Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-તા ૪/૩/૨૦૧૨

Leave a comment

આજે પણ સવાર થી , વિન્ડોઝ ૮ , ના હલાળા મા ફસાયેલો હતો, આથી સારો એવો સમય ગયો. પણ જેવો રવિસભા નો સમય થયો કે બધા ડબ્બા બંધ…! અને અમે બંને તૈયાર થઇ ને સમયસર મંદિરે પહોંચી ગયા. હમેંશ ની જેમ ઠાકોરજી ની શોભા અદભૂત હતી. આજે સભા ફરીથી, નીચેના સભાગૃહ મા હતી. દર્શન માટે આજે ભીડ હતી, કારણ કે આવતા અઠવાડિયે, ફૂલદોલ નો ભવ્ય ઉત્સવ, સારંગપુર ખાતે પૂ. પ્રમુખ સ્વામી ની નિશ્રામાં ઉજવાવવા નો છે. તમે પણ કરો આજ ના દર્શન…..

IMG800.jpg

અમે સભામાં ગોઠવાયા ત્યારે, અમેરિકા થી વિચરણ મા આવેલા સંતો પૈકી- પૂ. વિશ્વવિજય સ્વામી – સ્વામીશ્રી ના અમેરિકા ખાતે ના વિચરણ અને સાત દરિયાપાર- પણ ભક્તો ના નિયમ-ધર્મ મા ચોકસાઈ ની વાત કરી રહ્યા હતા. એના અમુક અંશ….

 • સંતો ને હરિભક્તો પર સંપૂર્ણ વિશ્વાસ હોય છે કારણ કે- હરિભક્તો ને શ્રીજી પર અખંડ વિશ્વાસ હોય છે.
 • અમુક સત્સંગીઓ- અમેરિકામાં પણ- અત્યંત વ્યસ્તતા વચ્ચે- મંદિર-સેવા-ધર્મ માટે પુરતો સમય કાઢે છે.
 • શિક્ષાપત્રી ના નિયમ-ધર્મ સુપેરે પળાય છે, અને તન-મન-ધન થી એક ભગવાન માટે-અને આવનારી પેઢીઓ માટે- આપણા સત્સંગી ઘસાઈ જાય છે.

આ પ્રસંગે મને- BAPS ની શતાબ્દી ઉજવણી વખતે થયેલો એક પ્રસંગ યાદ આવી ગયો- ” વિદેશ મા રહેતા એક બહેને , કહ્યું કે- એક સવારે- એમનો ૫ વર્ષનો દીકરો- એમના પગ નજીક આવ્યો અને એનો સ્પર્શ કર્યો….એ બહેન ને લાગ્યું કે દીકરો- એમના પગ ખેંચવા આવ્યો છે…પણ ધરીને જોયું તો- દીકરો એમના પગે લાગી રહ્યો હતો….! બહેન ની આંખો મા ઝળઝળિયાં આવી ગયા…અને થયું કે – આજ સુધી હજુ એમણે કદી પોતાના મા-બાપ ના ચરણસ્પર્શ નથી કર્યાં…અને આ તદ્દન નવી પેઢી…આ સંસ્કાર પાછા લઇ આવી…- તપાસ કરતાં જાણવા મળ્યું કે એ બાળક – ત્યાના બાળ મંડળ નો સભ્ય હતો અને સંતો- દ્વારા બાળકો ને આ નિયમ આપવામાં આવ્યો હતો…..”

તો કહેવાનું એટલું- કે આપણો સત્સંગ અને એનું કાર્ય – અનંત છે- અને અસર તો અદભૂત- અવર્ણનીય છે…આવનારી પેઢીઓ ને પૈસા કરતાં કદાચ સંસ્કાર ની વધારે જરૂર છે….અને એ કાર્ય – પ્રમુખ સ્વામી મહારાજ ના આશીર્વાદ હેઠળ આપણા સંતો કરી રહ્યા છે.

ત્યારબાદ- અમેરિકન યુવક- યોગી ત્રિવેદી દ્વારા – એક અદભૂત રચના રજુ થઇ….”મને હરિ ગુણ ગાવા ની ટેવ પડી…’કે મારા નાથ ને ન મુકું એક ઘડી…” નરસૈયા જેવા મહાન હરિભક્ત દ્વારા રચાયેલું આ કીર્તન આજે ૫૦૦ વર્ષ પછી પણ – હૃદય ને ડોલાવવા માટે…પૂરતું છે. કદાચ – એ હરિ નામ ની જ અસર છે…

ત્યારબાદ- પૂ. શ્રીહરિ સ્વામી એ – અમદાવાદ મંદિર- કે જે ૨૮/૪/૨૦૧૨ ના પોતાના પચાસ વર્ષ પુરા કરી રહ્યું છે- એ ઉપલક્ષમાં – અમદાવાદ નું- સ્વામિનારાયણ સંપ્રદાય મા મહત્વ, શ્રી અક્ષરપુરુષોત્તમ ના આ  મંદિર ની સ્થાપના સાથે સંકળાયેલી- ઘટનાઓ પર પોતાનું પ્રવચન આપ્યું. ઘણી બધી નવી વાતો જાણવા મળી……

 • હેમરાજ શેઠ, કુબેરદાસ છડીદાર જેવા અનેક હરિભક્તો ના સ્નેહ ને કારણે- શ્રીજી મહારાજ અમદાવાદ વારંવાર આવતા….પણ પેશ્વા ની મનાઈ ને લીધે- શ્રીહરિ ૯ વર્ષ સુધી અમદાવાદ થી દુર રહ્યા……છતાં, ઇતિહાસ ની સૌથી મોટી ચૌરાશી, અને સ્વામિનારાયણ સંપ્રદાય નું પ્રથમ મંદિર- અહીં જ બનાવ્યું….લગભગ ૬૭ જેટલા શ્રીજી ના પ્રસાદી ના સ્થળો- અમદાવાદમાં છે……
 • ઉત્તર ગુજરાત ના મગનલાલ ગુરુવાળા ની સભામાં- ( ૧૯૩૫) અમદાવાદ દેશ ના આચાર્ય -વાસુદેવ પ્રસાદજી પધાર્યા. અને એમની સેવા કરીને- મગનલાલે માંગ્યું કે પૂ.ગુણાતીતાનંદ સ્વામી ની ” મૂળ અક્ષર” લખેલી ચિત્ર પ્રતિમા- અમદાવાદ મંદિર મા પધરાવવી….અને એમ થયું પણ ખરું, પણ કેટલાક અદેખા ઓ એ- એ “મૂળ અક્ષર” લખાણ મિટાવી દીધું….
 • અને આથી પૂ. શાસ્ત્રીજી મહારાજે આના વિરોધમાં- આચાર્ય વાસુદેવ પ્રસાદ ને આપેલું વચન( કે અમદાવાદ દેશ ની હદ મા -અક્ષરપુરુષોત્તમ નું મંદિર નહી કરીએ) તોડ્યું…અને ઘણા પ્રયત્ન બાદ- શાહીબાગ ખાતે ૧૯૪૮ મા જમીન લીધી…પણ મંદિર નું ખાત ૧૯૫૮ મા થયું….અને મૂર્તિ પ્રતિષ્ઠા – ૧૯૬૨ મા પૂ.યોગીજી મહારાજ ને હાથે થયું…..
 • અમદાવાદ નું શાહીબાગ નું મંદિર- પ્રથમ અક્ષરપુરુષોત્તમ મંદિર છે કે જ્યાં ભગવાન ની આરસ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી….અત્યારે આ મંદિર BAPS નું વર્લ્ડ વાઈડ ઓપરેશન્સ નું મુખ્ય મથક છે….અને સારંગપુર પછી- અહિયા સૌથી વધારે સંતો છે….
 • યજ્ઞપુરુષ ની પોળ, આંબલી વળી પોળ કે અન્ય સ્થાનો- ઇતિહાસ ના સાક્ષી છે….શાસ્ત્રીજી મહારાજ, યોગીબાપા કે પ્રમુખ સ્વામી ના કાર્યકાળ અને ભીડા ના સાક્ષી છે. મનસુખલાલ મિસ્ત્રી જેવા ગરીબ પણ સંનિષ્ઠ કાર્યકરો દ્વારા શાસ્ત્રીજી મહારાજ ને ગોંડલ મંદિર માટે- અડધી રાત્રીએ મદદ કરી અને ભગવાન નો પક્ષ રાખ્યો…..અને આ કાર્યકરો- અમદાવાદ ના હતા….
 • આજે અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત સર્વોપરી બન્યો છે….સંસ્થા વિશ્વ્યાપી બની છે કારણ છે- ૫ “સ”- સિધ્ધાંત, સત્પુરુષ,સાધુતા, સંપ, સમર્પણ….

આમ, અમદાવાદ – એ સ્વામિનારાયણ સંપ્રદાય મા અગત્ય નું સ્થાન ધરાવે છે….અને એમાંયે શાહીબાગ મંદિર- એમાં શિરમોર છે..કારણ કે અક્ષરપુરુષોત્તમ નો સિધ્ધાંત – સમગ્ર દુનિયામાં કદાચ અહીંથી જ સંપૂર્ણ પણે ફેલાયો- એવું કહી શકાય…..

ત્યારબાદ- અમદાવાદ શાહીબાગ મંદિર ને સુવર્ણજયંતી- ની ઉજવણી – અર્થાત પાટોત્સવ ૨૮/૪ ના શનિવાર ના રોજ થવાનો છે- એ વિષે ની માહિતી  પૂ. પ્રિયસ્વરૂપ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી દ્વારા અપાઈ…..૨૯/૪ ના રોજ- શ્રી સ્વામિનારાયણ મહાયાગ યજ્ઞ નું આયોજન- શ્રી પ્રમુખ સ્વામી હોસ્પિટલ ના પ્રાંગણ મા રાખેલ છે……એ માટે- આવનારું આખું વર્ષ- આ ભવ્ય ઉત્સવ ની ઉજવણી ચાલુ રહેશે, અને એ પણ વિશેષ નિયમો સાથે…..જેવા કે…

 • મંત્ર લેખન, વિશેષ માળા,પ્રદક્ષિણા, દંડવત,સહજ સ્મરણ, જનમંગલ પથ, મુખ પાઠ( સુવર્ણ વચન પુસ્તિકા- કે જેની ૩૫૦૦૦ કોપીઝ પ.ભ.દોલતરામ ભટ્ટ પરિવાર તરફ થી છપાવવા મા આવી છે અને દરેક હરિભક્ત ને એ ફ્રી મા મળશે….આ માટે જે તે વિસ્તાર ના સત્સંગી કાર્યકરો- તમારા ઘરે આવશે અને તમે કયા નિયમ લેવા માંગો છો- એનું ફોર્મ આપશે…), જનમંગલ નામાવલી ના વિશેષ પાઠ,ઘરસભા, ગ્રંથ વાંચન , વચનામૃત વાંચન- જેવા અનેક નિયમ છે……સાથે સાથે સામુહિક નિયમો જેવા કે- દર પૂનમે- શાહીબાગ મંદિર સુધી પદયાત્રા , વર્ષાંતે , અમુક નિશ્ચિત અભિષેક ની સેવા કે સત્સંગ નો પ્રસાર વગેરે વગેરે……વિષે જણાવવા મા આવ્યું….
 • બ્રહ્મવિહારી સ્વામી અને ઈશ્વર સ્વામી એ – પોતાની લાક્ષણિક અદા મા જણાવ્યું કે- અમદાવાદ મંદિર નો આ યજ્ઞ, પાટોત્સવ અને આ વિશેષ નિયમ ધર્મ- શા માટે જરૂરી છે…..

આથી- સર્વે સત્સંગીઓ ને- હરિભક્તો ને વિશેષ પ્રાર્થના કે- આવા અમુલ્ય મોકા નો જરૂર થી લાભ ઉઠાવે…..મહાયાગ નો જરૂર થી લાભ લે….કારણ કે- નિયમ ધર્મ અને વિશેષ- સત્સંગ-પોતાના કલ્યાણ માટે જરૂરી છે….આ યજ્ઞ- પોતાના માટે નો છે…..મહિમા સમજવાનો છે- એક સિદ્ધાંત નો….એક અભિયાન નો….સંતો ના ભીડા અને દાખડા ઓ નો……..

સભાને અંતે- એક જાહેરાત થઇ અને જે મારા હૃદય ને સ્પર્શી ગઈ- આ વખતે સારંગપુર ખાતે- લગભગ ૮ જેટલા નવયુવાનો વૈરાગ્ય ને પંથે જવાના છે….દીક્ષા લેવાના છે. અને આનંદ ની વાત છે કે- અમદવાદ મા થી ઉચ્ચ શિક્ષિત( ડોક્ટર, ફાર્માસીસ્ટ , સિવિલ એન્જીનીયર…) ૪  નવયુવાનો કે જે પોતાના પરિવાર ના એક ના એક દીકરા છે…..એ પણ સામેલ છે. એમના મા-બાપ અને એમનું જાહેર મા સન્માન કરવામાં આવ્યું……! સમગ્ર સભા તાળીઓ અને એક અદ્રશ્ય ભગવા રંગ થી છવાઈ ગઈ…….મને નિષ્કુળાનંદ સ્વામી ની એ પંક્તિ ઓ યાદ આવી ગઈ…

” જનની જીવો રે ગોપીચંદ ની…….પુત્ર ને પ્રેર્યો વૈરાગ જી……”

એકના એક દીકરા….અને એ પણ ઉચ્ચ શિક્ષિત….આર્થિક સમૃદ્ધ પરિવાર …..! શું છે આ બધું? એવું તો શું છે- પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયમા…..કે એમના કાજે….એમના એક વચને….. સંસાર ના સર્વ સુખો નો ત્યાગ કરી- વૈરાગ્ય નો કઠીન( હા…ખુબ જ કઠીન છે……જેમાં ઊંડા ઉતરો….સારંગપુર જાઓ તો ખબર પડે….) માર્ગ પકડે છે….???

વિચારવા જેવું છે…….

એક શ્રીહરિ જ સત્ય છે….સર્વસ્વ છે……..

જય સ્વામિનારાયણ…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s