Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૧૫/૦૪/૨૦૧૨

1 Comment

     “દરસ બીના મોરે તરસત નૈના …

શ્વેત પાઘ બીચ સુમન શિખર છબી , ચાહત દ્રગ દીનરેના રે….

લોચન લલિત મદનમદ મોચન , કુટિલ ભોંહ( અર્થાત ભ્રકુટી) કી સેના ….

સુંદર હસિત બદન બિન દેખે પરત નાહી પલ ચેના ….

પ્રેમાનંદ ઇન નૈનન કે આગે , કબ દેખું સુખ દેના …..

હરિ દર્શન માટે તરસતી આ તન-મન -હૃદય ની અ ભાવના ઓ ને શાંતિ રવિવારે મળે છે….રવિસભા -એ માત્ર જ્ઞાન સભા નથી પણ- હૃદય સભા પણ છે. હમેંશ ની જેમ સમયસર મંદિરે પહોંચી ગયા. પ્રથમ -તન-મન-હૃદય ની ઠંડક…….તમે પણ કરો મારા વ્હાલા ના દર્શન…..

આજ ના દર્શન.....

સભામાં બેઠા ત્યારે પુ. સ્વામીશ્રી ના વિચરણ નું વર્ણન પુ. સંત દ્વારા થઇ રહ્યું હતું……એનો સાર…

 • સ્વામીનારાયણ મહામંત્ર નો મહિમા અને તેનું સતત પઠન – મનુષ્ય ને મોટી મુશ્કેલીઓમાં પણ ટકવાની હિંમત આપે છે- મુશ્કેલીઓ ને પણ દુર કરે છે- એવું અનુભવે સિદ્ધ થયું છે- પુ. પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુ પરંપરા – આજ વાત અનુભવે કહેતા રહ્યા છે….
 • બીજાના ભલા માં જ આપણું ભલું છે….એ યાદ રાખો….જીવના કલ્યાણ માટે આજ માર્ગ સહજ છે….
 • ભગવાન ને અખંડ સાથે રાખવા….વ્હાવહાર સાથે ભક્તિ- અને અતુટ વિશ્વાસ -મહામ્યે -જ્ઞાન સહીત ભક્તિ – આ માર્ગ માટે..મોક્ષ માટે જરૂરી છે…

ત્યારબાદ પુ. સંતો અને કિશોર મંડળ દ્વારા કીર્તન થયા….”મન વસીયો રે સહજાનંદ ..મારે મન વસીયો….” પ્રેમાનંદ સ્વામી રચિત આ કીર્તન અદભુત હતું….”સારંગપુરમાં વ્હાલો  પ્રગટ બિરાજે રે …..” કીર્તન પણ સભાને ડોલાવી ગયું…..

ત્યારબાદ પુ.બ્રહ્મ મુની સ્વામી દ્વારા – સ્વામીની વાતો – પુસ્તકમાં થી “જીવના કલ્યાણ ના ચાર નિયમો” બતાવ્યા….સાર હતો……

 • ભગવાન ની આજ્ઞા…ઉપાસના….મોટા પુરુષ માં એકાંતિક પણું અને હેત….અને ભગવદી નું સુહ્રદ પણું….આ ચાર નિયમો કોઈ પણ જીવ ના કલ્યાણ માટે જરૂરી છે.
 • એમાં પણ સુહ્રદ ભાવ….અર્થાત એકતા/સંપ/ભાઈચારો/પક્ષ રાખવો……એ પાયાનું તત્વ છે- જો સત્સંગમાં સુહ્રદ ભાવ હોય તો જ બાકી ના ત્રણ તત્વો- સફળ થાય છે…..એવું યોગીબાપા ભાર દઈને કહેતા….
 • જેનું હૃદય સારું…એનું બધું સારું….અને હૃદયમાં ખોટ અર્થાત…બધામાં ખોટ….સુહ્રદ ભાવ વિષે વચનામૃત માં સ્વયમ શ્રીજી એ – (ગઢડા અંત્ય ૭મુ , અને મધ્ય નું ૬૧ મુ) કહ્યું છે કે – જીવ નું કલેવર -એના વિચારો જ ઘડે છે – સ્વભાવ પણ વિચારો ને આધારે ઘડાય છે….આથી સારા વિચારો મનુષ્ય ને તારે છે….જીવને સન્માર્ગ તરફ લઇ જાય છે…
 • પુ. પ્રમુખ સ્વામી મહારાજ માટે -ભીડો એટલે દેહ નો ભીડો નહિ પણ સત્સંગ માં કુસંપ….આથી જ સ્વામીશ્રી કહે છે કે સત્સંગ માં ટકવા માટે ભક્ત એ- ઘસાવું…નમવું….ખમવું…અનુકુળ થવું….અને  મનગમતું મુકવું…..એ પંચ નિયમ પકડી રાખવા……
 • સુહ્રદ ભાવ છે- એના લક્ષણ શું?- સુખદુખ માં પણ સાથે રહેવું, બીજાના ગુણ જ જોવા, અન્યના ભલામાં આપણું ભલું જોવું….સત્યનો- સત્સંગીનો-ધર્મ નો પક્ષ રાખવો…..
 • સુહ્રદ ભાવ કઈ રીતે તૂટે?- માન…ઈર્ષ્યા…હઠ…કપટ – તો જીવે આ તત્વો થી દુર રહેવું……

તો- યોગીજી મહારાજ પણ આ જ -સુહ્રદ ભાવ ના ખાસ આગ્રહી હતા અને પોતાના પ્રવચનો અને ઉપદેશો માં – એમણે આ જ વાત કહી છે. આથી નક્કી આપણે કરવાનું છે કે – સત્સંગમાં આપણે  ટકીરહેવું છે કે બસ સમય જ પસાર કરવો છે….???

સભાને અંતે પુ.બ્રહ્મવિહારી સ્વામી એ જાહેરાત કરી કે……

 • ૨૯ મી એપ્રિલ ના રોજ અમદાવાદ મંદિર ખાતે થવાનો મહા સ્વામીનારાયણ યાગ ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે….અમદાવાદ થનગની રહ્યું છે અને પુ.સ્વામીશ્રી ના આશીર્વાદ પણ આવી ગયા છે….આયોજન અદભુત છે…..પુ.ઈશ્વર સ્વામી, પુ.ડોક્ટર સ્વામી- પણ રહેશે…..સાથે ૧૯૬૨ માં મંદિર ની સ્થાપના સાથે સંકળાયેલા હરિભક્તો પણ મુખ્ય યજમાન તરીકે હાજર રહેશે.
 • આવતા રવિવાર થી સભાનો સમય ૫.૩૦ થી ૭.૩૦ નો થશે…..
 • મહાયાગ – માટે વિસ્તારવાર નોંધણી બંધ થઇ ગઈ છે….અને હવે જો કોઈ હરિભક્ત ને ઈચ્છા હોય તો- એ સીધો જ શાહીબાગ મંદિરે સંપર્ક કરે……

તો બસ- આ અધ્યાત્મિક સફર ચાલુ જ છે……..

સાથે રહેજો……

જય સ્વામીનારાયણ……

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા- તા ૧૫/૦૪/૨૦૧૨

 1. સુંદર હસિત બદન બિન દેખે પરત નાહી પલ ચેના ….

  પ્રેમાનંદ ઇન નૈનન કે આગે , કબ દેખું સુખ દેના …..“

  Very good.

  ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !http://saralhindi.wordpress.com/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s