Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા – તા ૮/૪/૨૦૧૨

2 Comments

ગયા રવિવારે ઘરમાં પ્રસંગ હોવાથી , અમદાવાદ ની બહાર હતા અને શ્રીહરિ જયંતી ની વિશિષ્ટ સભાનો લાભ મળ્યો ન હતો. આથી આ રવિવારે -રવીસભાને ચૂકવા નો કોઈ સ્કોપ જ ન હતો. પાંચ વાગ્યા ને – આપણે મંદિર જવા રવાના થઇ ગયા. ગરમી હજુ એટલી બધી વધી નથી, એટલે સારું છે.  આજે મંદિરે ભીડ ઓછી હતી…..કારણ? ખબર નથી, પણ પુ.ઈશ્વર સ્વામી સહીત ના સંતો , વિચરણ પર હતા.

હમેંશ ની જેમ- સર્વ પ્રથમ મારા વ્હાલા ના દર્શન…..આજે હરિ, મુકતો- બનારસી પાઘ માં અદભુત લગતા હતા…..તમે પણ કરો આજ ના દર્શન….

સભામાં ગોઠવાયા ત્યારે -પુ.પરમહંસ સ્વામી દ્વારા , પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના ૨૦૦૯-૨૦૧૦ ના વિચરણ પ્રસંગો નું વર્ણન કર્યું. મુખ્ય મુદ્દો હતો…” જીવનમાં ચોકસાઈ નું મહત્વ” …..તેનો સાર કંઇક આવો હતો…..

 • પુ.પ્રમુખ સ્વામી મહારાજ આટલી ઉમરે પણ નાની નાની -નગણ્ય વાતો માં પણ ચોકસાઈ ના આગ્રહી છે.
 • એકદમ તીક્ષ્ણ નિરીક્ષણ શક્તિ અને નિયમ ધર્મ માં -અડગપણું – સ્વામીશ્રી ના જીવન નો એક ભાગ છે-જેના દ્વારા હજારો હરિભક્તો, સંતો અને મુમુક્ષુ ઓ ને- પોતાના નિયમ ધર્મ- હરિ સાથેના સંબંધ માં સહેજ પણ ભેદ ન પડે…એ ધ્યાન રાખે છે. “ધર્મ માં છીંડા” – વાળો શ્રીહરિ નો પ્રસંગ -મને યાદ આવી ગયો…
 • વ્યવહાર માં પણ- હરિ ની અખંડ વૃતિ રાખવી…..દર્શન કરો તો- બધી વૃતિ ઓ ભગવાન ની મૂર્તિમાં જડી દેવી…..

ત્યારબાદ – પુ. સંતો ને મુખે કીર્તન રજુ થયા…..” મોગરાના ફૂલ સાખી મોગરા ના ફૂલ….શ્રીજી ને વ્હાલા બહુ મોગરા ના ફૂલ..” હું આંખો બંધ કરી ને આ કીર્તન સાંભળી રહ્યો હતો અને અને અચાનક જ મારું નાક -મોગરા ની સુગંધ -મઘમઘાટ થી ભરાઈ ગયું….શું આ એક યોગાનુયોગ પ્રસંગ હતો…??? ખબર નથી, પણ જવું કીર્તન પૂરું થયું કે – એ સુગંધ પણ ગાયબ થઇ ગઈ….જે હોય તે….પણ મારા વ્હાલા માં મારી બધી વૃતિઓ હવે પૂર્ણ પાને જોડવા જઈ રહી છે….એક હરિ સિવાય હવે જાણે કે કશામાં ચિત્ત ચોંટતું નથી……! ત્યારબાદ -પુ.પ્રેમવદન સ્વામી એ – મુક્તાનંદ સ્વામી નું એક પદ રજુ કર્યું…..”અનુભવી આનંદ ના ..બ્રહ્મરસ ના ભોગી રે…..”….પ્રેમવદન  સ્વામી નો સ્વર ઘણા સમય બાદ સાંભળવા મળ્યો………….

ત્યારબાદ પુ. વિવેક્જીવન સ્વામી દ્વારા -ગઢડા પ્રથમ ના ૩૨માં વચનામૃત -“માળા અને ખીલા” નું વચનામૃત રજુ થયું….શ્રીજી ના મુખ્ય બે પ્રશ્નો…..

૧. આ સંસારમાં જે વિષયી જીવ છે એ પાંચ વિષય વિના રહી શકે નહિ…તે વિમુખ જીવ ને જેમ પંચવિષય છે એમ હરિજન ને પણ પંચવિષય છે….પણ તેમાં ભેદ છે…કેમ?

૨. જેમ વિમુખ જીવ ગ્રામ્ય( માયિક)  પંચવિષય માં બંધાણા છે અને તે વિષય વિના પળ વિના પળમાત્ર ચાલતું નથી..તેમ તમે ભગવાન ની કથાવાર્તા નું શ્રવાનાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈ ને એના વિષયી થયા છો કે નહિ????

જવાબ- તમે વિચારો…….પુ. વિવેક્જીવન સ્વામી ની કથા વાર્તા નો સાર કંઇક આવો  હતો…..

 • મુખ્ય બે પ્રકાર ના પંચ વિષય કહી શકાય… ૧) જગત ના… ૨) ભગવાન સંબંધી…..જેમાં જગત ના પંચ વિષય -દુખ જ લાવે છે…..જયારે ભગવાન સંબંધી -બધું જ- બધાજ વિષયો- મોક્ષ લાવે છે…..
 • પણ ભગવાન સાથે જોડાવવા -મજબુત પણે જોડાવવા માટે- આંતરિક શક્તિ મજબુત કરવી પડે…..અંદર થી તમે જેટલા અડગ…જેટલી સમજણ વાળા…..અને જેટલી પાકી નિષ્ઠા વાળા – એટલા જ તમે આંતરિક રીતે મજબુત છો…..
 • ભગવાન નું..શ્રીજી નું માહાત્મ્ય – અવર્ણનીય છે..અકલ્પનીય છે……કે જે સમગ્ર સૃષ્ટિ ની ઉત્પત્તિ,સંચાલન..લય-પ્રલય ના કર્તા-હર્તા છે……બસ તેને -અખંડ પોતાની સાથે રાખો….વૃતિ એમાં જ સ્થિર રાખો……
 • પોતાના વ્યવહાર માં થી નિવૃત્તિ જરૂરી નથી…..પણ હરીને સાથે રાખવા થી- સ્થિતપ્રજ્ઞતા આવશે….અને સુખ-દુઃખમાં સમ ભાવે વર્તી શકાશે…….પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની સ્થિરતા…..અક્ષરધામ પર નો આતંકવાદી હુમલો હોય કે- આફ્રિકા માં થયેલું અપમાન……એ ક્યારેય ડગ્યા નથી….કારણ કે- એ હમેંશા આત્મભાવે જ વર્ત્યા છે….અને સ્થિતપ્રજ્ઞ જ રહ્યા છે…..
 • તો- પોતાની રોજીંદી પ્રવૃત્તિ ચાલુ રાખો…..કામ કરતા રહો અને ગોરા કુંભાર ની જેમ- ભગવાન નું સ્મરણ ચાલુ રાખો……અંતે તો ધ્યેય હરિ જ છે….

સભા ને અંતે અમુક જાહેરાતો થઇ……

 • નીરમાં યુની. ના એક તેજસ્વી એન્જીનીયર  છાત્ર ને ગોલ્ડ મેડલ મળ્યો..જેનું જાહેર માં સન્માન કરવામાં આવ્યું…..સાથે પંડિત દીનદયાળ પેટ્રો.યુનિ. માં યોજાયેલી એક સ્પર્ધામાં આપણા એક સત્સંગી કિશોર ને વિજેતા બનવા બદલ સન્માનવામાં આવ્યો……- હરિ છે ત્યાં વિજય છે…..સિદ્ધિ છે…
 • પુ.પ્રીયસ્વરૂપ સ્વામી- એ ૨૯ મી એપ્રિલ ના રોજ- સવારે ૫ થી ૮ દરમ્યાન થવા વાળા – સ્વામીનારાયણ મહા યાગ વિષે જાહેરાત કરી…..હજુ પણ રજીસ્ટ્રેશન ચાલુ છે…..સાથે એક આનંદ ની વાત- યજ્ઞ સાથે સાથે હરિભક્તો માટે- કોઈ પણ જાત ના ખર્ચ વગર -યજ્ઞોપવિત સંસ્કાર ની વિધિ પણ કરવામાં આવશે….આથી હરિભક્તો એ શાહીબાગ મંદિર નો સંપર્ક કરવા વિનંતી….
 • “શિશુ કિલ્લોલ” એક નવી ઓડીઓ સીડી બહાર પડી છે…….લાભ લેવા વિનંતી……

તો……બસ આ જ્ઞાન સભા…બ્રહ્મ સભા અને તેનું તત્વ જ્ઞાન – હરિ સુધી પહોંચાડે એટલે ભયો…..ભયો……!

જય સ્વામીનારાયણ…..

રાજ

 

Advertisements

2 thoughts on “BAPS રવિસભા – તા ૮/૪/૨૦૧૨

 1. એવું લાગ્યું જાણે, મને અમદાવાદ મંદિરમાં રવિસભા માં બેસવા નો લાભ મળ્યો, રાજભાઈ, આપણો બ્લોગ મને ખુબ જ ગમે છે એટલે જ મેં વર્ડપ્રેસમાં જોડવાનું પસંદ કર્યું..!! અમે પણ અહી કચ્છમાં વર્માનગર ખાતે બી એ પી એસ સંસ્કારધામ નો ૧૪મો પાટોત્સવ તા. ૮.૪.૨૦૧૨નાં રોજ ઉજવ્યો; ભુજ મંદિરેથી પૂજ્ય વિશ્વકીર્તીસ્વામી તથા પૂજ્ય સુમંગલસ્વામીએ આ પ્રસંગે પધારી સત્સંગ કરાવ્યો; સ્થાનિક ભક્તોએ ભાવપૂર્વક અન્નકૂટ પણ પ્રયોજ્યો; રવિસભા બાદ ઉપસ્થિત આશરે ૨૫૦ ભક્તોએ ભોજન-પ્રસાદ નો લાભ લીધો…!! જય સ્વામિનારાયણ..!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s