Raj Mistry's world

Me,my stories and world around….

પ્રેમીજન ને વશ પાતળિયો….

2 Comments

આપણા સ્વામીનારાયણ સંપ્રદાય કે વૈષ્ણવ સંપ્રદાયો, અને સાથે સાથે એ બધાજ સંપ્રદાયો કે જેમાં વિષ્ણુ ભક્તિ કે કૃષ્ણભક્તિ એક અભિન્ન અંગ છે, એમાં પ્રેમ ના મહત્વ ને ભારોભાર સમજવામાં આવ્યું છે. કહેવાય છે કે – હરી , ભક્તો ના પ્રેમ ને વશ થાય છે, એવા કોઈ રીતે થતા નથી…અને સત્સંગ પણ પ્રેમધા ભક્તિનું જ એક અંગ છે. પોતાના ઇષ્ટદેવ કે શ્રીહરિ ના વિવિધ ચરિત્રો, લીલાઓ- કથા વાર્તા, કીર્તન કે વિવિધ પદો વડે સતત સ્મરણ માં રાખવા…….એમના રાજીપા માટે જ જીવવું – એ પ્રેમધા ભક્તિ ના પાયા ની વાત છે.

પણ, આ પ્રેમધા ભક્તિ ના ખોટા અર્થઘટન થી, રસિકતા, બીભત્સતા જેવા દુષણો, સંપ્રદાયોમાં પ્રવેશ્યા અને- બાઈ -ભાઈ ના ભેદ ભુલાયા અને આ ભક્તિ સ્વરૂપ કલંકિત થયું. તો, પ્રેમ શું છે?  પ્રેમ ની હજારો વ્યાખ્યાઓ છે……પણ એ બધી વાસના રહિત- શુદ્ધ ભાવ થી- હૃદય સાથે જોડાયેલી છે.  ત્યાગ, બીજા માટે જ જીવવું, અન્ય પાત્ર ના રાજીપા અનુસાર જીવવું, જીવન ની પ્રત્યેક ક્ષણમાં પ્રિયજન ને અનુભવવું……..કદાચ ઘણું બધું  છે………પ્રેમ માટે..! પ્રેમ કદાચ- એટલા માટે જ અવ્યાખ્યાયિત રહે…..માત્ર લાગણીઓ જ એને વ્યાખ્યાયિત કરી શકે એ જરૂરી છે…..આથી જ તો મુક્તાનંદ સ્વામી એ સ્નેહ ભર્યા નેત્રો થી શ્રીહરિ માટે ગાયું કે…

પ્રેમીજન ને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે ;

જાતી-વરણ ને , રૂપે ન રીઝે, પ્રભુજી ને ભક્તિ પ્યારી રે…

પ્રેમ ન નીપજે દેશ વિદેશ ,પ્રેમ ન હાટે ન વેચાય રે….

પ્રેમ ના પ્રસંગ માં જે શિર સોંપે , તે જન પ્રેમી થાય રે…..;

વ્રજ વનીતા ના પ્રેમ ની આગે ,ઉડ્યા કોટી કબીરા રે…..

મુક્તાનંદ એ પ્રેમ નો મારગ , સમજે તે સંત સુધીરા રે…;

આમ, અમારા સ્વામીનારાયણ સંપ્રદાયમાં- શ્રીજી મહારાજ નો સ્નેહ ડગલે ને પગલે જોવા મળે છે…..દાદા ખાચર…ઝીણાભાઈ દરબાર કે અમરો પટગર….કે સંતો….બધા જ એક પાતળિયા ના પ્રેમ માં વશ હતા. ….! શ્રીજી નું અભય  વચન કે- ” જે કોઈ પણ એમના માટે ભીડો વેઠશે….એના યોગ-ક્ષેમ માટે એ સદાયે હાજર રહેશે…” ઇતિહાસ સાક્ષી છે……શ્રીમદ ભાગવત ના હર-એક પાના પર- હરી ની આ જ કથા વર્ણવેલી દેખાય છે. રાધા નું અસ્તિત્વ હતું કે નહિ? એ વિવાદ નો વિષય હોઈ શકે છે…પણ શ્રીહરિ નો પ્રેમ- એ નિર્વિવાદ છે…..! એક તુલસી ના પાંદડા થી પણ મારો નાથ- એના ભક્તો ના પ્રેમ માટે તોળાઈ શકે છે…..સંતો ના ખુલ્લા પગ ને જોઈને, શ્રીહરિ એ પોતાના વસ્ત્રો ને ફાડી, એમના ચરણો માં બાંધ્યા હતા……તો દાદા ખાચર ને- પોતાના વચન ની લાજ રાખવા ઘર ત્યાગ કરી જતા જોઈ…..ઘર ના થાંભલા ને પકડી- શ્રીજી મહારાજ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા……! આવા તો અનેક પ્રસંગો, સંપ્રદાય ના પુસ્તકોમાં, શાસ્ત્રોમાં…..ભાગવત માં વર્ણવેલા  પડ્યા છે….!

                              અને, આજકાલ જોઈએ તો પ્રેમ માત્ર વેલેન્ટાઈન ડે પુરતો જ બાધિત રહી ગયો છે. આમાં માર્કેટિંગ વધારે…..અને પ્રેમ ની મીઠાસ ઓછી છે. એમાં કોઈ શંકા નથી કે- પ્રેમ એ દર્શાવેલો જ સારો….પણ આછકલો ન હોવો જોઈએ…! રીના અને મારા માટે તો રોજ ” વેલ ન ટાઈટ” ડે જ હોય છે…જીવન ની ભાગમભાગી હવે કોઠે પડી ગઈ છે….છતાં, અમારી એ લાગણીઓ….એ જ પત્રો… કે એ જ વાતો- હજુ યાદ છે…..મેં રીના ને આપેલા પુષ્પો- હજુ એને ફ્રેમિંગ કરાવી  ને રાખી મુક્યા છે…..પત્રો- હજુ પણ અકબંધ, ગળી વાળી ને મૂકી રાખ્યા છે……! રીના માટે મેં લખેલી “પ્રેમ ની સો વ્યાખ્યાઓ….કાવ્યો…..હજુ એમના એમ તાજા જ છે….! જુઓ આજે એણે મને સરપ્રાઈઝ કઈ રીતે આપી……સાથે સાથે ઠાકોરજી ને પણ સરપ્રાઈઝ મળી….

પ્રેમ - એક હરી સાથે....

રોટલી ને હૃદયકારે બનાવી…..આજે આ દિવસ ને, રીના એ “વસુલ” કરી દીધો..! મને- ખુબ ગમ્યું…..અને ઠાકોરજી ને તો આ ગમ્યું જ હશે, એમાં કોઈ બે મત નથી…….!

બસ , પ્રેમ- પ્રેમ જ રહે..એ જ શુધ્દ સ્વભાવ રહે…..અને જીવન માં પ્રેમ જ સર્વોચ્ચ રહે – એ માટે જગત ના ધણી ને પ્રેમ ભરી પ્રાર્થના……..!

જય સ્વામીનારાયણ…

રાજ

Advertisements

2 thoughts on “પ્રેમીજન ને વશ પાતળિયો….

  1. Very nice Rajeshbhai….Sorry not you, credit goes to Rinabhabhi….Happy Valentine Day to both of you..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s