Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા-૬

Leave a comment

તો ફોટાનામા ચાલુ જ છે, કારણ કે મારી યાત્રા ચાલુ છે. આધુનિક યુગ ની કોઈ સૌથી મોટી શોધ મને લાગી હોય તો- તે કેમેરો છે. જીવન ની રંગબેરંગી ક્ષણો ને એક પલકારા મા કેદ કરી- આવનારા ભવિષ્ય માટે- કોઈક ના માટે…. યાદી છોડી જવી—- શું એ કોઈ નાની સુની ઘટના છે? જો કે હું કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર નથી, પણ કેમેરા નો શું ઉપયોગ કરવો- એ મને આવડે છે..! તમે પણ કદાચ નોંધ્યું હશે કે- કોઈ બાળપણ કે જુના ફોટા જયારે તમારા હાથમાં આવે ત્યારે એ તસ્વીર- માત્ર તસ્વીર નથી હોતી……..લાગણીઓ….યાદો નો એક ધોધ હોય છે…..!    તો, જુઓ મારી આ યાત્રા ની અમુક યાદગાર પળો….

કે ચપ્પલ ને લાગ્યો "પગ" થવા નો રંગ...

ભાઈ ..આપણ ને તો આ ચપ્પલ ગમ્યા….! તમને ગમ્યા………????

બ્રહ્મવાક્ય.....સત્ય વચન મહારાજ..!

ટેન્શન અને મોંઘવારીમાં ભીંસાતા લોકો માટે- તરોતાજા રહેવા એક તો ઉપાય છે….કે જે એમણે પરવડી શકે છે…! તો ફૂંકી ફૂંકી ને- સબડકા મારતા મારતા…..ઘૂંટડે ઘૂંટડે -કટિંગ પીઓ…! કારણ કે જેવા કર્મો….જેવી પ્રજા…અને જેવા ચૂંટાયેલા રાજા…એવા આપણા દા’ડા…!

આ'ને કહેવાય માર્કેટિંગ...!

તો ચા ની ચુસ્કી મારતા મારતા- ઉપર નો ફોટો જુઓ…આને કહેવાય કેટેગરી ડેવલોપમેન્ટ….! કીટલી વાળા એ – કીટલી પર- ” ચા અને કોફી પીવા થી થતાં ફાયદા ” વિષે લેખો ની ફોટોકોપીઝ લગાવી છે….ખાલી તમે વાંચો તો યે – ચિંતા અને એમાં થી બચવાના માર્ગ વિચારતા – ચા/કોફી પીવા ની ઈચ્છા જરૂર થાય…..!

હા……હા…..હા…….! તો, હસતા રહો….વાંચતા રહો…….કારણ કે જીવન એનું જ નામ છે.

આ “સત્સંગ” ચાલુ જ છે……! અને ધ્યેય પણ એક જ છે…..મારો વ્હાલો..મારો હરિ……!

રાજ

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s