Raj Mistry's world

Me,my stories and world around….

એક શામ- કાંકરિયા ને નામ…

Leave a comment

અમદાવાદ – મા જોવા જેવું શું? આ સવાલ ઘણા ના દિમાગમાં આવતો હોય છે……પણ પાકા અમદાવાદી પાસે આનો જવાબ- કદાચ એક જ…સીધોસટ ..હોય છે….કાંકરિયા તળાવ….!  કાંકરિયા તળાવ નું અસ્તિત્વ અમદાવાદ ના જન્મ સાથે જ સંકળાયેલું છે. ૧૪૫૧ ની સાલ મા આનું બાંધકામ પૂરું થયેલું અને એ પછી તો -એનામાં ઘણીવાર પરિવર્તન થયા, અને એનો પરિઘ વધતો-ઘટતો ગયો. છેલ્લે આપણા મોદી સાહેબે- ૨૦૦૮ મા કાંકરિયા નો કાયા કલ્પ કર્યો અને આજે એ – મારા મતે- અમદાવાદ ની શ્રેષ્ઠ…સુંદર…સ્વચ્છતમ …જોવાલાયક…માણવા લાયક સ્થળ છે.

કાંકરિયા તળાવ- આકાશી દ્રશ્ય....

વર્ષો પહેલા- કે જયારે મારી ઉંમર – બાલ્યવસ્થા મા કહી શકાય એવી હતી- ત્યારે મે કાંકરિયા ( ખાસ કરીને એના પ્રાણી સંગ્રહાલય) ની મુલાકાત લીધેલી….પછી અલપઝલપ આવવા નું થયેલું અને ૨૦૦૮ ના કાયાકલ્પ પછી- આ શનિવારે પ્રથમવાર જ – હું રીના સાથે – કાંકરિયા ની મુલાકાતે હતો….વર્ષો પછી આવવા નું  થવા થી – આ મુલાકાત મા જ બધું માણી લેવા ની તીવ્ર ભાવના હતી…..તો કેવી રહી એ શામે- કાંકરિયા……???

 • મારા મતે કાંકરિયા નું મહત્વ – કંઇક અલગ જ છે…..અમારા સ્વામિનારાયણ સંપ્રદાય નો સૌથી પ્રસિદ્ધ પ્રસંગ- કાંકરિયા ને કિનારે થયેલી- બ્રહ્મચોર્યાસી…….સંવત ૧૮૭૮ મા ફાગણ સુદ -૫ ના રોજ – શ્રીજી મહારાજ દ્વારા આયોજિત  થઇ હતી….અને એમના ચમત્કાર થી – વિરોધી ઓ ની લાખ કોશિશો છતાં- એ ચોર્યાસી અભૂતપૂર્વ રીતે સફળ થઇ હતી…..જેની યાદગીરી મા આજે પણ કાંકરિયા તળાવ નજીક- શ્રી કાલુપુર મંદિર સંચાલિત- વાસુદેવાનંદ સ્વામી સ્થાપિત …હનુમાનજી નું પ્રખ્યાત મંદિર છે.  આમ- એ પ્રસાદી નું સ્થળ છે…..
 • અમે- સાંજે જ ત્યાં ગયા….પણ ત્યાં જવાનો યોગ્ય સમય- બપોર નો જ છે….ક્યાંતો- તમે સવારે જઈ શકો….બીઆરટીએસ ની સેવા હવે ખુબ જ સગવડ ભરી છે…..
 • સૌપ્રથમ- બલુન ( ટીથર્ડ બલુન) ની સફારી- અર્થાત અમદાવાદ આઈ નો લાભ લીધો….પણ- લાંબી રાહ – અને માત્ર એક જ મીનીટ ૩૫૦ ફીટ ઉપર- તમારા સો રૂપિયા ની ટીકીટ ની મજા મારી નાખે છે……આથી વિચારવું….અમદાવાદી તરીકે વિચારવું…….૩૫૦ ફીટ કંઇક વધારે ઊંચું ન કહેવાય…અને એ પણ એક મીનીટ માટે જ……..આથી  સો રૂપિયા વધારે કહેવાય… 🙂

ટીથર્ડ બલુન-કાંકરિયા ...

 • પછી – બેઠા ટ્રેન મા- કિડ્ઝ ટ્રેન- ૨૫ રૂપિયા મોટા માટે…..બાળકો માટે ૧૫ કે ૨૦ રૂપિયા ટીકીટ છે….પણ પૈસા વસુલ છે….ભાઈ….( પણ ટ્રેન માત્ર એક જ આંટો મરાવે….એ પણ ફાસ્ટ દોડે છે…..) જીવન મા પ્રથમ વાર જ ૩.૫ કિમી નો પરિઘ ધરાવતા કાંકરિયા ની પૂર્ણ પ્રદક્ષિણા કરી……
 • પછી વારો આવ્યો- બોટિંગ નો……( ધ્યાન રાખવું- એમાં પણ નકરી..ઉઘાડી લુંટ છે)…..સો રુપીયા ની ટીકીટ અને ટૂંકો આંટો…..! ધ્યાન રાખવું…..જે હોય તે- અમને મજા આવી પણ બોટ વાળા જોડે પંગો પણ થયો…..છેવટે એણે ટૂંકા આંટા માટે અમને “સોરી” કહ્યું પણ પૈસા પાછા ન આપ્યા……!
 • ખાવા પીવા ની અઢળક સગવડો છે…….આથી લાભ ઉઠાવી શકાય….પણ અમે કાંકરિયા ની સામે આવેલા અમદાવાદ ફેમસ -“લિજ્જત” મા જઈ મીક્ષ ભજીયા….અને ફૂલવડી ની લિજ્જત માણી……….રીના એ હેવમોર મા જઈ- સમોસા અને વેનીલા વિથ ચોકો સોસ નો લાભ ઉઠાવ્યો……

તો કાંકરિયા ની મુલાકાત સારી હતી- ઢગલા ફોટા પડ્યા છે….જે ફેસબુક પર મિત્રો માટે મુકવામાં આવ્યા છે……..તો મારા મતે – કાંકરિયા મુલાકાત માટે શું ધ્યાન રાખવું?????

 • સમય- આખો દિવસ પણ નીકળી શકે- કારણ કે બાળકો માટે- બાલવાટિકા, ઝૂ, નગીનાવાડી, રાઈડ્ઝ…..ઘણું બધું છે…..ટૂંકમાં પૈસા વસુલ પ્રવાસ છે……ઉત્તમ જગ્યા…..! સૂર્યોદય અને સૂર્યાસ્ત – અદભૂત નજારો છે…..
 • જમવાનું સાથે લઇ જવું જરૂરી નથી…..પણ સારા કેમેરા….પાણી ની બોટલ્સ…..અને ખુબ પૈસા- સાથે રાખવા……
 • શક્ય હોય તો બલુન-બોટિંગ – ને ટાળો……છેતરપીંડી છે…..એકવાર અનુભવ ખાતર બેસી શકાય…..પણ બાળકો ને ટ્રેન અને અન્ય રાઈડ્ઝ મા બેસાડો…….પૈસા બચશે…..
 • ફોટોગ્રાફી માટે ઉત્તમ જગ્યા……..
 • પાર્કિંગ ના મોટા લોચા છે…..આથી BRTS  જ સર્વશ્રેષ્ઠ છે……….
 • શાંતિ માટે આ જગ્યા – એક સારો ઓપ્શન થઇ શકે…….કારણ કે મોટો પરિઘ છે….સ્વચ્છ જગ્યા છે….આથી ફુરસત થી બેસી શકાય….

તો તમે પણ જઈ આવો…….અમારે- નગીનાવાડી, પ્રાણીસંગ્રહાલય અને બાલવાટિકા બાકી છે……આથી નેક્સ્ટ રાઉન્ડ મા એની મુલાકાત થાશે…..

રાજ…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s