Raj Mistry's world

Me,my stories and world around….

યોગીજી મહારાજ ની બોધકથાઓ-૭

Leave a comment

યોગીજી મહારાજ – એટલે કે સત્સંગ નું જીવતું જાગતું….મૂર્તિમંત સ્વરૂપ. સહજ અને સરળ સ્વભાવ થી એમણે હજારો મુમુક્ષો ને સત્સંગ માં દ્રઢ રીતે જોડ્યા અને એમની જીન્દગી..સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આણ્યાં…..ચાલો જોઈએ- એક વધુ બોધકથા – એમના દ્વારા સત્સંગમાં વારંવાર કહેવાતી….

સ્વભાવ બડા કે સંગ……

_____________________________________________________________________________________

એક નગર હતું, જેનો બાદશાહ અને કારભારી- બંને ને ખુબ બનતું હતું. બાદશાહ ને એક બિલાડી હતી, અને સ્નેહ-વર્ષો ના સંગ પછી- બિલાડી એટલી કહ્યા ગરી કે -બાદશાહ જયારે કુરાન વાંચવા બેસે ત્યારે બિલાડી- દીવો પકડી ને પાસે  બેસી રહેતી…..! બાદશાહ ને આ વાત નો બહુ ગર્વ…..અને કારભારી આગળ વારંવાર કહ્યા કરે કે – અલ્યા કારભારી….જો મારી બિલાડી….ઉસકા સ્વભાવ બડા કે મેરા સંગ બડા…..?? કારભારી હોંશિયાર- એટલે બાદશાહ સાથે દલીલ બાજી માં ન ઉતરે- અને કહે- સ્વભાવ ભી બડા નહિ….કે સંગ ભી બડા નહિ…મેં કુછ નહિ બોલુંગા…! પણ આતો રોજ થઇ ગયું- એટલે કારભારી કંટાળ્યો….એને લાગ્યું કે બાદશાહ ને સત્ય નું જ્ઞાન કરાવવું જ પડશે…! આથી એણે – સાત આઠ ઉંદરડા પકડ્યા અને થેલી માં બાંધી દીધા….પછી- એક દિવસ બાદશાહ પાસે બેસવા ગયો…બાદશાહ હમેંશ  ની જેમ કુરાન વાંચતા હતા અને એમની પ્યારી બિલાડી -દીવો પકડી ને ઉભી હતી…..! ધીરે રહીને- કારભારીએ થેલી છોડી મૂકી અને અંદર ના ઉંદરડા છુટા થઇ દોડવા લાગ્યા….! બિલાડી એ આ જોયું અને ઉંદર ને જોઈને – દીવો પડતો મૂકી ને એમની પાછળ ઝાપટી …! દીવો કુરાન પર પાડ્યો ને બાદશાહ કૂદકો મારી ને ઉભો થઇ ગયો…….! કારભારી- આ જોઈ ને હસતા હસતા બાદશાહ ને બોલ્યો- જહાંપનાહ …અબ બોલો – સ્વભાવ બડા કી સંગ બડા…..????? બાદશાહે કાન પકડ્યા……

______________________________________________________________________________________________

સાર-

  • સ્વભાવ હમેંશા – સંગ કરતા વધારે અસરકારક હોય છે…….
  • તે સત્સંગ માં નિયમિત હો…..પણ જો સ્વભાવ માં બદલાવ ન આવે તો- સમય સમયે એ ઝળક્યા વગર રહેતો નથી…..અને તમારો સંગ બગાડે છે…..
  • આથી સ્વભાવ બદલો……” મનમાં જ મથુરા ને મન માં જ કાશી…..” આથી શ્રીજી મહારાજે ગ.અંત્ય .૨૦ માં કહ્યા મુજબ- જીવ ની બધી વૃતિઓ – એક ભગવાનમાં જોડવી…..એક હરિમાં જોડવી- આથી આત્મનિષ્ઠા ના આ બળ થી સ્વભાવ બદલાશે…અને જીવ નું કલ્યાણ થશે….

આથી જ…..સ્વભાવ…સમજણ…..સત્સંગ…સેવા…..સ્વરૂપ નિષ્ઠા – જ કલ્યાણ નો માર્ગ છે. પુ.યોગીબાપા ના “યોગી-ગીતા” માં વર્ણવીત બળભરી વાતો ને જીવનમાં ઉતારીએ..અને આ ફેરો સફળ બનાવીએ…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s