Raj Mistry's world

Me,my stories and world around….

યજ્ઞોપવિત….

6 Comments

અમે વાસ્તવમાં રહ્યા મેવાડા સુથાર…..કહેવાય છે કે અમારા વડવાઓ છેક મેવાડ થી ગુજરાતમાં સદીઓ પહેલા ( ???) અહી સ્થાઈ થયેલા, આથી, અમે પાકા ગુજરાતી પણ ખરા…! ગયા  દિવસોમાં હું, મારા માદરે વતન હતો. સગા સંબંધીઓ સાથે ની એ પળો હમેંશા આનંદદાયક રહી છે અને રહેવાની….આમેય જીવનમાં એકલા રહીને સો વર્ષ જીવવું એના કરતાં યારો વચ્ચે ની ચંદ પળો પણ મોંઘેરી છે.

જીવન ની વિચરણ લીલા ના ભાગ રૂપે- મારે , મારા ભત્રીજા ના યજ્ઞોપવિત, અર્થાત ઉપનયન; અર્થાત જનોઈ ધારણ કરવાના પ્રસંગ માં જવાનું હતું. એક સમય હતો કે લોકો જનોઈ ને ખરેખર એક પવિત્ર સુત્ર તરીકે સ્વીકારતા, નિયમ ધર્મ નું સુપેરે પાલન કરતાં અને એક વૈદિક જીવન જીવતા….પણ કાળક્રમે – એ બધું હવે નામ શેષ થવા લાગ્યું છે અને યજ્ઞોપવિત ના આ પ્રસંગો પૈસા -સમય ના બરબાદી થી વિશેષ મને ક્યારેય નથી લાગ્યા….! હું જયારે ૪-૪.૫ વર્ષ નો હતો, ત્યારે મારી જનોઈ , બધા ભાઈઓ ની સાથે જ થઇ હતી. આપણ ને નિયમ ધર્મ ની કશી ખબર નહિ….પપ્પા-મમ્મી કહે એટલું જ કરવાનું….પણ એની પાછળ નો આશય કે અર્થ શું? કોને  ખબર..? અરે…હજુ અમુક વર્ષ પહેલા સુધી મને ખબર નહોતી કે -લઘુશંકા કે દીર્ઘશંકા સમયે જનોઈ ને કાન પર કેમ ચઢાવે છે??? જવાબ- હજુ પણ અલગ અલગ મત છે……પણ આપણે આ નિયમ પાળી એ છીએ કારણ કે એની આદત  થઇ ગઈ છે….

તો, શ્રીહરિ જયંતી ના દિવસે -અર્થાત રામનવમી ને દિવસે ઘરે પહોંચ્યા અને જનોઈ ની તૈયારી માં લાગી ગયા. ગાયત્રી સદવિચાર  પરિવાર આમાં સારું એવું યોગદાન આપે છે, મેં રૂબરૂ જોયું છે. પણ અમારે ત્યાં ગામ ના જ ગોર મહારાજ હતા. મામેરા ના ખર્ચ, અને રીત સર નો વિશાળ જમણવાર – આવી ગરમી માં માથાના દુખાવા સમાન લાગ્યો. પણ….બધાને ઉમળકો હોય છે….આથી આપણે પણ એન્જોય કર્યું…જનોઈ ના અંતે- બળવો દોડાવવા ની એક મજાની વિધિ છે….બટુક દોડે અને એના મામા – એને પકડી ને – પાછો લઇ આવે….પણ આ વખતે અમારા -કાકા ઓ નો વારો આવી ગયો…..હવે દોડાય એવી શક્યતા ઓ રહી નથી….આથી બટુક પોતે જ બિચારો થાકી ને મારા ગળે વળગી ગયો અને આપણે – પાછા પધારી ગયા…..!

તો, વિચારવા જેવી વાત છે…..કે યજ્ઞોપવિત-શા માટે….કેમ…કઈ રીતે કરવી? એનું આજના જમાના માં સાતત્ય કેટલું? એની પાછળ થતો અઢળક ખર્ચ કેટલો વ્યાજબી છે???

વિચારવા જેવું છે………

રાજ

Advertisements

6 thoughts on “યજ્ઞોપવિત….

 1. યજ્ઞોપવિતના ખર્ચા ખોટા અને ધાર્મિક યાત્રાઓ, સભાઓ અને રસ્તા પર ભીડ કરતી યાત્રાઓ, છપ્પન ભોગ, પ્રસાદી, મંદિરો બનાવવા – એ શું? મારા મતે એ વધુ ખોટા ખર્ચા છે.. એક વાર ગુરુકુળમાંથી કંઈક સરઘસ નીકળેલું અને અમારો અડધો કલાક ખોટો થયેલો – એ શું? સમય, પૈસાની બરબાદી, પોતાના તો ખરા – બીજાના સમયની પણ બરબાદી જ છે.

  • ભાઈ- મંદિરો બનાવવા – એ ખોટા ખર્ચ નથી….એનો ઉદ્દેશ્ય કે એની પાછળ નો મહિમા જે સમજે છે- એ જ જાણે છે કે – આ બ્રહ્મજ્ઞાન ની આ યુનિવર્સીટી ઓ છે……યજ્ઞોપવિત પાછળ નો ખર્ચ એટલા માટે મને અયોગ્ય લાગ્યો કે- યજ્ઞોપવિત નો મહિમા-તાત્પર્ય સમજ્યા વગર ફક્ત દેખાડા – એક નીભાવ માટે જ કરવા માં આવે છે. …વાત રહી સરઘસ ની- એનો તો હું પણ વિરોધી છું……લોકો નો સમય અને શક્તિ બરબાદ કરતી- ઉદ્દેશ્ય વગર ની કોઈ પણ યાત્રા કે સરઘસ નો હું વિરોધી છું……

   • હે હે હે, રાજુ બન ગયા જેન્ટલમેન. ભાઈલોગ – આ મંદિરોનો ખર્ચો બનાવવાનો તો ઠીક, તેને સંભાળવાનો પણ મોટ્ટો છે. લોકોય મૂર્ખ છે, કરોડો રુપિયા (બ્લેકના જ તો) દાન આપે છે, પણ જરુરિયાત વાળા માણસને – ઠેંગો.

   • જય હો મહારાજ…..! હું પણ તારી જેમ જ મંદિરો માટે વિચારતો હતો……પણ મંદિર ને કારણે- મેં મારી નજર સમક્ષ ઘણા ની જિંદગીઓ બદલાતી જોઈ…..અવળા રસ્તે ચાલનારાઓ – સવળા માર્ગે ચાલવા માંડ્યા..શું આ ઓછી ઉપલબ્ધી છે?????

   • નિર્મલબાબા કે નિત્યાનંદ કે કેશવાનંદોનું શું?

   • એ બધા ને બનાવવા વાળા કોણ? આપણે જ ને……! ગુરુ કઈ રીતે પસંદ કરવો…કયા માર્ગ પર ચાલવું? આપણે ચાલીએ છીએ એ માર્ગ સાચો છે કે કેમ? જો આ પારખતા ન આવડે તો- ભાઈ એમાં બીજા શું કરે? અમારા ગુરુ પુ.પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે- ” સદગુરુ ને ગુરુ તરીકે સ્વીકારો ત્યારે જ્ઞાન-બુદ્ધિ નો ઉપયોગ કરવો…..પણ જયરે એક વાર સ્વીકારો પછી- શ્રદ્ધા નો ઉપયોગ કરવો….” આમાં પ્રથમ પગલું જ ખોટું પડે- એટલે બધું જ ખોટું…!મેં સ્વામીનારાયણ સંપ્રદાય સ્વીકર્યો..- એ પહેલા એનો ગહન અભ્યાસ- જાત અનુભવ…સંતો ની સાથે ચર્ચા કરી- પારખી ને સ્વીકાર્યો…..! હવે એમણે તો મને સ્વીકાર્યો- પણ મારે હવે સાબિત કરવાનું છે કે હું સાચો શિષ્ય છું….સત્સંગી છું….જો મારામાં ખોટ હશે તો- બધું જ નિષ્ફળ જવાનું…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s