Raj Mistry's world

Me,my stories and world around….

એક એડ આ પણ…..

1 Comment

એડવર્ટાઈઝમેન્ટ કે જાહેરાત ની દુનિયા વિશિષ્ટ છે. એનામાં તમારા વિચારો….તમારી લાગણીઓ કે તમારી દુનિયા બદલી શકવાની તાકાત છે. પણ લાગણીઓનો ઝુકાવ કદાચ સકારાત્મક કે નકારાત્મક હોઈ શકે છે. એડ્સ ( એડવર્ટાઈઝમેન્ટ ને લાડ માં એડ કહી શકાય) વિષે અનેક મતમતાંતર છે. ૧૦ કે ૩૦ સેકન્ડ્સ ને એક એડ -માણસ ના દિમાગ ના કયા ખૂણા ને સ્પર્શે છે- એ નક્કી કરવું મુશ્કેલ છે. બાળકો-સ્ત્રીઓ – એ કોઈપણ એડ ના આજકાલ – અવિભાજ્ય અંગ છે. બાળકો અને સ્ત્રીઓ જ કેમ?  જવાબ બધા જાણે છે- એટલે નો કોમેન્ટ્સ….!

કઈ પણ કહો- પણ મને સિરિયલ્સ કે શોઝ કરતાં એડ્સ જોવામાં વધારે રસ છે. અમુક ક્ષણો માં જ જોનાર ના મન ને પ્રભાવિત કરી ધંધો મેળવે છે,એ કંઈ નાની સુની ઘટના નથી….મને ટીવી પર આજકાલ આવતી એક એડ બહુ ગમી…જુઓ…

તો એડમાં શું ગમ્યું…..??

  • બાળક નો આત્મવિશ્વાસ અને અંતિમ ડાયલોગ…
  • સતત પ્રયત્ન, નિષ્ફળતા ઓ ની  વણઝાર છતાં – મેદાન પર ટકી રહેવું….અને એ પણ જીતવાના લક્ષ સાથે……એ કઈ નાની સુની વાત નથી. આપણે- એક નાની નિષ્ફળતા કે પીછેહઠ ની નાની એક ઘટના થી, ગભરાઈ ને લડવાનું જ છોડી દઈએ છીએ….

અને શું ન ગમ્યું..?

  • થોડુંક એવું લાગ્યું કે….એક માં કે બાપ તરીકે -પોતાની ઇચ્છાઓ ને પોતાના બાળક પર યેન કેન પ્રકારે ઠોકી બેસાડવી….શું એ યોગ્ય છે?
  • બાળક ની ક્ષમતાઓ ને ઓળખવી- અને તે પ્રમાણે તેના વિકાસ ને વેગ આપવો….એ જ યોગ્ય છે..કદાચ આ એડ અણસમજ માં-બાપ ને “ખોટો” મેસેજ આપી શકે છે.

જે હોય તે….જો કોઈ સારો સંદેશ – કોઈ પણ માધ્યમ થી મળતો હોય તો , લેવો જ જોઈએ…..પણ જરૂર છે- સકારાત્મક બનવા ની..!

રાજ

Advertisements

One thought on “એક એડ આ પણ…..

  1. મને તો આ એડ જરાય ન ગમી. આ દેશમાં જ્યાં એથ્લેટિક્સના સાધનોનો અભાવ છે ત્યાં આવી એડ હાસ્યાસ્પદ લાગે છે. અને, બોર્નવિટા પીવાથી વળી ક્યાં રમતવીર બનાય?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s