Raj Mistry's world

Me,my stories and world around….

જેતલપુર ની ગણિકા

Leave a comment

આજે સવારે સાફસુફી માં પડ્યો હતો…..અને એક ડ્રોઅર માં નજર પડી. “ભગવાન સ્વામીનારાયણ” ચલચિત્ર ની ડીવીડી હાથમાં આવી. મારું- મનગમતું ચલચિત્ર કહી શકાય- એવું આ ચિત્ર મને હમેંશા હૃદય ની નિકટ લાગ્યું છે. શૈલેશ દવે દ્વારા ૧૯૮૨ માં દિગ્દર્શિત, અને દિલીપ ધોળકિયા દ્વારા સંગીત બદ્ધ આ ચિત્રમાં…અરવિંદ જોશી, અરવિંદ રાઠોડ, પદ્માંરાની, રજની બાળા, ચંદ્રકાંત પંડ્યા, રાજીવ,રંજીત રાજ, મુલરાજ રાજડા, ફિરોઝ ઈરાની…એ અભિનય આપ્યો છે અને એમના જેવા …..જેવા અદભુત કલાકારો ની સહાય થી નિરૂપણ પામેલું આ ચિત્ર- સ્વામીનારાયણ ભગવાન ના પ્રભાવ અને સંપ્રદાય ની ઉજાસ નો સુપેરે ખ્યાલ આપે છે.

પણ મને -નિરૂપણ પામેલા બધા પ્રસંગોમાં થી જેતલપુર ની ગણિકા, સાગરમ વાઘરી અને જોબન પગી નું ચરિત્ર ખુબ ગમ્યું. જેતલપુર ની ગણિકા- “સોનબાઈ” ના હાથે દળેલું અનાજ શ્રીજી એ યજ્ઞ માં સ્વીકાર્યું અને એની સમગ્ર જીંદગી એક પલ માં જ બદલાઈ ગઈ…….માત્ર એક પલ ના સત્સંગ થી..ભગવાન ની નિકટતા પામેલો અધમ જીવ પણ અધ્યાત્મ ઇતિહાસ ના પન્નાઓ માં અમર થઇ જાય છે…એનો આ પુરાવો છે. મને આ પ્રસંગમાં વર્ણવેલ ગીત( કદાચ ધીરુભાઈ વોરા કે શૈલેશ ભાઈ દવે દ્વારા લિખિત છે અને આશા ભોંસલે દ્વારા સ્વરબદ્ધ છે…) ખુબ ગમ્યું….જેમાં – કલાકાર ના મુખ પર- ભગવાન ના સંસર્ગ થી થયેલું પરિવર્તન સ્પષ્ટ દેખાય છે….એના એક એક શબ્દે – બસ “હરિ..હરિ……સાંભળી શકાય છે…..જુઓ શબ્દો…

હો લલચાણી......નાનવર નીરખી ને લલચાણી.....

” લલચાણી …..હો લલચાણી…..નાનવર નીરખડે ….જોઈને  લલચાણી……

પહેલી નજરમાં પીગળી શામળિયા…માયા જંજાળ બધી છૂટી…..સુકા જીવનમાં ,ઉગી લીલોતરી ,પ્રીતિમાં કુંપળો ફૂટી…

આ તે કેવી  અંતર માં ફૂટી  સરવાણી…….લલચાણી………હો લલચાણી…….૦

ભગવું વીંટી ને , ભવસાગર તરવાની, ભાતીગળ ભાવના જાગી…….

જન્મ મરણ ના કુવા ની દેડકી , વંડી ઠેકીને આ જ ભાગી…..એનો હાથને ઝાલી ..હરિ એ લીધી તાણી….હો લલચાણી…૦”

…..કેવું લાગ્યું????

શબ્દે શબ્દ- હરિ પ્રેમ નો રસ ટપકી રહ્યો હોય એમ લાગે છે.  હવે સમજાય છે કે- શા માટે નવ લોહિયા જુવાનો- માત્ર એક હરિ ના પ્રેમ ખાતર- ભગવા સ્વીકારી લે છે…….! ભગવાન નું માહાત્મ્ય જ એવું છે. પૂર્વના પુણ્યો , ગુરુવર ની દયા થી જ સમજાય છે..મનાય છે અને જીવમાં દ્રઢ થાય છે….ત્યારે જીવ- હરિ ના પ્રેમ-પાશ માં એવો બંધાય છે કે – તે કોઈ પણ જાત ના “ઝંઝાવાત”  માં પણ વિખરાતો નથી….- આથી જ તો- જેણે આ રંગ લાગે તેને ખબર પડે કે – શાસ્વત આનંદ ની અનુભૂતિ શી હોય છે????

જય સ્વામીનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s