Raj Mistry's world

Me,my stories and world around….

દીક્ષા અને સફળતા….

Leave a comment

એક વાત- સ્પષ્ટ વાત…એ પણ ડંકા ની ચોટ પર વાત……! હું સ્વામીનારાયણ સંપ્રદાય નો ગર્વીલો સત્સંગી છું….અને મને તેનું અભિમાન છે. ઘણા લોકો , અજ્ઞાનતા ,અણસમજ કે કોઈ ચોક્કસ ગ્રંથી ને આધારે….સ્વામીનારાયણ સંપ્રદાય વિષે નકારાત્મક સોચ કે વિચારસરણી ધરાવતા હોય છે. આપણે કોઈ ને રોકવા નથી, પણ સત્ય આગળ લાવવા માટે પણ તત્પર રહેવું છે. આજ થી બસો વર્ષ પહેલા ભગવાન સ્વામીનારાયણ અને તેમના અતિ વિદ્વાન સંતો દ્વારા જીવ ના કલ્યાણ માટે ની જે શરૂઆત થઇ – એ આજે વિશ્વવ્યાપી બની છે…..અને શ્રીહરિ ના જ અભય વચનો માં ” સો કરોડ મનવારો ભરાય એટલા જીવો નું કલ્યાણ કરવું છે……” એ આજે સત્ય ઠરી રહ્યું છે. હજારો પ્રશ્ન હશે…હજારો વિવાદ હશે……હજારો સમસ્યાઓ હશે- પણ એક અડીખમ સત્ય- કાયમ રહેશે કે- જે શ્રીજી ની આજ્ઞાઓ નું પાલન કરશે…..પોતાના નિયમ ધર્મ સુપેરે નિભાવશે- એનું કલ્યાણ થવાનું જ છે……

૧૯૦૭ માં જયારે- પુ. શાસ્ત્રીજી મહારાજ માત્ર પાંચ સંતો સાથે વડતાલ મંદિરે થી અપમાનિત થઇ ને નીકળ્યા ત્યારે કદાચ કોઈએ સ્વપ્ને પણ નહિ વિચાર્યું હોય કે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ ની શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા સમગ્ર દુનિયામાં સ્વામીનારાયણ સંપ્રદાય અને અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત ના અડીખમ વાવટા ફરકાવી દેશે……આજે ૮૦૦ થી વધુ સંતો ધરાવતી આ સંસ્થા અને તેના ગુરુ – પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની આભા એવી છે કે મુમુક્ષુઓ પલભર ના સંપર્ક થી ખેંચાઈ આવે છે…..નવલોહિયા જુવાનીયાઓ…..એક ના એક દીકરા…..અત્યંત તેજસ્વી કારકિર્દી…..સમૃદ્ધિ ની રેલમછેલમાં જીવતા …..અત્યંત કઠીન  એવો સન્યાસ નો માર્ગ સહજે પકડે છે……! શું કારણ છે…..???? ઘણા અણસમજ લોકો કહેતા હોય છે કે – સાધુ બનવું તો સ્વામીનારાયણ ના જ બનવું…..લાડવા રોજ ખાવા મળે…..! આવા લોકો ને – મારું સહર્ષ આમંત્રણ છે કે – એ સારંગપુર જઈને – સંત તાલીમ કેન્દ્ર માં સ્વયમ જોઈ આવે……અથવા કોઈ પણ BAPS  ના સંત ને પૂછે……એનું જીવન-દિનચર્યા….જીવન ચર્યા નજીક થી જુએ……!

અમુક દિવસો પહેલા લગભગ ૪૦ થી વધારે જુવાનીયાઓ ની દીક્ષા – પુ. પ્રમુખ સ્વામી મહારાજ ના હસ્તે -સારંગપુર ખાતે થઇ….આગળ હું હવે કઈ નહિ કહું…..નીચેની લીંક પર જાઓ…..વાંચો અને જુઓ કે….સત્ય શું છે?????
દીક્ષા અને સફળતા

જીવનમાં કોઈ ઓપ્શન ન હોય અને તમે છેવટે-હતાશ થઇ ને – માત્ર જવાબદારી માં થી છટકવા માટે – સંસાર છોડો અને સાધુ થઇ જાઓ….એ સર્વસામાન્ય અને દયનીય કે હાસ્યાસ્પદ છે…..પણ જીવનમાં બધું જ હોય…..અને એ ભૌતિક સુખ છોડી ને- કઠીનતમ માર્ગ પકડો……પલભરમાં- પોતાના સગાવ્હાલા ને છોડી- એક હરિવર ને જ પોતાના ગણી ને ત્યાગી થઇ જાઓ……એ સામાન્ય તો નથી જ……! બ્રહ્માનંદ  સ્વામી એ કહ્યું છે એમ….” સિર સાટે નટવર ને વરીએ…….’ એવી સર્વોચ્ચ ભાવના જીવનમાં ઉતારવી……સહેલી તો નથી જ……! નીચેના પદો- ભારતીય અધ્યાત્મ માં ત્યાગ માટે- શિરમોર કહેવાય એવા છે….નિષ્કુળાનંદ સ્વામી ના આ અને આવા અનેક પદો એ હજારો ને -જીવન નું સાચું રહસ્ય સમજાવ્યું અને ત્યાગ માટે પ્રેર્યા…….

“જનની જીવો રે ગોપીચંદ ની, પુત્ર ને પ્રેર્યો વૈરાગ્ય જી,

ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગ જી…..

ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી,કહ્યા કઠણ વચન જી,

રાજ સાજ સુખ પરહરી, વેગે ચાલીયા વન જી……

ભલો ત્યાગ ભરથરી તનો,તજી જેણે સોળસે નાર જી,

મંદિર ઝરુખા મેલી કરી, આસન કીધા બા’ર જી…….

ઉઠી ન શકે ઉંટીયો, બહુ બોલાવ્યો બાજન્દજી,

તેને રે દેખી ત્રાસ ઊપન્યો , લીધી ફકીરી છોડ્યો ફંદ જી….

એવા વૈરાગ્ય્વંત ને જાઉં વારણે, બીજા ગયા રે અનેક જી,

ભલા રે ભૂંડા અવની ઉપરે, ગણતા ન આવે છેક જી……..

ક્યાં ગયું કુલ રાવણ તણું , સગર સુત સાઠ હજાર જી,

ન રહ્યું નાણું રાજા નંદ નું, સરવે સુપન વ્યવહાર જી………

એવા છત્રપતિ ચાલી ગયા, રાજ મૂકી રાજન જી,

દેવ દાનવ માનવ મુની, સર્વે જાણો સુપન જી….

સમજી મુકો તો સારું ઘણું, જરૂર મૂકાવશે જમ જી,

નિષ્કુળાનંદ કહે નહિ મટે, સાચું કહું ખાઈ સમ જી……..

અમદાવાદ ગાંધી આશ્રમ માં -પ્રાર્થના સભામાં આ પદો રોજ ગવાતા…….

ભક્તિ નો આ કઠીન  માર્ગ- નસીબદારો ને જ મળે છે……..મને ખબર નથી કે મારું નસીબ ક્યારે ઝળકી ઉઠે છે…???? કદાચ આવતા જન્મે….?? હું જન્મોજન્મ રાહ જોવા તૈયાર છું……

જય સ્વામીનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s