Raj Mistry's world

Me,my stories and world around….

મૃત્યુ…..એક અલ્પવિરામ….!

Leave a comment

એક ફિલસૂફે સત્ય જ કહ્યું છે કે ” હું મૃત્યુ ને ચાહું છું કારણ કે જીવન થી મને પ્રેમ છે”……જીવન છે જ એવું…કે જેને વ્યાખ્યાયિત કરવું ખુબ જ મુશ્કેલ છે અને સમજવું તો એના થી પણ વધારે મુશ્કેલ…! કહેવાય છે કે મનુષ્ય શરીર ના કોષ( કે જેના દ્વારા આ પંચમહાભૂત યુક્ત શરીર બનેલું છે) એનું સરેરાશ આયુષ્ય ૨૮ દિવસ નું હોય છે( સત્યતા મા વધ-ઘટ હોઈ શકે છે.કારણ કે અમુક કોષ અમુક કલાક જીવે છે તો અમુક અમુક વર્ષો સુધી….) આથી પળેપળ હજારો-લાખો કોષો નાશ પામે છે અને એટલા જ નવા બને છે..જે જીવન ના ઘણા મોટા તબક્કા સુધી ચાલે છે….

આજે આ લેખ લખવા નું તાત્પર્ય એવું હતું કે- આજે અમે એક નજીક ના સંબંધી ને અકાળે ગુમાવ્યા……જીવન જયારે પુનઃ પોતાના વેગ આવી રહ્યું હતું અને – લય તૂટી ગયો…..જે થવાનું હતું એ તો થઇ ને રહ્યું પણ ફરીથી મન ને આ સત્ય ઝંઝોળી ગયું…..જીવન નો અર્થ શું? મોહ-માન-લાભ અને મોટા ભા થવા ની આ બધી લ્હાયો કેમ? ધારો કે આખી જિંદગી દોડાદોડ કરી ને લાખો કમાઉ…..ગાડી બંગલા વસાવું….પણ એક નકારાત્મક પળ આવી ને સમગ્ર સમીકરણ જ બદલી નાખે તો?????  ખોટું લાગવું….ઈર્ષ્યા -દ્રેષભાવ….મોટ્યપ….બદલા ની ભાવના….જીવન ની દિશાહીન રેસો……શું છે આ બધું????? ઘણું વિચાર્યું અને લાગ્યું કે……સ્મશાન વૈરાગ્ય – જો આખી જિંદગી રહે તો- જીવનમાં શાશ્વત શાંતિ અને સ્થિતપ્રજ્ઞતા ના અમુલ્ય ભાવ જરૂર જાગે…..જીવન નો અર્થ સમજાય….અને આ અર્થહીન દોડાદોડ બંધ થાય……તો કહી શકાય કે

” પળેપળ જન્મતો હું….પળેપળ મરતો હું…

હું જ જીવન છું કે ખુદ ની રાખ લગાવી…પળેપળ ખુદ ને સર્જતો હું…..”

અંદાજ ખોટા ન લગાવો મને જોઈને…ખુદ ને પણ ખોટો પાડતો હું…..

વિચારે છે ઘણા મારા વિષે….તો વિચારવા દો એમને….

છેવટે  હું જ અંતિમ કહાની ‘ને , અંતિમ સત્ય પણ હું….”

કયારેય સમજાયો નથી ને’ કયારેક પળ મા સમજાયો હું….

જાણ્યા જેણે હરિ ને…ફકત એમને જ પરખાયો હું….”

આથી જીવન ની સાથો સાથ મૃત્યુ પણ ચાલે છે જેને આપણે જોઈ શકતા નથી કે જોવા માંગતા નથી. ” એ બે દિવસ ના પ્રવાસ ની તૈયારી કરવામાં – આપણે કેટલો સમય આપીએ છીએ? પણ જે સો વર્ષ નો પ્રવાસ છે એની તૈયારી મા આપણે કેટલો સમય આપીએ છીએ?” . જીવન ની અમુક ઘટના ઓ- એની દિશા અને પ્રવાહ નક્કી કરે છે. “ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે?”  – એમ આપણા ભવિષ્ય માટે આપણે સદાયે ચિંતિત રહીએ છીએ….મે મારા ૨-૩ નજીક ના મિત્રો ને કાચી ઉમરે- સ્વસ્થ દેખાતા શરીર સાથે – અકાળે મૃત્યુ ને શરણ થતાં જોયા છે. આપણું જ ધાર્યું થાતું હોત – તો કોઈ નકારાત્મક ઘટના જ ન ઘટત…અને આ મૃત્યુ નો જે ભય છે – એ વાસ્તવિક મૃત્યુ કરતાં પણ વધારે ભયાવહ છે…..અને મૃત્યુ નો શોક- ખુદ મૃત્યુ થી પણ વધારે પીડાદાયક છે…….પણ જો પોતાને આત્મા કે દેહ થી અલગ માનીએ તો ….આ દુઃખ સુખ ના  કે પીડાના….મોહ માયા ના ….કે આસક્તિ ના પડળો તૂટી જાય ………પણ…….પણ વાસ્તવ મા  એવું થાતું નથી. શ્રીમદ ગીતા અને વચનામૃત  ને આધારે કહું છું કે…..

  • આ દેહ નશ્વર જ છે…….પણ આત્મા અમર છે….એ કદીયે બાલ્ય- જુવાન કે વૃદ્ધવસ્થા જેવી મર્યાદાઓ મા બંધાતો નથી.(દેહિનોસ્મિન્યથા દેહે કૌમારં યૌવનં જરા | તથા દેહાન્તરપ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ ||ગી.અ. ૧૩ ||)
  • તમે કોણ છો? છગન ભાઈ એટલે કોણ? આ શરીર કે આત્મા? છગનભાઈ મરી ગયા એટલે કે આ શરીર – એ જ છગનભાઈ અને અને એજ મરી  ગયા તો જયારે છગનભાઈ ધામમાં ગયા- એટલે કોણ? – તો ભેદ પારખો….કારણ કે જન્મ-મરણ નું આ ચક્કર તો ચાલુ જ રહેવા નું…..(વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોપરાણિ | તથા શરીરાણિ વિહાય જીર્ણા ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી || ગી.અ.૨૨ ||- અર્થાત….જેમ કોઈ વ્યક્તી જુના વસ્ત્રો ઉતારી અને નવા ધારણ કરે છે | તે જ રીતે શરીરને ધારણ કરેલ આત્મા જુના શરીરને ત્યાગી અને નવા શરીરને પ્રાપ્ત કરે છે ……)

જીવન એક સફર….મૃત્યુ…એક અલ્પવિરામ….!

આથી જીવન ના આ હમસફર ને સ્વીકાર્યે જ છુટકો…..! સ્વ. ચંદ્રકાંત બક્ષી જેવા પ્રસિદ્ધ અને તેજાબી લેખક- હમેંશા શરીર ને કસાયેલું રાખવા મથતા અને સ્પષ્ટ પણે માનતા કે – મનુષ્ય નું પેટ એની છાતી થી ઓછું હોવું જોઈએ….પણ – જીવન એમને દગો દઈ ગયું અને મૃત્યુ જીતી ગયું. તમે બહુ વિદ્વાન-ઠોઠ, ઉંચા-નીચા,પાતળા-જાડા….ગરીબ-પૈસાવાળા….હો પણ કઈ ફર્ક નથી પડતો…..આથી ” મિસ્ટિક ઇન્ડિયા” મુવી મા શ્રી નિલકંઠ વરણી કહે છે એમ- મૃત્યુ ને કોઈ દીવાલ, કે કોઈ આડશ રોકી શક્તિ નથી…..એ, એના કાળક્રમે આવે જછે.  દુનિયાના મોટા મોટા રાજાઓ, યોધ્ધાઓ, સીકંદરો કે સંતો….અરે ..ભગવાન ના વિવિધ અવતારો પણ કાળ ના ખપ્પર મા થી બચી શક્ય નથી( ગીતામાં સ્વયં શ્રીજી એ અર્જુન ને કહ્યું કે- હે પાર્થ તારા અને મારા અનંત જન્મો થઇ ચુક્યા છે…..અને અનંત જન્મો થાશે….). આથી એને સ્વીકારવું જ રહ્યું. પણ હા….તમે એને કેવી રીતે સ્વીકારો છો? એ અગત્ય નું છે……મરી મરી- રોઈ ધોઈ ને – મોળી જિંદગી જીવીને…. ને સો વર્ષ જીવવું એના કરતાં ખુદ્દારી અને સ્વાભિમાન થી જીવાયેલી એક પળ પણ -મૂલ્યવાન છે..સિદ્ધાર્થ થી બુદ્ધ થવાની આ ઘટના  છે…….. આથી મારું માનવું છે કે…..
  • તમારી જવાબદારી ઓ અનંત છે પણ જીવન- અફસોસ….અનંત નથી……આથી- જીવન ની દરેક પળ અમુલ્ય છે…..અને આખરી છે – એમ જ માની ને એની મજા લો…..સદુપયોગ કરો…..પણ સ્વછંદતા થી બચતા રહો….
  • જીવન ને આયોજન ના વધુ પડતાં ભાર નીચે બાંધતા ન રહો……અને બધું એકદમ વ્યવસ્થિત જીવવા ની લ્હાય મા જીવન ની અમુલ્ય પળો અને સંબંધો ને ન વેડફો…….
  • ઈર્ષ્યા-માન-લોભ-લાલચ, કપટ…..જુઠ……..બધું ફાલતું છે…..એનાથી આવતું સુખ – એ મોટું દુઃખ છે- એ જાણો….અને આવી ફાલતું વસ્તુ ઓ વચ્ચે જીવવા કરતાં- જીવન ને- સત્ય, પ્રેમ, પ્રાર્થના, બીજા ને મદદ કરવા ની ભાવના…..પર હિતકારી સ્વભાવ….દાન ધર્મ …જરા જતું કરવા ની ભાવના……કરુણા ના ગુણ થી સજાવો……આથી જયારે આ “ભાડા નું મકાન” ખાલી કરવાનો સમય આવે ત્યારે અફસોસ ન થાય…..
  • જીવન એ શ્રીહરિ એ આપેલી અમુલ્ય ભેટ છે- એને દુર્ગુણો થી બગાડો નહી….પણ સદગુણો ની સુગંધ થી સજાવી- ભગવાન ને પુનઃ આપો…..પરત કરો…..
  • સ્મશાન વૈરાગ્ય- ને સમજો….સતત જીવન ના અંતિમ સત્ય ને ધ્યાનમાં રાખો અને એ પ્રમાણે વર્તો…..સ્થિતપ્રજ્ઞતા આવશે….જીવનમાં શાશ્વત શાંતિ છવાશે……
  • મોત નો મલાજો જરૂરી છે પણ શોક -અતિશય રોવાધોવા નું – એ બાળબુદ્ધિ ના લક્ષણ છે…..હા …કોઈ ધામ મા જાય તો ખોટ પડે- પણ એ શ્રીહરિ ની મરજી હશે- એમ વિચારી ને જીવન ને આગળ ધપતું રાખો….જીવન – એ સફર છે….આગળ વધવાનું નામ છે…..અને એનો આ જ લય છે….યાદ રાખો….- મને ગર્વ છે અમારા સંપ્રદાય પર કે જ્યાં અનેક હરિભક્તો એ પોતાના નિકટ ના સ્વજનો ગુમાવ્યા હોય પણ- શોક -રોવા ધોવા ના બદલે- સાકર વહેંચી ને – એ હરિ ની ઈચ્છા ને માન આપ્યું છે……અને ગીતા-વચનામૃત ના જ્ઞાન ને જીવી ગયા…..
  • મોળી-નબળી કે નકારાત્મક વાત કરી ને – ધામ મા જનાર ના સ્વજનો ને – નબળા ન પાડો……..એમને તમારી બળ ભરી વાતો ની જરૂર છે….એ યાદ રાખો….
  • અને છેલ્લે ખુબ અગત્ય ની વાત- જીવન કયારે અંત પામશે….ક્યારે આ દેહરૂપી જુના વસ્ત્રો  પડશે- એ નક્કી નથી આથી શક્ય હોય તેટલો ભગવાન ને – શ્રીજી મહારાજ ને સાથે રાખો….પળેપળ અખંડ નિષ્ઠાવૃતિ રાખો….આથી જયારે પણ દેહ છોડવા ની ઘડી આવે ત્યારે- તમારા સુક્ષ્મ શરીર અને આત્મા મા આ દિવ્ય તત્વ જોડાયેલું રહે અને જીવન ના આગળ ના ચક્ર મા – પણ એની નિષ્ઠા કાયમ રહે……અદ્યાત્મ-ભક્તિ અને શ્રીહરિ મા નિષ્ઠા- તમને જીવન નો અર્થ સમજાવે છે…જીવન ને સ્થિર બનાવે છે……

તો- જીવન ના અર્થ ને સમજી- મૃત્યુ ના માહાત્મ્ય ને સ્વીકારીએ…..શોક કરવાના બદલે- ગીતા અને વચનામૃત ના બ્રહ્મ જ્ઞાન ને પચાવી જાણીએ……દેહ ના ઉત્પત્તિ-નાશ ના આ ચક્ર થી આપણો સફર અટકવો ન જોઈએ……કારણ કે આપણે આત્મસત્તા રૂપ છીએ……અને પરમાત્મા- અક્ષરધામ સુધીના આ સફર ને તેના ગંતવ્ય સુધી પહોંચાડવા નો છે……..અને શ્રીજી ની એ જ મરજી છે……!

આથી સફર જારી છે- યારો………

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s