Raj Mistry's world

Me,my stories and world around….

Travel yaari સે બચકે રહેના….!

1 Comment

તો ફરીથી એ જ કડવો અનુભવ…..! એક બે વર્ષ પહેલા- ધ ગ્રેટ ” નીતા ટ્રાવેલ્સ” માં મેં મારું અઠવાડિયું જુનું લેપટોપ ગુમાવેલું……અને થર્ડ ક્લાસ જવાબ – ટ્રાવેલ્સ વાળા તરફ થી સાંભળેલા……! તો બધું યાદ આવી ગયું.

વાત જાણે કે એમ હતી કે – અત્યારે વેકેશન નો  ગાળો અને આપણી ટ્રેન માં ટીકીટ કન્ફર્મ ન થઇ આથી….મનેકમને… બસ નો ઓપ્શન શોધવો પડ્યો..બધી બસો જાણે કે મુંબઈ ખાલી કરવાનું હોય તેમ- એકદમ  ભરચક અને બસવાળા હમેંશ ની જેમ- પ્રજાને લુંટવા પડ્યા હતા….જે વોલ્વો બસ સર્વિસ- આમ દિવસોમાં ૭૦૦-૮૦૦ રૂપિયામાં અમદાવાદ મુંબઈ વચ્ચે પ્રતિ મુસાફર વસુલે છે- તે હવે ૧૪૦૦-૧૫૦૦ રૂપિયા થી ઓછું લેવાનું જ ના પાડતી હતી……અને આપણે હતા મજબુર..આથી છેલ્લી સીટ માટે પણ ૧૫૦૦ રૂપિયા આપ્યા…! ટીકીટ બુક કરાવી ટ્રાવેલ યારી .કોમ( travelyaari.com) પર થી….આમ તો રેડબસ .ઇન સાઈટ હતી પણ અફસોસ એ ચાલતી ન હતી….આથી આપણે એ બુક કરાવી. દાદર ચિત્રા સિનેમા થી પીક અપ પોઈન્ટ પસંદ કર્યો…અને ટેક્ષી કરી ને ત્યાં પહોંચી ગયો. પણ ચિત્રા સિનેમા આગળ કોઈ નામો-નિશાન કે કોઈ જગ્યા કે જાણકારી દેખાણી નહિ આથી ફાળ પડી …અને મેં ટ્રાવેલયારી વાળા ને ફોન કર્યો…જવાબ મળ્યો- નીતા ટ્રાવેલ્સ ને ફોન કરી સંકલન કરી લો…..મેં નીતા ટ્રાવેલ્સ ને ફોન કર્યો….જવાબ મળ્યો- બસ ચિત્રા સિનેમા નહિ ઉભી રહે…..અને તમે- મુંબઈ સેન્ટ્રલ નું પીક અપ પોઈન્ટ લખાવ્યું છે…..!!! ઓત્તારી ની…….મેં જાતે ટીકીટ બુક કરાવી..અને ચિત્રા સિનેમા પીક અપ પોઈન્ટ રાખ્યું છતાં….આવું???? હું તો ટેન્શન માં આવી ગયો…અને નીતા વાળા એ નવો પીક અપ પોઈન્ટ આપ્યો એ લગભગ ૧-૨ કિમી દુર  હતો અને મુંબઈ ના ટેક્ષી વાળા …કોઈ તૈયાર જ ન થયા….! સમાન ઉપાડી ને ભાગ્યા સિવાય હવે કોઈ જ ઓપ્શન ન હતો…..હું ભાગ્યો અને જેમતેમ કરી ને એ પોઈન્ટ પર પહોંચ્યો…..ફરીથી ટ્રાવેલ યારી વાળા ને ફોન કર્યો….તો ભાઈ એ ફોન જ ન ઉપાડ્યો….અને જયારે ઉપાડ્યો ત્યારે – એમણે જવાબ આપ્યો કે – એ લોકો નીતા વાળા ને પૂછશે….અને મને જણાવશે કે આવું કેમ કર્યું????? અહો આશ્ચર્યમ….! પછી તો ફોન જ ન આવ્યો….મેં મારા જોખમે બસ પકડી….અને બસ વાળા એ કહ્યું કે ટ્રાવેલ યારી વાળા છે જ આવા….! એ લોકો કોઈ માહિતી અપડેટ નથી કરતા …આથી જે તે ટ્રાવેલ્સ વાળા નો સીધો જ સંપર્ક કરવો……!

તો સાર શું??

  • ટ્રાવેલ યારી જેવી ટ્રાવેલ્સ સાઈટો થી બચતા રહો……
  • ઓનલાઈન બસ બુકિંગ ના પોતાના જોખમો છે….ધ્યાન રાખો….અને શક્ય હોય તો- બસ માટે રૂબરૂ જાઓ…
  • પીક અપ પોઈન્ટ – જે વધારે સરળ હોય….વધારે પ્રખ્યાત હોય….એવો જ પકડો….
  • લાંબા અંતર માટે હમેંશા – ટ્રેન જ સારી……એ યાદ રાખો…..

તો- જાણો…..સમજો……વિચારો અને પછી જ નિર્ણય લો…..

રાજ

Advertisements

One thought on “Travel yaari સે બચકે રહેના….!

  1. છેલ્લો ઓપ્શન સૌથી સારો..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s