Raj Mistry's world

Me,my stories and world around….

આજ કાલ….- ૧૭ માર્ચ,૨૦૧૨

Leave a comment

સમય ની રફતાર ચાલુ છે, અને આપણે ઘસાયેલા મ, ગરમ થઇ ગયેલા ટાયર ની જેમ….ફૂંફાડા મારતા ઠંડા થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ….! ગયું અઠવાડિયું , હમેંશ ની જેમ દોડાદોડી માં જ ગયું. કારણ?  જીવન આજકાલ આનું જ નામ છે…..તો કેવું ગયું ..ગયું અઠવાડિયું?

  • ગયા દિવસો માં હું સુરત હતો. સુરત , મને અમદાવાદ કરતા વધારે રાક્ષસી લાગ્યું છે….અસહ્ય ભીડભાડ….વાહનો ની અત્યંત લાંબા ફ્લાયઓવરશ પર અવિરત સફર…..ખાણીપીણી ના સ્ટોલ્સ પર દેખાતી ભીડ….અને ” ઈ તો ચાઈલા કરે ભૈઇ…” જેવા ડાયલોગ્સ….! અરે..હા….સુરત ની ગાળો વિષે બહુ કહેવાય છે- પણ મેં હજુ સુધી એક પણ…..હા..એક પણ ગાળ ..ત્યાં સાંભળી નથી. શું કહેવું?
  • સચિન, લાજપોર અને નવસારી જવાનો મોકો મળ્યો…..બાઈક પર ની ઈ સફર મજેદાર હતી. જીવનમાં પહેલી વાર- નવસારી ગયો…પારસી ઓ નું ” વતન” કહી શકાય……મજાનું શહેર લાગ્યું……ચોમાસા માં આ સફર કરવા જેવો છે.
  • નવસારી જતા – ખબર પડી કે પેલું પ્રખ્યાત દાંડી નગર અહી જ છે….( સાચું કહું છું….મને ખબર જ નહોતી કે દાંડી ક્યાં આવ્યું? હું તો સમજતો હતો કે એ સૌરાષ્ટ્ર માં છે…..) અને ગાંધી બાપુ – ની મહેનત, અભિયાન અને શાણપણ પર ગર્વ થઇ આવ્યો…..અમદાવાદ થી લગભગ ૩૦૦ કિમી દુર ની આ પગપાળા યાત્રાં , સો ટકા કઠીન હશે જ……દેશ માટે- લોકો ના સ્વાભિમાન માટે ની આ યાત્રા માટે – ગાંધીબાપુ ને સલામ..!
  • સુરત નું રેલ્વે સ્ટેશન- દુનિયાના સૌથી ગંદા સ્ટેશન માં થી એક થઇ શકે છે…….નજરે જુઓ તો ખબર પડે……
  • અમુક દિવસો બરોડામાં પણ ગયા……કલ્યાણ અને મદ્રાસ કેફે – એકદમ મસ્ત ચોઈસ સાબિત થઇ શકે છે…..જ્યાં તમે આરામ થી , મનપસંદ દક્ષિણ ની વાની ઓ સાથે , ક્વોલીટી ટાઈમ …એ પણ સસ્તા માં ગુજારી શકો છો…..
  • બજેટ…..લખવા ની કઈ જરૂર છે?  સર્વિસ ટેક્ષ ની માયાજાળ થોડી પહોળી કરીને- લોકો ને લુંટી લીધા…..અર્થતંત્ર માટે કપરા નિર્ણય જરૂરી છે..( પણ આ માટે તમને સામાન્ય લોકો જ મળે છે……?? પેલા નેતાઓ ને પકડો ને કે જેમનું કાળું તંત્ર ૨૦૦-૫૦૦% ના દરે-દર વર્ષે…અંગત  મિલકત વધારે છે…..) પેટ્રોલીયમ પ્રોડક્ટ મોંઘી થવા ની…..હા ભાઈ એ તો ખબર જ છે…..! ” પન્નાલાલ પટેલ ની જેમ..” ખાંડણીયા માં માથા રામ….” તમ તમારે ઝીંકે રાખો…….!
  • વળતી વખતે- બરોડા થી વોલ્વો બસમાં આવ્યો. આમ તો સારી સર્વિસ છે- પણ આશ્ચર્ય ની વાત એ છેકે – બસ ના કન્ડક્ટર ને એ વાત ની ખબર નહિ કે- એમની બસમાં રિઝર્વેશન કેટલી સીટો નું છે?  એમની પાસે કોઈ યાદી નહિ…..આથી અમારા જેવા નોન-રિઝર્વ્ડ મુસાફરો ને કઈ સીટમાં બેસવું? એ મોટો યક્ષ પ્રશ્ન…..! કેટલાકે – વિચારીને મોબાઈલ પર gsrtc.in સાઈટ પર – એ ચેક કરવાનો પ્રયત્ન કર્યો…..પણ આ સાઈટ અમુક સ્ટેપ થી આગળ વધે જ નહિ…..આશ્ચર્ય!!! લેપટોપ પર ખુલે પણ એનું મોબાઈલ એપ કામ જ ન કરે…..માત્ર શોભા ના ગાંઠિયા ની જેમ દેખાય….એ બીજું આશ્ચર્ય….! તો- કેટલાક વધારે સ્માર્ટ( પાકા અમદાવાદી..!) મુસાફરો એ પૈસા બચાવવા નો આઈડિયા કહ્યો કે- એસટી ની આ સાઈટ પર કાઢેલી જૂની ટીકીટ માં માત્ર તારીખ જોડે છેડછાડ કરી- એની પ્રિન્ટ કાઢવી- વોલ્વો માં મફત મુસાફરી કરી શકાય ખરી…..કારણ કે- કન્ડક્ટર પાસે તો રિઝર્વેશન ની કોઈ માહિતી કે યાદી જ નથી હોતી…..!….. 🙂

તો શું કહેવું?

સસ્તું….નમતું….મફત….વધારે…..સાથે અમારા જેવા અમદાવાદી ના જેસી કૃષ્ણ…..ભાઈ..!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s