Raj Mistry's world

Me,my stories and world around….

કેરી……..૨૦૨૦

Leave a comment

એક જમાનો હતો કે ઉનાળા ના પગરવ થાય….વેકેશન શરુ થાય અને અમારી”કેરી યાત્રા” શરુ થાય……! ગામ ની આજુબાજુ એક પણ આંબો એવો ન હોય કે અમે એની કેરીઓ લુંપકે-છુપકે -પાડી ને ખાધી ન હોય…..! મંગલ પૂરી બાવો બિચારો -આંબા ની નીચે જ ખાટલો નાખી ને ઊંઘતો અને એ વખતે અમારી ટોળકી ના પરાક્રમો થી એ માણસ-ધુઆં પુઆં થઇ જાતો…..અને ઇન્દ્રાસી ડેમ પર આવેલા સ્વીમીંગ પુલ સુધી સાયકલ લઇ ને જવાનું અને – ત્યાં ની આંબાવાડી માં થી કેરીઓ પાડી – એનું કચુંબર બનાવી ને ખાવાનું…! એક દમ મજ્જા ની લાઈફ…..!

મોંમાં પાણી આવી ગયું ને....!

તસ્વીર સ્ત્રોત- ગુગલ ઈમેજ

પણ હવે ખબર નથી પડતી કે શું થઇ ગયું છે??? ઘોળી ને ખાવાની દેશી કેરી….લુપ્ત થઇ ગઈ છે……( છેલ્લે બે વર્ષ પહેલા ગામડે જોઈ હતી..) કેસર કેરી..( એ પણ કાર્બાઈડ માં પકવેલી..) જોવા મળે છે…..પણ જે રીતે ભાવમાં ઉછાળો આવી રહ્યો છે…..એમ જોતા લાગે છે કે – હવે રસ રોટલી માટે માઝા કે સ્લાઇસ -જેવા કૃત્રિમ પીણાઓ નો સહારો લેવો પડશે……પછી તો માઝા અને રોટલી…..સ્લાઇસ અને રોટલી……એંમ  કહેવાશે…( હે ભગવાન…..રીના બોલી…).!

તો ૨૦૨૦ માં કેરી ના શું હાલ હશે?

  • મોડીફાઈડ કેરીઓ મળશે- જે દેખાવ માં અસલી જેવી હશે પણ અંદર સ્લાઈસ કે માઝા જેવું ભરેલું હશે- તેને ઘોળવા ની અને “રસ” કાઢવાનો….અને છોકરાને કહેવાનું…..કે આજથી ૧૦-૧૫ વર્ષ પહેલા આવું કંઇક હતું….
  • આંબા ઓ અને કેરીઓ લુપ્ત થઇ જાશે…..માત્ર મ્યુઝીયમ માં જ જોવા મળશે…..એ પણ એકદમ કડક સિક્યોરીટી વચ્ચે….જ !
  • કોઈ કેરી ખાતો કે કેરી જેવા દેખાતા પદાર્થો – સાથે દેખાય તો- ઇન્કમ ટેક્ષ વાળા ને જાણ કરવી પડશે….અને એ વ્યક્તિ ની આવક-સ્ત્રોત વિષે છણાવટ કરવી પડશે….
  • કેરી ની સુગંધ જેવા પરફ્યુમ – ઘરેઘર જોવા મળશે….કારણ? કમસેકમ સુગંધ તો મેળવી શકાય…..

ખેર…..છોડો એને…!  અને બે દિવસ પહેલા વરસાદ – કમોસમી વરસાદ પડ્યો – અને અસહ્ય મોંઘવારી થી ત્રસ્ત આમ જનો માટે…..” આમ” અર્થાત “કેરી” જોવાની- ઈચ્છા પણ નામશેષ થવા ની કગાર પર પહોંચી ગઈ…….! હું તો ટેન્શન માં આવી ગયો કારણ કે – શાસ્ત્રો માં કહ્યા મુજબ- “જેમ ચોરો ને દ્રવ્ય જેટલું પ્રિય છે….એટલા જ બધા ફળો માં મને કેરી પ્રિય છે….” તો મારી કેરી નું શું થશે????? એની ચિંતામાં મારી ઊંઘ હરામ થઇ ગઈ……( કેવા કેવા સ્વપ્ન જોયા હતા????) પણ રીના એ મને ભરોસો આપ્યો કે – હરિ ઈચ્છા બળવાન છે…….! અને થયું એવું જ- બીજા દિવસેવસ્ત્રાપુર આગળ – મને સામે થી જ – સુવર્ણ સમાન મોંઘી….પણ સુગંધમાં સામાન્ય કેરી ને પછાડે એવી- કેરી ડઝન ના ભાવે મળી……હરિ ની ઈચ્છા હતી આથી- સહર્ષ સ્વીકારી પણ જયારે ઘરે લાવવામાં આવી ત્યારે- રીના ને જવાબ આપવા આકરા લાગ્યા…..જુઓ સવાલ…..

  • કેરી? ક્યાંથી લાવ્યા????
  • કેટલાની છે? અને કોણે કહ્યું આ રત્નાગીરી હાફૂસ કેરી છે..??? બુદ્ધી નો છાંટો એ છે???? કોઈએ કહ્યું એટલે માની ગયા…..
  • સાવ કાચી છે…..એટલે રસ…..રસ નીકળશે- એ વાત ભૂલી જ જાઓ…….સમજ્યા????

મારા જવાબ…..

?????????????

પણ એ કેરીઓ – રત્નાગીરી હાફૂસ હતી કે નીલમ????? કોને ખબર???? ગુગલ પર તપાસ કરી- પણ ગૂંચવણ ઉલટા ની વધી ગઈ…….!

પછી- બધી ચિંતા છોડી વિચાર્યું…..- કેરી ખાઓ- કેરી……ચિંતા છોડો……શાસ્ત્રોમાં કહ્યા મુજબ- “શાણા માણસો – લક્ષ્મી સામે થી ચાંલ્લો કરવા આવે ત્યારે કપાળ ધોવા જતા નથી…..( અહી- કેરી -એ પણ સાચી -જ્યારે હાથમાં આવે ત્યારે – એ કેરી રત્નાગીરી છે કે નીલમ?..મીઠી છે કે ખાટી? એ ચિંતામાં પડ્યા વગર એને ક્યાંથી ખાવી? એમ વિચારે છે…)

તો કેરી ને માણો….મોંઘી તો મોંઘી…..! બે ખાતા હો તો એક ખાઓ…..પણ ખાઓ…..!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s