તો ના ત્યાગ , બલિદાન અવિસ્મરણીય છે…વીરો સાખડ અને વ્રજાનંદ સ્વામી ની વાત, કે પંચાળા ના કાલુંબાઈ જેવા સત્સંગી ની વાતો પણ સંપ્રદાય મા જાણીતી છે.
 • શાસ્ત્રીજી મહારાજ ના વખત મા , આશાભાઈ-ઈશ્વારભાઈ જેવા હરિભક્તો કે જાહેર મા કહેતા કે- શાસ્ત્રીજી મહરાજ માટે તો અમે વેચાઈ જાશું…
 • દાન મુખ્યત્વે ત્રણ પ્રકાર ના હોય છે- દૈહિક, દ્રવ્યિક, સામયિક – જે જેની શક્તિ હોય એ પ્રમાણે કરે…..
 • શાસ્ત્રીજી મહારાજ ની આ સંસ્થામાં , ઉચ્ચ અભ્યાસ વાળા, પોતાના પરિવાર ના એક ના એક દીકરા હોય તેવા, વિદેશ ના નાગરિક હોય તેવા….અસંખ્ય સંતો છે. માત્ર એક પ્રમુખ સ્વામી ના વચને- સ્વામિનારાયણ ભગવાન ખાતર પોતાનું ઘર-બાર-સુખ-પરિવાર છોડી ને ત્યાગ ને વરેલા છે…..એ પણ એક મહાન દાન છે.

ત્યારબાદ,પૂ. બ્રહ્મવિહારી સ્વામી એ પોતાની લાક્ષણિક અદા મા પૂ. સ્વામીશ્રી ના મુંબઈ ખાતેના પ્રસંગો નું વર્ણન કર્યું. અને મકરસંક્રાંતિ માટે ની ઝોળી પર્વ નિમિત્ત ની તૈયારીઓ અને વ્યવસ્થા વિષે વાત કરી. આજ થી જ હરિભક્તો, પોતાની સેવા -જે તે વિસ્તાર ના કાર્યકરો ને લખાવી શકશે…

ત્યારબાદ, પૂ. અક્ષરવત્સલ સ્વામી એ , વીડીઓ-ફોટા દ્વારા નુતન, શ્રી પ્રમુખસ્વામી હોસ્પિટલ વિષે ઊંડાણપૂર્વક માહિતી આપી. ૭ માળ ની, એકદમ અદ્યતન, બધી જ સગવડો અને બધાજ પ્રકાર ના ઓપરેશનો કરી શકે, અને લગભગ મેડીકલ ની બધી જ ફેકલ્ટીઓ ની સગવડ ધરાવતી હોસ્પિટલ હવે સંપૂર્ણ પણે તૈયાર છે. ઘર આંગણે -આંતરરાષ્ટ્રીય કક્ષા ની સેવા – એ અમુલ્ય લાભ જ કહેવાય. વળી આ મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલ મા એલોપથી ની સાથે સાથે આયુર્વેદ, હોમીઓપથી, નેચરોપથી વગરે જેવા વિભાગો નો પણ સમન્વય કરવામાં આવ્યો છે. ચાલો…….હવે આપણે શાંતિ..!!!!!!

ત્યારબાદ અમુક જાહેરાતો થઇ -જેમાં સત્સંગ પરીક્ષા માટે ઓડીઓ સીડી, પૂ. મુકુન્દ્ચરણ સ્વામી લિખિત- હિંદુ ધર્મ  ના સ્ત્રી-ભક્તો પર એક પુસ્તક પ્રગટ થયું.

તો નવા વર્ષ ની આજની સભા- ભરચક હતી…..આથી કહી શકાય કે શરૂઆત હમેંશ ની જેમ સારી જ રહી, અને શ્રીજી ને પ્રાર્થના કે આવનારું સમગ્ર વર્ષ- આ જ્ઞાન-સભા નો પૂર્ણ લાભ મળતો રહે……

જય સ્વામિનારાયણ….

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા- તા ૦૧/૦૧/૨૦૧૨

 1. raj mistry thanking you for to send swaminarayan sabha real eyes visibal aheval. your writing is very good understing words to words of sant & pramukh swami. you are real artist of god.
  i have proud of you, i have so much prem, gnan & religius idea from your blogs. i am very happy and realise by god bless swaminarayan.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s