Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-તા ૨૨/૦૪/૨૦૧૨

Leave a comment

ગરમી અને ઠંડી- જીવન ની વિવિધ પરિસ્થિતિ ઓ ની જેમ અલપ-ઝાલપ થયા કરે છે. આજે તો મારા પપ્પા સાથે હતા…..આથી રવિસભા માં જવાનો ઉત્સાહ અનેરો હતો….અને પપ્પા ને પણ મજા આવી….આથી હરિ માટે નો આ ફેરો એમના માટે પણ સફળ થયો…

તો મંદિરે નવા સમયે- અર્થાત- ૫.૩૦ સાંજે- પહોંચી ગયા….ઠાકોરજી ના દર્શન…મન-તન-હૃદય ને શાંત કરવા માટે……જીવન ને રીચાર્જ કરવા માટે……તમે પણ કરો….

આજ ના દર્શન...

સભામાં ગોઠવાયા ત્યારે, કીર્તન ની શરૂઆત થઇ રહી હતી. અમારા સદનસીબે- આજે પ્રસિદ્ધ ગાયક- શ્રી બીરેન પુરોહિત(ગાંધીનગર) સભામાં હતા અને કીર્તન તેમના દ્વારા રજુ થયા….સ્વામીનારાયણ મહામંત્ર ની ધૂન- એ પણ ઘૂંટાયેલા – ઘડાયેલા મધુર કંઠે….સમગ્ર સભાને લીન કરી ગઈ….અને હૃદય થી કહું છું કે- એ સ્વામીનારાયણ મહામંત્ર હોય કે ગાયત્રી મહામંત્ર- એનું મનન અને ચિંતન મન ને એકદમ સ્થિર કરી દે છે….અને પરમ શાંતિ નો અનુભવ થાય છે….! “ઓલ ઇઝ વેલ” કરતા  અનેક ઘણી મોટી આ ઘટના છે….! હરિનો સહારો- એના નામ નું રટણ- ભલભલા મોટા ભય થી પણ બચાવે છે……આ મારો અનુભવ છે..અને  મારા જેવા અસંખ્ય છે…….! ખેર..કીર્તન હતું…”મૂર્તિ મનોહર તારી સુંદર વર શામળિયા……છગન ભગત દ્વારા રચાયેલું આ કીર્તન- ને બીરેન ભાઈ એ એક નવો આયામ આપ્યો…..!

ત્યારબાદ પુ. યોગીદર્શન સ્વામી દ્વારા- પુ. પ્રમુખ સ્વામી ના જીવન ચરિત્ર અને વિચરણ પ્રસંગો પર  ” સ્વામીશ્રી ની અતિ તીક્ષ્ણ નિરીક્ષણ શક્તિ અને નાનામાં નાની વાતો નું હરપળ જ્ઞાન” એ પર વિવરણ થયું….. સાર હતો..- જીવનમાં અને સત્સંગમાં – નાના માં નાની વસ્તુઓ નું ધ્યાન રાખો……સંબંધો સફળતા માટે જરૂરી છે…પણ એને કેળવવા એ એટલા જ અગત્ય નું છે…..

ફરીથી બિરેનભાઇ પુરોહિતે…”રટ રે મન બાવરે ..હરિનામ…” રજુ કર્યું….પ્રેમાનંદ સ્વામી ની આ રચના પણ સભા ને ડોલાવી ગઈ…..

કથા પ્રવચન માં પુ.શ્રીહરિ સ્વામીએ -વચનામૃત ના ગઢડા મધ્ય-૬૨ “આત્મનિષ્ઠા ,પતિવ્રતા પણું અને દાસપણા”  પર વિવરણ કર્યું….સાર હતો….

  • આચાર્ય અયોધ્યાપ્રસાદજી નો સવાલ કે- સંસાર ની સમસ્યા ઓ થી ઘેરાયેલા વ્યક્તિ જો એક ઘડી બે ઘડી ભગવાન નું ભજન કરે તો એના પાપ બળે કે ન્ બળે? અને શ્રીજી મહારાજ નો અદભુત જવાબ કે – સંસારમાં રહી ને ગમે તેટલી પ્રવૃતિઓ કરી હોય પણ ભગવાન ના ભજન કરતી વખતે – સમગ્ર ઇન્દ્રિયો, અંતકરણ અને જીવ એકાગ્ર થઇ ને એક ઘડી પણ જોડાય તો જીવ નું જરૂર કલ્યાણ થાય.”….અને ભગવાન સાથે નો એક પલ નો નાતો પણ- ક્યારેક તો કલ્યાણ કરાવે જ…..
  • ભગવાન, સંત અને મંદિર- તથા જીવ માત્ર ના કલ્યાણ ને અર્થે – સંપૂર્ણ સમર્પણ ની ભાવના જ સર્વોચ્ચ છે…એનું આપેલું જ છે અને એને જ સમર્પિત કરવાનું છે….
  • વચનામૃત લોયા નું ૭, ગઢડા પ્રથમ ૩૩ – પણ આ વાત ને સમર્થન કરે છે….
  • આંબા સેઠ ની ભેંસ નો પ્રસંગ,જમરાલા ના ગંગારામ, વેળાવદર ના રૂડાભાઈ, ઉમરેઠ ના નંદરામ ..દુબળી ભક્ત ના ઉદાહરણો થી સમજાવ્યું કે- જે ચીજ કે વસ્તુ- ભગવાન માટે અને જીવમાત્ર ના કલ્યાણ માટે – જે વપરાય એટલું જ તમારા હક નું છે…..અને તમે જે પણ કંઈ દાન કરો છો એ – તમારું કર્તવ્ય જ કરો છો….પોતાની ફરજ બજાવો છો..ઉપકાર નથી કરતા….
  • શ્રીજી ખુબ જ દયાળુ છે…..જો તમે થોડાક એના માટે ઘસાઓ તો એ તમારા યોગ ક્ષેમ માટે અનંત ઘણું વળતર આપે છે……! આ જ તો શ્રીહરિ નું ગણિત છે જે- બુદ્ધિશાળીઓ ના પલ્લે નથી પડતું…!

ત્યારબાદ અમુક જાહેરાતો થઇ…..

  • ૨૯ મી તારીખે- અદભુત શ્રી સ્વામીનારાયણ મહાયાગ – એડવાન્સ મિલ ના કમ્પાઉન્ડ માં છે…..જે વીડીઓ અને પાવર પોઈન્ટ સ્લાઈડઝ થી બતવવા માં આવ્યું…..૩૯૨+૧૧ શાસ્ત્રોક્ત વિધિ થી બનાવેલ યજ્ઞકુંડ છે….અને યજ્ઞ થી માંડી ને છેક મહાપ્રસાદ સુધી ની વ્યવસ્થા અદભુત છે…પુ.પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા છે….

શ્રી સ્વામીનારાયણ મહાયાગ....આમંત્રણ પત્ર..

  • ૨૯ મી એ- સવારે ૪.૪૫ એ યજ્ઞ શરુ થશે અને ૯ વાગ્યે સવારે જ એ પુરો થઇ જાશે- એ પછી યજ્ઞોપવિત ની વિધિ શરુ થશે…અને સાથે મહાપ્રસાદ અને “માખણ વાળા લાલજી ” ની મૂર્તિ નો અભિષેક વિધિ પણ શરુ થશે…..અને સાંજે- રાબેતા મુજબ રવિસભા થશે..જેમાં પુ. મહંત સ્વામી આશીર્વચન આપશે…..
  • ૨૮ મી થી છેક ૭ તારીખ સુધી – પુ.ડોક્ટર સ્વામી અમદાવાદ ને આંગણે છે…..
  • ૨૩ મી એ સ્વયમ સેવક સભા – સાંજ ની આરતી પછી- મંદિરે રાખવામાં આવી છે…..

તો- રવિસભા અદભુત હતી….કીર્તન અદભુત હતા….અને સાથે કથા વાર્તા પણ…..!

જય સ્વામીનારાયણ…..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s