Raj Mistry's world

Me,my stories and world around….

અક્ષરધામ-ગાંધીનગર

Leave a comment

ગઈકાલે અમારે રજા હતી. હનુમાન જયંતિ હતી એટલે નહી પણ “સારા-શુક્રવાર” અર્થાત ગુડ ફ્રાઈડે ની રજા હતી. કારણ ગમે તે હોય પણ કર્મ તો થવાના જ છે. તો રજા નો શો ઉપયોગ કરવો? રીના નો હુકમ થયો અને મારી “હા” ભળી એટલે – અક્ષરધામ ગાંધીનગર નો પ્રોગ્રામ ફીક્ષ થયો. આમ તો ઉનાળા ની બળબળતી બપોરે ક્યાંક બહાર જવાનું આવે એટલે – તન-મન તતડી ઉઠે…..પણ શ્રીહરિ ની દયા થી હવે એસી -મધ્યમવર્ગ માટે પણ સુલભ બન્યા છે…..આથી વૈશાખી વાયરા ઓ ને ઘમરોળતી….રોન્દતી ….અમારી ગાડી – અક્ષરધામ પહોંચી. આમ તો અમે ઘણીવાર -અમારા મનપસંદ સ્થળે આવતા હોઈ છીએ….પણ અક્ષરધામ ની પ્રદર્શની જોયે વર્ષો વીતી ગયા હતા. આથી, પ્લાન એવો હતો કે – પ્રદર્શની જોવી…..ઠાકોરજી ના મનભરી ને દર્શન કરવા…..રાઈડ્સ પર બેસવું….અને છેલ્લે સૌથી વધારે મનપસંદ-પેટ પસંદ જગ્યા એટલે કે -પ્રેમવતી મા પેટ ભરી ને જમણ કરવું- અને ઘરે પધારવું……!

Akshardham-Gujarat

વર્ષો પહેલા – અક્ષરધામ ની પ્રદર્શની જોવા ગયેલા ત્યારે ટીકીટ કદાચ ૨૫-૩૦ રૂપિયા હતી….આ વખતે ૫૦ રૂપિયા થઇ છે….મોંઘવારી – હવે સાર્વત્રિક થઇ ગઈ છે. પ્રદર્શની જોવા- રાજસ્થાન થી ઘણા સંઘ આવેલા- આથી રંગબેરંગી પાઘડીઓ થી અક્ષરધામ- ખરા બપોરે પણ -ભરચક હતું…..આંખો ને ઠંડક પણ નાક ને જુગુપ્સા પ્રેરે એવા ભિન્ન ભિન્ન અનુભવો અને ટોળા વચ્ચે અમે ઘુસ્યા……ઘણો મોટો ફેરફાર નથી થયો, પણ પ્રદર્શન-ખંડ ૩ કે જ્યાં વિશ્વવિખ્યાત ફિલ્મ- મિસ્ટિક ઇન્ડિયા બતાવાય છે, એને ઘણો મોટો કરવામાં આવ્યો છે, છતાં- એ દિલ્હી ના આઈમેક્ષ થીયેટર થી નાનો છે. જે સ્વાભાવિક જ છે. શ્રીહરિ ના જીવનકાળ…પ્રસંગો..રામાયણ…મહાભારત ના પ્રસંગો- ને આબેહુબ રજુ કર્યાં છે. ડાન્સિંગ ફુવારા -કાઢી નાખ્યા છે કારણ કે- હવે સત્-ચિત્-આનંદ”વોટર શો – અક્ષરધામ ની શોભા વધારે છે…….

તો અમને શું ગમ્યું…..?

 • ઓફકોર્સ – મારા વ્હાલા ઠાકોરજી તો પ્રથમ ક્રમે જ રહેવાના…….પણ એમના સિવાય- પ્રદર્શની નો પ્રારંભ- પેલી પથ્થર મા પોતાને કોતરતો માણસ…..સંદેશ અદભૂત છે……
 • જીવંત ઓડિયો-એનીમોટ્રોનીક્સ વાળો- શ્રીજી ની સભા નો સીન……કીર્તન અદભૂત હતું….પણ હવે લાગ્યું કે- હજુ વધારે સંદેશ /સંવાદ -શ્રીજી ના મુખે મૂકી શકાત…….
 • મિસ્ટિક ઇન્ડિયા…….
 • પ્રેમવતી ના- ખમણ…સમોસા…ચનાપુરી……( રીનાને દહીવડા અને પાઉભાજી ખુબ ભાવી….)-સ્વામિનારાયણ ખીચડી તોમસ્ત જ હોય છે….અને અંતે આઈસ્ક્રીમ….!
 • સત્-ચિત્-આનંદ વોટર શો- ( સમય ને અભાવે અમે ન જોયો…સાંજે ૭.૩૦ નો સમય છે….)
 • બગીચો……ઝાડ-છોડ ને એવી રીતે કાપ્યા છે કે…..શું કહેવું? જેણે આ જોયું….તેનું હૃદય બાગ-બાગ થઇ જાય……
 • ફોટા પડાવવા ની સુવિધા ઉભી થઇ છે…..આથી જેને જરૂર છે -એ લોકો માટે સારી સુવિધા….

શું ન ગમ્યું….??

 • મોબાઈલ ને બહાર મુકવાનું….( શું કરીએ- મન છે કે મોબાઈલ વગર માનતું જ નથી….એડિક્શન……!)
 • પ્રદર્શની મા હજુ ઘણા સુધારા વધારા થઇ શકે…..કારણ કે વારંવાર જોવાની ઈચ્છા થાય- એવું ઓછું છે……
 • રાત્રીના સમયે…..એ પણ પૂનમ ની રાત્રી એ- મોડે સુધી- અક્ષરધામ ખુલ્લું રાખવું જોઈએ…..શું કહેવું છે?

ચાંદ ની રાત અને શ્રીહરિ નો સાથ......

 • મિસ્ટિક ઇન્ડિયા- મને સ્ક્રીન નું રીઝોલ્યુશન અને શાર્પનેસ – સંતોષકારક ન લાગી……..દિલ્હી અક્ષરધામ મા – આ ચિત્ર અલગ છે….

તો- મન-હૃદય ના સંતોષ પછી- પ્રેમવતી મા જે પેટપૂજા કરવામાં આવી- એ અદભૂત હતી…..અને લાગ્યું કે કોઈને પાર્ટી આપવી હોય તો અહીં જ આવવું….! ત્યારબાદ -અમે ઘરે આવવા નીકળયા અને વચ્ચે , ઈચ્છા થઇ કે ચાલો- સરિતા ઉદ્યાન મા જઈએ…..! પણ,અફસોસ- કાળજી ને અભાવે- બગીચો ઉજ્જડ લાગતો હતો, જુવાનીયા ના ટોળા અને મોરલા ઓ દેખાણા……! ઘડીભર બેઠા અને કંટાળ્યા……અને સરિતા ઉદ્યાન મા માત્ર -એનો વિશાળ દરવાજો કે પ્રવેશદ્વાર જ ગમ્યું…….( અંદર ન જવાય તો અફસોસ ન થાય -એવું છે….)….વળતી વખતે રસ્તામાં થી પપૈયું લીધું….ચખાડ્યું તો ત્યાં ગળ્યું  લાગ્યું( કારણ કે સેકેરીન વાળી છરી વપરાય છે….એવું અમારા મેડમ કહે છે….) પણ ઘરે આવીને ચાખ્યું તો ફિક્કું લાગ્યું…..!

મોદી સાહેબ નો ફોન આવ્યો કે ચા-નાસ્તો કરી ને જાજો…..પણ શું થાય અમે રહ્યા મોટા માણસો….આથી સમય તો ન હોય ને…  🙂

તો, ક્યાંક ફરવા જાઉં હોય તો-અક્ષરધામ -અમદાવાદ ની નજીક ના સ્થળો મા એક શ્રેષ્ઠ પસંદગી કહી શકાય……બાળકો માટે તો ખરું જ…..! પણ ફરવા માટે સાંજે જ જવું….કારણ કે પ્રદર્શની મા ૨-૨.૫ કલાક લાગે….પછી રાઈડ્સ મા જવાનું….પછી વોટર શો જોવાનો અને અંતે-પ્રેમવતીમા પેટપૂજા કરી ને -ઘરે આવવા નું…..!

ભક્તિ-અધ્યાત્મ સાથે ફરવા ની મજા…..કદાચ અહીં જ છે……..!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s