Raj Mistry's world

Me,my stories and world around….

વિચરણ કાળ-૧

Leave a comment

એક ગુજરાતી કહેવત છે કે- ” સાધુ તો ચાલતો જ ભલો”……સાચી વાત છે. જીવન એ પાણી જેવું છે, જો એક જ જગ્યા એ સ્થિર થઇ જાય તો ગંધાઈ ઉઠે છે…એનો અસલ મિજાજ ગુમાવી દે છે……આથી પળેપળ બદલાતા રહેવું…..ફરતા રહેવું- એજ જીવન છે. સાથે એ પણ સત્ય છે કે , આપણું જીવન એક સીધી રેખા મા નથી ચાલતું….એની ધરી પર ક્યારેક વર્તુળાકારે તો ક્યારેક ઉતર-ચઢાવ ના આભાસી રેખાચિત્રો મા ઘેરાયેલું રહે છે….!

આમ તો હું જન્માક્ષર મા સહેલાઈ થી નથી માનતો, પણ આ વિજ્ઞાન અદભૂત છે, અને મને ખુદ નો એનો અનુભવ છે. ઘણા લોકો ના જન્માક્ષર કે કુંડળીઓ ( જો એકદમ સચોટ હોય તો) તમે એના જીવન ના પ્રવાહ વિષે કહી શકો છો. મારા જન્માક્ષર મહદ અંશે સત્ય ઠર્યા છે. મારું વિચરણ કે મુસાફરી નો યોગ કે મારું ભણતર કે મારા વ્યસાય વિષે ની વાતો સાચી પડી છે. જે હોય તે……તમે સ્વીકારો કે ન સ્વીકારો- પણ જીવન અને સમય- બ્રહ્માંડ ના એક સ્પષ્ટ રૂપરેખા મુજબ જ ચાલે છે…..દુનિયા કે જીવન ના બદલાવો- કદાચ એક ડીઝાઈન ના ભાગ હોઈ શકે છે. આ મત-મતાંતરો થી ભરેલી વાતો છે….નાસ્તિકો આને તદ્દન બક્વાસ ગણે છે…..તો અમારા જેવા આસ્તિકો- હરિ ની દયા કે મરજી જાણી ને જીવી જાય છે……! પહેલા , મે જીવન મા પોતાની જાતે જ પોતાનું નસીબ ઘડવા નો ઘણો પ્રયત્ન કર્યો…..ઉંધે માથે પછડાયો તો ક્યારેક સફળ પણ થયો…..પણ છેવટે – મે એક હરિ નું શરણું જ સ્વીકાર્યું, અને ગીતા ના કર્મયોગ ની જેમ- પોતાના કર્મો- છોડ્યા નહી…..કર્મ તો કરવા જ પડે….સ્વયં શ્રીજી એ કર્મ કરવાની આજ્ઞા કરી છે……અને પ્રત્યેક જીવે કર્મ તો કરવા જ પડે…..અને મે કર્યાં જ છે…એ પણ છેક સુધી…પણ જે ફળ મળ્યું, એ સહર્ષ ( ક્યારેક દુઃખી થઇ ને…..સંપૂર્ણ સ્થિતપ્રજ્ઞતા માટે હજુ હું લાયક નથી થયો) સ્વીકાર્ય છે…..! આનો એક ફાયદો એવો થયો છે કે – કોઈ પણ કાર્ય કરતાં પહેલા થતી- એના પરિણામ વિષે ની નકારાત્મકતા – હવે મારા માટે ઘણી ઓછી થઇ ગઈ છે.

ચાલો જે હોય તે- પણ આપણો- વિચરણ કાળ અત્યારે પુર જોશ મા ચાલે છે. ગયે અઠવાડિયે- હું મુંબઈ હતો- ટીકીટો ના ઝંઝાળ અત્યારે ખુબ જ છે- ટ્રેનો બધી ફૂલ છે….ફ્લાઈટો ડબલ ભાડા લે છે……તો બસો વાળા પણ જેમ ફાવે એમ લુંટી રહ્યા છે…..કારણ? લગ્ન ની સીઝન છે ..ભાઈ…..૨૦૧૨ મા તો પ્રલય આવવા નો છે… 🙂 આથી જલસા કરી લો ને ભાઈ…..! જીવ અવગતીયો ન જાય……..! તો મુંબઈ થી જયપુર જવાનો પ્રોગ્રામ હતો, પણ જેમ જીવન અનિશ્ચિત છે તેમ, અચાનક જ મારે- હરીદયા થી એ કેન્સલ કરી સૌરાષ્ટ્ર ના પ્રવાસે જવાનું થયું….! દાદર મંદિરે દર્શન કરી, સંતો ને મળી….મુંબઈ થી જેમતેમ કરી બસ મા કુટાતો….અમદાવાદ પહોંચ્યો ત્યારે- અહીં તો ભયાનક ઠંડી હતી…..પછી ખરેખર મે -મારા વ્હાલા શ્રીજી મહારાજ ને “થેન્ક્સ” કહ્યું….કારણ કે જો હું જયપુર ગયો હોત- તો મારા હાલ શું થાત? વળી, મારી પાસે સ્વેટર પણ ન હતું………!

Darshan-Mumbai-7/2/12

ઘરે આખો દિવસ – ઘરમાં પૂરી ને- બીજે દિવસે સૌરાષ્ટ્ર ના પ્રવાસે ઉપડી ગયો….એ પણ યોગ્ય ઠંડી-રોધક સગવડ સાથે…..!  અને રાજકોટ થી જ અગત્ય ના કામે જામનગર જઈ આવ્યો……! હજુ તો પ્રવાસ ચાલુ જ છે……જોતા રહો- આ વિચરણ કાળ મને ક્યાં ક્યાં લઇ જાય છે…..???

પણ આજે ઘણું જ સારું અને અવિસ્મરણીય કામ થયું. લૌકિક કામ તો થાય છે- પણ આજે હું, રાજકોટ – કાલાવડ રોડ ના સ્વામિનારાયણ મંદિરે દર્શને ગયો અને ત્યાં જ મને પૂ. મહંત સ્વામી જેવા સદગુરુ સંત ના ચરણસ્પર્શ અને દર્શન નો અદભૂત લાભ મળ્યો. એકદમ સાદું જીવન, સાદી વાણી અને ઉચ્ચ અધ્યાત્મિક વિચારો – પૂ. મહંત સ્વામી ના દર્શન – એક લ્હાવો છે. BAPS ના સદગુરુ સંતો- આજે હજારો-લાખો મુમુક્ષો ને અધ્યાત્મ મા જોડી રહ્યા છે….પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના આ સંતો- સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક ઉદાહરણ છે…..

Darshan- Rajkot- 9/2/12

તો વિચરણ કાલ ક્યારેક મારા માટે હર્ષ લાવે છે તો ક્યારેક ગમગીની અને એકલતા……પોતાના લોકો થી દુર રહેવા ની ગમગીની…..! પણ છેવટે તો એ જ સત્ય છે…..એકલતા- પોતાની જાત ને સમજવામાં મદદ કરે છે….વિચરણ કે સફર- નવા નવા વ્યક્તિઓ ને સમજવામાં મદદ કરે છે તો…..સાથે સાથે જીવન ના અનેક રંગો મા – મારો રંગ કયો? એ જાણવામાં પણ મદદ કરે છે.

આથી સફર કે વિચરણ જરૂરી છે……એક જગ્યા એ સ્થિર રહી ને – પાળિયા કે પીલ્લર બનવાની કોઈ ઈચ્છા નથી. કર્મ સંપૂર્ણ કરવા ના છે….પણ ગાડી ની પાછલી સીટ પર બેસી ને – મારા સારથી( મારો હરિ) મને ક્યાં લઇ જાય છે?…એ એમના પર છોડ્યું છે. એ જે કરશે એ સર્વ શ્રેષ્ઠ જ હશે- બસ મારે એને સ્વીકારવાનું છે…..અને એ જ મારા માટે એક પડકાર હશે….!

જય સ્વામિનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s