Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા તા ૧૮/૦૩/૨૦૧૨

Leave a comment

નસીબદાર….હા..આજે પણ હું નસીબદાર હતો. કારણ કે કામ હતું….છતાં હું સમયસર મંદિરે જઈ શક્યો અને મંદિરે – બસ એ જ મન-હૃદય ને તરબતર કરી દેતા- મારા વ્હાલા ઠાકોરજી ના દર્શન…..

આજના દર્શન...

ખરેખર ભગવાન ના વાઘા એટલા અદભુત હોય છે કે- તમારી કલ્પના પણ કદાચ અહી કામ ન કરે….! જુદા જુદા રંગો નું કોમ્બીનેશન….વસ્ત્રોના ઝુલાવ…અને ફૂલોના હાર…! ” અધરમ મધુરમ, વદનમ મધુરમ …….મધુરાધિપતે અખિલમ મધુરમ ..” જેવી ઘટના હતી…..

સભામાં ગોઠવાયા ત્યારે- સ્વામીશ્રી ના વિચરણ પ્રસંગો નું પઠન સંતો ના મુખે થઇ રહ્યું હતું…ત્યારબાદ, અમદાવાદ બાળ/કિશોર મંડળ ના કિશોરો દ્વારા – ” ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર અને પુ.પ્રમુખ સ્વામી એ જ મોક્ષ નું દ્વાર” પર વક્તવ્ય રજુ થયા…શ્રીજી મહારાજ દ્વારા અનેક પ્રસંગે- ગુણાતીતાનંદ સ્વામી ની ઓળખ ભક્તો ને, સંતો ને કરાવી હતી. અને સ્વયમ- ગુણાતીતાનંદ સ્વામી ના મુખે( સ્વામી ની વાતો- ૪/૫૯) પણ- એ જ સત્ય ઉજાગર થયું હતું. મોટા પુરુષ અને એમનું માહાત્મ્ય જેને ઓળખાય એને – કશું જ બાકી ન રહે. શાસ્ત્રીજી મહારાજે આફ્રિકા ના હરિભક્તો ને કરેલી આજ્ઞા, અને યોગીબાપા દ્વારા કરાયેલી આજ્ઞા ઓ- પણ ગુણાતીત પુરુષ નું અવિનાશી પણું દર્શાવે છે. પુ.પ્રમુખ સ્વામી મહારાજે- અનેક લોકોના જીવન માં અમુલ્ય પરિવર્તન આણ્યું છે. અને ભક્તો ને પ્રત્યક્ષ માર્ગ દર્શાવ્યો છે કે- જેનાથી એમના જીવ નું રૂડું થાય….

ત્યારબાદ- શિકાગો મંદિર થી આવેલા પુ. સંતસ્વરૂપ સ્વામી ના મુખે- નિષ્કુળાનંદ સ્વામી નું કીર્તન- ” પ્રેમ નો પ્યારો, નાથ અમારો , શ્યામ સુહાગી…” સંભાળવા મળ્યું….”ઘરમાં કાશી..ઘરમાં મથુરા ..મારે નથી જાવું તીરથ ધામ ” કીર્તન પણ સાંભળવા મળ્યું….સાચી વાત છે….મંદિર તમારામાં ધર્મ અને લક્ષ ટકાવી રાખે છે અને અંતર એના આધારે બ્રહ્મ ને આધારે પામે છે, આથી – અંતર નો ઉજાસ – ખુબ જ જરૂરી છે….

પછી શરુ થયો – એક તાર- એક પ્રવાહ- પ્રવચન નો- પુ. આચાર્ય સ્વામી( નવસારી) દ્વારા-એ પણ… ખુબ જ રસપ્રદ શૈલી માં ! જુઓ થોડાક અંશ….

  • આ સભા- અક્ષરધામ ની સભા છે…..બ્રહ્મ, પરબ્રહ્મ ને જાણો …સંપૂર્ણ જ્ઞાન ને જાણો…સત્સંગમાં અર્ધું જ્ઞાન એ વધારે નુકશાન કારક છે.
  • સત્સંગમાં સમજણ – એ મોટી વાત છે. નિષ્કુળાનંદ સ્વામી એ કહ્યું છે…” સમજણ માં ઘણું સુખ છે “- અને પુ.પ્રમુખ સ્વામી એ પણ કહ્યું છે કે – મન મર્કટ સમાન છે…” જે દેખાતું નથી એ સમજાતું નથી અને જે પ્રત્યક્ષ છે એ મનાતું નથી..” સત્સંગ અને ભગવાન – ખુબ જ ગુઢ છે. જીવ માયા થી ગ્રસ્ત છે આથી- જે દેખાય- એ એજ હોય એ શક્ય નથી.આથી જ સમજણ અને ઓળખાણ જરૂરી છે.
  • કારીયાણી-૧૨ વચનામૃતમાં કહેવાયું છે કે – ભગવાન ના સ્વરૂપ નું સતત મનન અત્યંત જરૂરી છે. સ્વરૂપ નિષ્ઠા અને એનું માહાત્મ્ય સમજાય  તો જ -ભગવાન  ઓળખાય-મનમાં વસે. અહં-મમત્વ – એ છૂટે તો- જ આ સ્વરૂપ નિષ્ઠા પાકી થાય.
  • રવિસભા એટલા માટે જ છે. અહી આવનાર કદી “ડૂબતો” નથી….કારણ કે સત્સંગ નો તાર અઠવાડીક વહેવાર માં પણ તૂટતો નથી. હૃદય ની ગ્રંથીઓ – એ મન ની ગ્રંથીઓ કરતાં પણ  વધારે જડ છે- એનાથી છૂટવા માટે- હૃદય ના તાર હરિમાં જોડવા જોઈએ…
  • જીવ જ્યાં સુધી હારીને નથી પામતો- ત્યાં સુધી એ આ જન્મ-મરણ ના ચક્કર માં થી છુટ્ટો નથી. માયિક વાસના ના વળગણ ને કારણે- જીવ- ગુમડા ની જેમ વારેઘડી એ ફૂટી( જન્મ) નીકળે છે…ગીતામાં કહ્યું છે એમ- બધાના હજારો જન્મ અને હજારો મૃત્યુ થઇ ચુક્યા છે…..તો પછી જીવ ને હજુ મોહ કેમ છે? એક ભગવાનમાં અને સત્પુરુષ માં મોહ-જીવ ને મોક્ષ પમાડે છે…..
  • કુસંગ થી બચો….સત્સંગ મા ડૂબો…..સત્સંગમાં પોતાની વિવેકબુદ્ધિ રાખો…..સત્સંગમાં દાસ જ મોટો છે……પોતાનું જાણપણું રાખો…..આથી જ આ તક ચૂકવા જેવી નથી……

ત્યારબાદ- પુ. બ્રહ્મમુની સ્વામીએ – દર વર્ષે- યુવકો માટે/કિશોરો માટે ચાલતો – ૬ માસ નો તાલીમ પ્રોગ્રામ માટે વાત કરી. આવતા અઠવાડિયા થી શાહીબાગ મંદિરે – આ તાલીમ માં ભાગ લેવા માંગતા કિશોરો ની પસંદગી પ્રક્રિયા શરુ થશે. આ માટે ઇચ્છુક લોકો – શાહીબાગ મંદિરે વિપીનભાઈ નો સંપર્ક કરી શકે છે. આ તાલીમ પ્રોગ્રામ માં યુવકો ને- “જીવન ઘડતર ” ના પદાર્થ પથ શીખવા મળે છે- સત્સંગ,જ્ઞાન,સ્વાસ્થ્ય અને સેવા, લીડરશીપ ,પ્રોજેક્ટ હેન્ડલિંગ, ઉચ્ચ ચરિત્ર ના પાઠ- વિદ્વાન સંતો અને નિષ્ણાતો દ્વારા  શીખવા મળશે. આ તાલીમ- માં ભાગ લઇ ચુકેલા કિશોરો એ પોતાના અનુભવો વીડીઓ દ્વારા વર્ણવ્યા….! ખરેખર અદભુત છે……સાથે પસ્તાવો થાય છે કે- હું એના માટે મોડો પાડ્યો..અને આ તક મને ન મળી…..

અંતે અમુક જાહેરાતો થઇ…..

  • અક્ષર્વત્સલ સ્વામી એ- અમદાવાદ મંદિર ની સુવર્ણ જયંતી ઉપલક્ષ માં થનાર મહાયજ્ઞ અંગે જાહેરાતો થઇ…
  • AARSH ગાંધીનગર દ્વારા- “પ્રત્યક્ષ ભાગવત સ્વરૂપ” પર પુ.ભદ્રેશ સ્વામી, અને પુ.આનંદસ્વરૂપ સ્વામી દ્વારા ૨૪ માર્ચ ના રોજ સાંજે- ૪-૬ વચ્ચે -અક્ષરધામ ખાતે વક્તવ્ય આપશે……
  • આવતા શનિવારે -શાહીબાગ મંદિરે- આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યકરો નું અધિવેશન છે( જરા આ સત્ય ને ચેક કરવા વિનતી- કારણ કે મને આ જાહેરાત ઓછી સંભળાઈ હતી)
  • સત-ચિત્-આનંદ -વોટર શો – અમુક સમય માટે મેન્ટેનન્સ – હેતુ -બંધ છે- ૧ એપ્રિલ થી પુનઃ શરુ થશે.( વધુ માહિતી માટે વેબ સાઈટ જોઈ લેવી)

તો, આજ ની સભા – પુ. આચાર્ય સ્વામી ના રસપ્રદ પ્રવચન ને કારણે અવિસ્મરણીય બની……જીવ ને-શિવમાં જોડવા થી જ મોક્ષ થાય…..

જન્મ-પુનઃ જન્મ માં તમે કદાચ માનો ન માનો – પણ મોક્ષ- છે જ…અને એના માટે- હરિ નો માર્ગ જ અનિવાર્ય છે. સંસાર છે તો એને લગતા કર્મો પણ છે- પણ એ કર્મો-એના ફળ અને એની માયા -જીવ ને ન ચોંટે – એ જોવાનું કામ આપણું છે.

જય સ્વામીનારાયણ…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s