Raj Mistry's world

Me,my stories and world around….

દિલ્હી ડાયરી-૨

Leave a comment

તો, આગળ ની મારી પોસ્ટ જોઈ તેમ, દિલ્હી એક મિજાજી શહેર છે. અને એની સાથે ના આ સફર ના અંતિમ દિવસો, પણ એક સુખદ અહેસાસ હતા. જયારે અમે દ્વારકા છોડી ને પહાડગંજ ના  વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે એ દિલ્હી નો મિજાજ કંઇક અલગ હતો. સમય જાણે કે પાછા પગલા ચાલી ને ભૂતકાળ ની ગર્તા ઓ માં , સિત્તેર કે એસી ના દાયકાઓ માં પહોંચી ગયો હતો. એજ ભીડભાડ,  તંગ ગલીઓ, પરોઠાઓ ની હાટડીઓ, સાયકલ રીક્ષાઓ  ખેંચતા એ જ નિસ્તેજ ચહેરાઓ…..! લાગ્યું કે મુંબઈ ની જેમ આ દિલ્હી પણ અલગ જ છે…..

ખાન મોતિયા ચોક ની એક હોટલ માં અમારો ઉતારો હતો અને ઠંડી તો જાણે કે અહીં જ કેન્દ્રિત થઇ ગઈ હતી….હું તો જતા જ સુઈ ગયો…..અને બે કલાક પછી ઉઠ્યો…સમય ના અભાવે, અક્ષરધામ ની મુલાકાત એક સ્વપ્ન જ રહી ગયું…..અને હવે માત્ર ૨૬ જાન્યુઆરી ની પરેડ ને તાદ્રશ્ય નિહાળવી જ બાકી હતી….પણ અમારા સર્કલ ના કોઈ મિત્ર સાથે આવવા તૈયાર ન હતા….પણ આપણે પણ કઈ કમ ન હતા…” બસ એકલો જા ને રે….” એ નિયમાનુસાર સવારે વહેલો ઉઠી ગયો….તૈયાર થઇ ગયો , અને છેવટે એક મિત્ર તૈયાર થતા અમે લગભગ ૯-૧૦ વાગ્યે- ઇન્ડિયા ગેટ જવા નીકળ્યા…પણ ત્યાં જવાના બધા રસ્તા બંધ હતા આથી છેવટે, સાયકલ રીક્ષા, ઓટો રીક્ષા, ચાલતા…..ITO પહોંચ્યા..ત્યાંથી આમ જનતા માટે પરેડ નજીક થી જોવા મળી…..દિલ બાગ બાગ થઇ ગયું….આપના સૈન્ય જવાનો ના મજબુત, એક સાથે ઉઠતા કદમ….હાથ …પોશાક…અને બુલંદ અવાજો……અવિસ્મરણીય હતા……! તમે રૂબરૂ જુઓ તો ખબર પડે કે- રક્તચાપ કોને કહેવાય……સડક જાણે કે એસીડ ભીની થઇ ગઈ હતી……..અને એ એસીડ આજુબાજુ ઉભેલા દર્શકો ની રક્તવાહિની ઓ માં દોડી રહ્યું હતું……મેં ખુદ અનુભવ્યું કે “જુસ્સો” કોને કહેવાય છે? દુનિયાની સૌથી મોટી આર્મી ઓ થી એક – સૈન્ય આજે ધરતી ધ્રુજાવી રહ્યું હતું…..મને એક વાત યાદ આવી ગઈ કે ” આપનું સૈન્ય અને જવાનો વીર છે…પણ આપણા રાજકારણીઓ માટીપગા………..” ! અમારી હરોળમાં ઉભેલા બાળકો નો જુસ્સો જોઈને લાગ્યું કે આવનારી પેઢી- કદાચ આ ફરક જાણે છે……દેશના ગૌરવ-આન-માન ને સમજે છે……..

The grand parade - 26th Jan

ત્યારબાદ- ગાંધીજી ની સમાધી રાજઘાટ ગયા….ચાલતા ચાલતા….! મજા આવી ગઈ…..એમની એકલા ની સમાધી મને યોગ્ય લાગી છે- બાકી નહેરુવંશ, જગજીવનો….ચરણદાસો ….ની સમાધિઓ – એ એક પૈસા,જમીન અને લોકો ની લાગણીઓ વેડફાટ જ છે…..પછી અમે ભાગ્યા હોટલ તરફ કારણ કે – ઘર તરફ ની ગાડી પકડવા ની હતી……ઘર આખરે તો બધા માટે – પૃથ્વી નો છેડો જ છે. “ઘરે કોઈક આપણી રાહ જુએ છે…..” આ શબ્દો થી મોટા શબ્દો- લાગણીઓ ને પ્રદર્શિત કરવા કદી લાગ્યા નથી……..અને કદાચ આ શબ્દો જ છે, જે મને પળેપળ જ્ઞાત કરાવે છે કે – “હું” કોણ છું…?????

બસ , હવે પછી નો સફર ચાલુ જ છે…..કારણ કે મારા માટે “સતત સફર …ભાગવું- એ જ કદાચ સ્થિરતા છે” …તમારા માટે શું છે?

સાથે રહેજો……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s