Raj Mistry's world

Me,my stories and world around….

હકા બાપુ…

Leave a comment

હકા બાપુ અર્થાત….હકાભાઈ રૂખાડભાઈ ખાચર…જન્મવર્ષ- ૧૯૧૫ ..અક્ષરવાસ- ૨૦૦૬, ગામ- સારંગપુર  કાર્ય- એક શ્રીજી ની સેવા……

હકાબાપુ- અચાનક યાદ આવવા નું કારણ એટલું કે- થોડા દિવસ પહેલા , હું એક પ્રસિદ્ધ ડેન્ટીસ્ટ ના સંપર્ક માં આવ્યો, અને એમની સાથે થયેલી વાતચીત ના અંતે- એમણે મને કહ્યું કે – હકાબાપુ નો ઈલાજ કરવા નો મોકો એમને મળેલો છે…….અને એમની વાત સાંભળી ને- હું હકાબાપુ ના ચરિત્ર માં ખોવાઈ ગયો. મને એમના વિષે- વિશેષ જ્ઞાન ન હતું, છેવટે- મિત્રો, સંબંધીઓ ની મદદ લીધી…..અને થોડી ઘણી માહિતી મળી- જે આધારે હું, હકાબાપુ ના ચરિત્ર ને જીવંત કરવાનો , હું પ્રયત્ન કરવા જઈ રહ્યો છું…..

હકાબાપુ.....એક સદાકાળ ભક્તિ...

હકાબાપુ, એ અક્ષરપુરુષોત્તમ સંસ્થાના ઇતિહાસ માં વણાયેલું- એક અદભુત નામ છે.  સતત ૯૧ વર્ષ ની ઉમર સુધી, જીવન પર્યંત- અક્ષરપુરુષોત્તમ ના સિધ્ધાંત માટે જીવી ગયેલો એક ભડવીર ભક્ત- જીવ ખાચર ના વંશ સાથે સંકળાયેલો હતો. જીવ ખાચર શ્રીહરિ ના સંસર્ગમાં રહ્યા પણ- શ્રીજી ના ન થઇ શક્યા…એ ખોટ- એમના વંશજ હકાબાપુ એ પૂરી કરી. દેશ ના સ્વાતંત્ર્ય સંગ્રામ થી શરુ થયેલી એમની યાત્રા- એક અધ્યાત્મ યાત્રા બની રહી. શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોતમ સંસ્થા ના આદ્ય સ્થાપક પુ. શાસ્ત્રીજી મહારાજ ની વિદ્વતા થી આકર્ષી ને- પોતાની જીન્દગી ના પચાસ- વર્ષ- ઘરબાર છોડી- એક ત્યાગી ની જેમ વિતાવી દીધા. BAPS ના કુલમુખત્યાર તરીકે પણ ફરજ બજાવી….અને ચિત્રાસર,શ્રીજીપુરા જેવી ગામો ની જમીનો નો વહીવટ કર્યો….રાજપરિવારો સાથે ની નિકટતા, ચપળ અને વિચક્ષણ યાદ શક્તિ અને રમુજી સ્વભાવ……અજોડ હતા. “પ્રમુખ સ્વામી” ને “પ્રમુખ’ તરીકે ની નિમણુંક નો પત્ર પણ એમના હાથે લખાયો હતો. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ- એમ ત્રણ ત્રણ મહાન પુરુષો સાથે નો સાથ એમણે , નિભાવ્યો હતો. પુ. યોગીજી મહારાજ ના સંકલ્પો અને પુ. શાસ્ત્રીજી મહારાજ દ્વારા- યોગી બાપા ની ઓળખાણ – ના સાક્ષી- એ હકાબાપુ હતા.

પુ.પ્રમુખ સ્વામી મહારાજ સાથે .....

એક હરી માટે….સંતો માટે…..અને હરી ની આ સંસ્થા માટે- જીવન ના છેલ્લા શ્વાસ સુધી ઘસી જવું- એ સહજ નથી……એ તો હકાબાપુ જેવા એકનિષ્ઠ હરિભક્તો જ કરી શકે- અને એમના જેવા હરિભક્તો ને કારણે – આજે સત્સંગ ઉજળો છે. પુ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે ના એમના વિચરણ- આજે પણ સંસ્થામાં ઉદાહરણ સાથે …ઉદાહરણ તરીકે….લેવાય છે…..! યોગીબાપા નો એક પ્રસંગ……

” ગોંડલ ના મંદિર નું કામ ચાલતું હતું, પૈસા ન હતા અને કડિયા ના પગાર ચડી ગયા હતા. યોગીબાપા ને તો એક હરી, અને એક શાસ્ત્રીજી મહારાજ પર જ બધું…..નિર્ભર..! હકાબાપુ- એ સમયે મંદિર નું નામું સંભાળતા – અને આ પરિસ્થિતિ માં, એમણે યોગીબાપા ને સત્ય થી વાકેફ કર્યા કે- મંદિર ની નાણાકીય સ્થિતિ કેવી છે….~! યોગીબાપા- એમની વાત થોડીવાર સાંભળી રહ્યા- પછી- એમણે કાગળ અને પેન મંગાવ્યા- હકાબાપુ ને લાગ્યું- કે યોગીબાપા કોઈ સત્સંગી ને ભલામણ પત્ર લખીને, પૈસા ની વ્યવસ્થા કરશે, પણ પછી જોયું, તો- યોગીજી મહારાજે- ઠાકોરજી ને પત્ર લખ્યો,અને એમની પાસે થી મદદ ની માંગણી કરી….! હકાબાપુ નો હાથ પકડી, ને યોગીબાપા – એ  ,એ પત્ર હરિના ચરણ માં મુક્યો અને “સ્વામીનારાયણ” મંત્ર ની અસ્ખલિત ધૂન કરવા લાગ્યા…..અડધો..પોણો….એક..દોઢ….પોણા બે કલાક સુધી- યોગીબાપા ની આ પ્રાર્થના ને- હકાબાપુ નિહાળી રહ્યા……અને જાણે કે ચમત્કાર થતો હોય- એમ એક સત્સંગી સેઠ આવ્યા- અને મંદિર ખાતે દાન-ભેટ લખાવી…..અને સાથે સાથે- શાસ્ત્રીજી મહારાજે મોકલેલું મની ઓર્ડર પણ- એ જ સમયે આવ્યું…….! અને હકાબાપુ ને જ્ઞાન થયું કે- યોગીજી મહારાજ કોણ છે? ”

સાચે જ…..હકાબાપુ નું આ પાત્ર- BAPS  ના ઇતિહાસ નું એક સોનેરી પાનું છે…..કોઈ સંસ્થા- એના સિદ્ધાંતો…..એના નિયમ ધર્મ અને એના હરિભક્તો- ના અખૂટ પ્રયાસો થી કેવી રીતે ઉભી થાય છે…..એનું દ્યોતક છે…..અને હકાબાપુ- સત્સંગ ના – આ અસીમ યાત્રા ના એક સાક્ષી છે……સંતો ના- એમના ભીડા અને સેવા ના સાક્ષી હતા….

હરી સાથે સંકળાયેલી- જીવંત અને જડ – બધી જ વસ્તુ ઓ – સાથે નો- એક સંપર્ક..એક સ્પર્શ…..માત્ર ભાગ્ય વાળા ઓ ને જ મળે છે….અને હવે મને લાગે છે કે- મારું ભાગ્ય પણ કઈ ઓછું નથી……! પળે-પળ…..એક હરી ની સ્મૃતિ નો એક પ્રયાસ છે……અને આ અનંત પ્રયાસ ચાલતો જ રહેશે….

જય સ્વામીનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s